મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના 3 વર્ષ, ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારવા CMએ કરેલા કાર્યોની એક ઝલક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળને સફળતા અને સિધ્ધિભર્યા ત્રણ વર્ષ આવતીકાલે એટલે કે 13 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂર્ણ થશે. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે.
1 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળને સફળતા અને સિધ્ધીભર્યા ત્રણ વર્ષ આવતીકાલે એટલે કે 13 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂર્ણ થશે. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
2 / 6
આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.
3 / 6
આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.
4 / 6
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 જેટલી મહત્ત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં ભૂપેન્દ્ર પટેલ અને તેમની ‘ટીમ ગુજરાતે’ દરેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે.
5 / 6
વડાપ્રધાને ‘વિકસિત ભારત @2047’ નું જે વિઝન આપ્યું છે, તેને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે.
6 / 6
મુખ્યમંત્રીના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર કરાયેલી મહત્ત્વપૂર્ણ અને લોકકલ્યાણકારી યોજનાઓ થકી ઉન્નત કૃષિ અને આત્મનિર્ભર ખેડૂત તેમજ ધંધા-ઉદ્યોગમાં અગ્રેસરતા જોવા મળી છે. સ્વાસ્થ્ય-શિક્ષણ અને સુરક્ષા દ્વારા મહિલા સશક્તિકરણમાં નવા જ આયામો પ્રસ્થાપિત કર્યા છે. (Image - CMOGujarat)