વીરેન્દ્ર સેહવાગ પહેલા આ બોલિવૂડ સ્ટાર લઈ ચૂક્યા છે ગ્રે ડિવોર્સ, એક ક્રિકેટરની પણ થઈ રહી છે ચર્ચા
ડિવોર્સ લેવા ખુબ મુશ્કિલ નિર્ણય છે, પરંતુ આ નિર્ણય લેવો ત્યારે મુશ્કિલ થાય છે જ્યારે ગ્રે ડિવોર્સની વાત આવે. ક્રિકેટરથી લઈ કેટલાક બોલિવુડ સ્ટાર પણ ગ્રે ડિવોર્સ લઈ ચૂક્યા છે. તો ચાલો જાણીએ આખરે આ ગ્રે ડિવોર્સ શું છે. ચાલો તમને જણાવીએ કે કયા સ્ટાર્સે ગ્રે ડિવોર્સ લીધા છે.
1 / 7
ગ્રે ડિવોર્સના લિસ્ટમાં અનેક સેલિબ્રિટના નામ સામેલ છે.દિવંગત અભિનેતા ઓમ પુરી અને પત્રકાર નંદિતા પુરી લગ્નના 23 વર્ષ બાદ અલગ થયા હતા. બંન્નેના આ નિર્ણયથી ચાહકો ચોંકી ગયા હતા.
2 / 7
હાલમાં ગ્રે ડિવોર્સની ચારેબાજુ ચર્ચા સાંભળવા મળી રહી છે. જ્યારે 10 થી 15 વર્ષ સાથે રહ્યા બાદ અલગ થવાનો નિર્ણય લે છે. ત્યારે તેને ગ્રે ડિવોર્સ કહેવામાં આવે છે. 50 વર્ષની ઉંમર બાદ અનેક બોલિવુડ કપલ અલગ થઈ ચૂક્યા છે. સહેવાગના છુટાછેડાની ચર્ચા થઈ રહી છે.
3 / 7
સાઉથના સુપરસ્ટાર કમલ હાસન અને સારિકાએ લગ્નના 16 વર્ષ બાદ છુટાછેડા લીધા હતા.સારિકાએ કમલ પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો.
4 / 7
લગ્નના 19 વર્ષ બાદ મલાઈકા અરોરા અને અરબાઝ ખાને તલાક લીધા હતા. આટલા વર્ષ સાથે રહ્યા બાદ કપલ અલગ થઈ સો કોઈને ચોંકાવી દીધા હતા. હવે બંન્ને સ્ટાર પોતાની ખુશી લાઈફ જીવી રહ્યા છે.
5 / 7
સૈફ અલી ખાન અને અમૃતા એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. છતાં તેમના સંબંધોનો અંત ખરાબ રીતે થયો. 13 વર્ષ સાથે રહ્યા પછી, આ દંપતીએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.
6 / 7
આમિર ખાન અને રીના દત્તાએ 16 વર્ષના લગ્નજીવન બાદ અલગ થયા હતા. 2 બાળકો હોવા છતાં આમિર ખાન અને રીના અલગ થયા હતા. આમિર ખાને ત્યારબાદ કિરન રાવ સાથે લગ્ન કર્યા હતા. હવે કિરન રાવ સાથે પણ છુટાછેડા લીધા છે.
7 / 7
ઋતિક રોશન અને સુજૈન ખાને 14 વર્ષના લગ્ન બાદ અલગ થયા હતા. 2 બાળકો હોવા છતાં કપલ અલગ થયા હતા. હવે ઋતિક રોશન અને સુજૈન બંન્ને સાથે મળીને બાળકોની સંભાળ રાખે છે.