આ કંપની શેર હોલ્ડર્સને પ્રતિ શેર આપશે 205 રુપિયાનું ડિવિડન્ડ, જાણો શું છે શેરનો ભાવ
એક જાયન્ટ કંપનીએ તેના એક શેર પર 205 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ કંપનીએ 13 ફેબ્રુઆરીએ તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.
1 / 6
એક જાયન્ટ કંપનીએ તેના એક શેર પર 205 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ કંપનીએ 13 ફેબ્રુઆરીએ તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.
2 / 6
કમ્પોનન્ટ્સ અને ઇક્વિપમેન્ટ સેક્ટરની જાયન્ટ કપંની બોશ લિમિટેડે મંગળવારે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન બોશ કંપનીનો નફો 62.4% વધીને 518 કરોડ રુપિયા થયો છે.
3 / 6
ત્રીજા ક્વાર્ટરના પરિણામો સાથે કંપનીએ શેરધારકોને ડિવિડન્ડ (બોશ ડિવિડન્ડ)ની ભેટ આપવાની પણ જાહેરાત કરી હતી. કંપનીના બોર્ડે શેર દીઠ 205 રુપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
4 / 6
કંપનીએ તેના ઈતિહાસમાં બીજા સૌથી મોટા ડિવિડન્ડની જાહેરાત કરી છે.અગાઉ કંપનીએ શેર દીઠ 280 રુપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું, જે કંપનીના ઇતિહાસમાં સૌથી મોટું ડિવિડન્ડ હતું.
5 / 6
આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 23 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવી છે. Boschનો શેર ગુરુવારે 27,809.65 રુપિયા થયો હતો, બુધવારે આ શેરમાં 4 ટકાનો અને મંગળવારે આ શેરમાં 7 ટકાનો વધારો થયો હતો.
6 / 6
નોંધ- શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.
Published On - 12:41 pm, Thu, 15 February 24