એક્સચેન્જ ફાઇલિંગમાં, યસ બેંકે જણાવ્યું હતું કે જૂન ક્વાર્ટરમાં તેની લોન અને એડવાન્સ વાર્ષિક ધોરણે 14.8 ટકા વધીને રૂપિયા 2,29,920 કરોડ થઈ છે. જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 2,00,204 કરોડ હતો. યસ બેંકે જણાવ્યું હતું કે ક્વાર્ટર માટે થાપણો ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 2,19,369 કરોડથી 20.8 ટકા વધીને રૂપિયા 2,64,910 કરોડ થઈ છે.