અભિનેતા અને અભિનેત્રીઓ તો ઠીક, પરંતુ શું તમે ભારતના પાંચ સૌથી પૈસાદાર ડાયરેક્ટર્સ વિશે જાણો છો ?
તમામ અભિનેતા અને અભિનેત્રીઓને ફીથી લઈ નેટવર્થ સુધી ચર્ચાઓ થતી રહેતી હોય છે પરંતુ શું તમે જાણો છો કે, ભારતનો સૌથી પૈસાદાર ડાયરેક્ટર કોણ છો? તો ચાલો આજે નેટવર્થન મુજબ ભારતના ટૉપ-5 ડાયરેક્ટર્સ વિશે જાણીએ. આ લિસ્ટમાં કરણ જોહર અને રાજકુમાર હિરાનીનું નામ પણ સામેલ છે.
1 / 7
એક વાત તો આપણે સૌ જાણીએ છીએ કે, એક્ટિંગની સાથે સાથે પૈસાદાર વ્યક્તિના લિસ્ટમાં અનેક બોલિવુડ સ્ટાર છે. વર્ષ 2023માં એક રિપોર્ટમાં જણાવ્યું હતુ કે, શાહરુખ ખાન દુનિયાનો સૌથી પૈસાદાર અભિનેતા છે.
2 / 7
બોલિવુડ અભિનેત્રી અને અભિનેતા પૈસાદાર છે તેના વિશે તો તમે જાણતા હશો પરંતુ શું ભારતના સૌથી પૈસાદાર ડાયરેક્ટર્સ વિશે જાણો છો. તો ચાલો આજે આપણે જાણીએ કે, ભારતના ટૉ-5 ડાયરેક્ટર્સની લિસ્ટમાં સૌથી પહેલું નામ કોનું આવે છે.
3 / 7
કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, માય નેમ ઈઝ ખાન, સ્ટુડન્ટ ઓફ ધ યર,જેવી અનેક સુપરહિટ ફિલ્મો આપનાર કરણ જોહરની પાસે આજે પણ ઢગલા બંધ ફિલ્મો છે. તેનું નામ હોય કે પૈસા હવે કોઈ વાતની કમી નથી. તેની નેટવર્થ અંદાજે 1700 કરોડ રુપિયા છે.
4 / 7
નેટવર્થ મામલે ટૉપ-5 ડાયરેક્ટર્સની લિસ્ટમાં એક નામ અનુરાગ કશ્યપનું છે. રિપોર્ટ અનુસાર તેની પાસે 850 કરોડ રુપિયાની સંપત્તિ છે.
5 / 7
આ લિસ્ટમાં સંજય લીલા ભંસાલીનું નામ પણ આવે છે. જેમણે દેવદાસ, બાજીરાવ મસ્તાની, ગંગુબાઈ કાઠિયાવાડી જેવી મોટા બજેટની ફિલ્મો બનાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેની નેટવર્થ અંદાજે 940 કરોડ રુપિયા છે.
6 / 7
હિરાની બોલિવુડનો સૌથી સફળ ડાયરેક્ટરમાંથી એક છે. તેમણે અત્યારસુધી પોતાના કરિયરમાં 6 જ ફિલ્મો બનાવી છે. તેની તમામ ફિલ્મ સુપર હિટ રહી છે. રિપોર્ટ અનુસાર તેની પાસે 1300 કરોડ રુપિયાની સંપત્તિ છે.
7 / 7
સૌથી પૈસાદાર ડાયરેક્ટરના લિસ્ટમાં સૈમ બહાદુર, રાજી જેવી ફિલ્મોને ડાયરેક્ટ કરી ચુકેલી મેઘના ગુલઝારનું નામ પણ સામેલ છે. નેટવર્થ મામલે તે કોઈનાથી ઓછી નથી. રિપોર્ટ અનુસાર તેની પાસે 830 કરોડ રુપિયાની સંપત્તિ છે.