
આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચન, જૉન અબ્રાહમ અને બિપાશા બાસુ જેવી સ્ટાર કાસ્ટ સામેલ હતી. આ ફિલ્મ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. પહેલી ફિલ્મમાં પૈસા લગાવી રતન ટાટાને કરોડો રુપિયાનું નુકસાન થયું હતુ.

મળતી જાણકારી અનુસાર ફિલ્મ એતબારે ભારતમાં માત્ર 4.25 કરોડો રુપિયાની કમાણી કરી હતી. દુનિયાભરમાં આ ફિલ્મે 7.96નો બિઝનેસ કર્યો હતો પરંતુ આ ફિલ્મ બનાવવામાં રતન ટાટાને અંદાજે 9.50 કરોડ રુપિયાનો ખર્ચો કર્યો હતો. ત્યારબાદ રતન ટાટાએ ક્યારે પણ બોલિવુડમાં પૈસા લગાવ્યા ન હતા.