તાપસી પન્નુ એક કંપની પણ ચલાવે છે સાથે બેડમિન્ટન લીગ પણ રમી ચૂકી છે, ઘરના લોકો મેગી કહીને બોલાવે છે

|

Aug 01, 2024 | 10:24 AM

તાપસી પન્નુનો જન્મ 1 ઓગસ્ટ 1987ના રોજ નવી દિલ્હીમાં જાટ શીખ પરિવારમાં થયો છે. તેના પિતા દિલમોહન સિંહ પન્નુ, એક નિવૃત્ત રિયલ એસ્ટેટ એજન્ટ છે જ્યારે તેની માતા નિર્મલજીત કૌર પન્નુ ગૃહિણી છે. તેની એક નાની બહેન શગુન પણ છે.

1 / 12
તાપસી પન્નુની ફિલ્મ ડંકી બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે, ડંકીની અભિનેત્રી તાપસી પન્નુના પરિવાર વિશે જાણો.

2 / 12
તાપસી પન્નુનો જન્મ 1 ઓગસ્ટ 1987ના રોજ થયો છે.ભારતીય અભિનેત્રી જે મુખ્યત્વે હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે. બે ફિલ્મફેર પુરસ્કારો અને એક ફિલ્મફેર ઓટીટી એવોર્ડ સહિત અનેક પુરસ્કારો જીતી ચૂકી છે.

3 / 12
તાપસી પન્નુના બહુ ઓછા ચાહકો તેનું હુલામણું નામ જાણે છે. તાપસીને ઘરે પ્રેમથી 'મેગી' કહીને બોલાવવામાં આવે છે. કારણ કે તાપસીના વાળ બાળપણથી જ એકદમ વાંકડિયા છે.

4 / 12
ટૂંકી મોડેલિંગ કારકિર્દી પછી પન્નુએ 2010ની તેલુગુ ફિલ્મ ઝુમ્મંડી નાદમથી અભિનયની શરૂઆત કરી અને 2011ની તમિલ ફિલ્મ આદુકલમમાં અભિનય કર્યો. ડેવિડ ધવનની કોમેડી ચશ્મે બદ્દૂર (2013) થી બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો.

5 / 12
અનેક તેલુગુ અને તમિલ ફિલ્મોમાં લીડ રોલમાં ભૂમિકા ભજવ્યા પછી, પન્નુએ હિન્દી જાસૂસ ફિલ્મ બેબી (2015) અને કોર્ટરૂમ ડ્રામા પિંક (2016)માં શાનદાર અભિનયની ચાહકોએ ખુબ પ્રશંસા કરી હતી.

6 / 12
પન્નુએ બોલિવુડમાં ધ ગાઝી એટેક (2017), સામાજિક ડ્રામા મુલ્ક (2018), રોમેન્ટિક ડ્રામા મનમર્ઝિયાં (2018), થ્રિલર બદલા (2019), અને સ્પેસ ડ્રામા મિશન મંગલ (2019) દ્વારા પણ ધણું નામ કમાયું છે, બાયોપિક સાંઢ કી આંખ (2019) માં શાર્પશૂટર પ્રકાશી તોમરની ભૂમિકા ભજવવા માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ જીત્યો હતો,

7 / 12
 અનુભવ સિંહાની ફિલ્મ થપ્પડ (2020) માં છૂટાછેડામાંથી પસાર થઈ રહેલી ગૃહિણીની ભૂમિકા માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. હસીન દિલરૂબા (2021), રશ્મિ રોકેટ (2021), અને લૂપ લપેટા (2022) ફિલ્મોમાં અભિનય કર્યો છે, અને ડંકી (2023)માં તેની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ રહી છે.

8 / 12
અભિનય ઉપરાંત પન્નુ ધ વેડિંગ ફેક્ટરી નામની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. તે પ્રીમિયર બેડમિન્ટન લીગમાં રમે છે, બેડમિન્ટન ફ્રેન્ચાઇઝી પુણે 7 એસેસની માલિક પણ છે.

9 / 12
તાપસી પન્નુએ માતા જય કૌર પબ્લિક સ્કૂલમાં શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું અને ગુરુ તેગ બહાદુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

10 / 12
 2008ના ટેલેન્ટ શો ગેટ ગોર્જિયસ માટે તેની પસંદગી કરવામાં આવી હતી, જે આખરે તેને અભિનય તરફ દોરી ગઈ.તાપસી પન્નુએ અનેક જાહેરાતમાં પણ કામ કર્યું છે.  મોડેલિંગ દિવસો દરમિયાન 2008ની ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં "પેન્ટાલૂન્સ ફેમિના મિસ ફ્રેશ ફેસ" અને "સફી ફેમિના મિસ બ્યુટીફુલ સ્કિન" સહિત અનેક ટાઇટલ જીત્યા હતા.

11 / 12
એક મોડેલ તરીકે રિલાયન્સ ટ્રેન્ડ્સ, રેડ એફએમ 93.5, યુનિસ્ટાઈલ ઈમેજ, કોકા-કોલા, મોટોરોલા, પેન્ટાલૂન, પીવીઆર સિનેમાસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, ડાબર, એરટેલ, ટાટા ડોકોમો, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ, જેવી બ્રાન્ડ્સ સાથે કામ કરી ચૂકી છે.

12 / 12
અભિનેત્રીએ 'પિંક', 'રશ્મિ રોકેટ', 'થપ્પડ' જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. લોકો હજુ પણ આ ફિલ્મો જોવાનું પસંદ કરે છે. ડંકી ફિલ્મમાં શાહરૂખ ખાન અને રાજકુમાર સાથે પહેલીવાર કામ કર્યું છે.

Published On - 9:23 am, Mon, 29 January 24

Next Photo Gallery