વર્ષ 2025 રહેશે સની દેઓલના નામે! થિયેટર્સ બાદ OTT પર મચાવશે ધૂમ
'ગદર 2' ની સફળતા બાદ સની દેઓલ ચર્ચામાં છે. ગયું વર્ષ તેનું માટે ધમાકેદાર રહ્યું છે. હવે તેની પાસે બે મોટી ફિલ્મો છે. એક ફિલ્મનું શૂટિંગ થઈ ગયું છે. હાલમાં તે 'લાહોર 1947' ના શૂટિંગમાં બિઝી છે. આ દરમિયાન અપકમિંગ પ્રોજેક્ટને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે. થિયેટર્સ બાદ ઓટીટી પર પણ ધૂમ મચાવવા તૈયાર છે.
1 / 5
સની દેઓલ 'ગદર 2'ની સફળતા બાદ તે ચર્ચામાં છે. દરેક ફેન્સ તેના અપકમિંગ પ્રોજેક્ટ વિશે જાણવા ઉત્સુક છે. જેની જાહેરાત સની દેઓલ કરી ચૂક્યો છે. એક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી ચૂક્યો છે, જેમાં સલમાન ખાનના કેમિયોની વાત થઈ રહી છે. આમિર ખાનની ફિલ્મને લઈને તેની તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. 'લાહોર 1947' માં તેનો પુત્ર કરણ જ ઓનસ્ક્રીન પુત્રનો રોલ પ્લે કરતો જોવા મળશે. પરંતુ આ ફિલ્મ આ વર્ષ આવશે નહીં.
2 / 5
સની દેઓલને 'ગદર 2'માં જે ધૂમ મચાવી હતી, તે બાદ તેની સાથે દરેક લોકો કામ કરવા માટે ઉત્સુક છે. હાલમાં તેના બે પ્રોજેક્ટની જાહેરાત સની દેઓલે કરી છે. દરેક વ્યક્તિ તે જાણે છે. પરંતુ વર્ષ 2025માં એટલે કે આવતા વર્ષે સની દેઓલ કંઈક મોટું કરવાની તૈયારી કરી રહ્યો છે.
3 / 5
'લાહોર 1947' સની દેઓલની કરિયરની મોટી ફિલ્મોમાંથી એક હશે અને આવતા વર્ષે રિલીઝ થવાની છે. પરંતુ આ બે ફિલ્મો સિવાય સની દેઓલની નજર હાલમાં મોટા પડદાની ઘણી ફિલ્મો પર છે. મીડિયા રિપોર્ટ મુજબ સની દેઓલ ટૂંક સમયમાં OTT પર ડેબ્યૂ કરી શકે છે.
4 / 5
OTT સિરીઝને લઈને ઘણી જગ્યાએ વાતચીત ચાલી રહી છે. તે કંઈક નવો એક્સિપરિમેન્ટ કરતો રહેવા માંગે છે. જેના કારણે તેને આ નિર્ણય લીધો છે. આ રિપોર્ટ પરથી એ પણ સામે આવ્યું છે કે તે ડિજિટલ પ્લેટફોર્મ માટે પણ કેટલાક કામ કરી રહ્યો છે.
5 / 5
સની દેઓલ કહે છે કે, હું અત્યારે કેટલીક ફિલ્મો કરી રહ્યો છું, જે નક્કી કરશે કે વર્ષ 2025 તેના માટે કેવું રહેશે. હું જે ફિલ્મો કરી રહ્યો છું તે તમામ મોટા પડદાની ફિલ્મો હશે. તેને એ પણ ખુલાસો કર્યો કે તે છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ પ્લેટફોર્મ માટે તૈયારી કરી રહ્યો છે. આ સાથે જ તે કહે છે કે તે માત્ર કામ કરવા માંગતો નથી. સની દેઓલ વિવિધ પ્રકારના પ્રોજેક્ટ કરવા માટે પણ ઉત્સુક છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સની દેઓલ ટૂંક સમયમાં 'બોર્ડર 2'માં જોવા મળશે. જેની સાથે આયુષ્માન ખુરાના પણ હશે.
Published On - 8:45 pm, Mon, 11 March 24