Gujarati News Photo gallery Before Shravan Bapa Sitaram Seva Trust of Ahmedabad conducted a cleaning campaign in Somnath Tirth see Photos
શ્રાવણ પૂર્વે અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટે સોમનાથ તીર્થમાં હાથ ધર્યુ સફાઈ અભિયાન- જુઓ તસવીરો
સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે એ પહેલા પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં સુખી સંપન્ન પરિવારના લોકો દ્વારા શ્રમદાન સાથે સોમનાથ મહાદેવની અનોખી સેવા કરવામાં આવી. મૂળ અમદાવાદના 360 જેટલા સ્વયંસેવકોએ સોમનાથ તીર્થમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ અને તીર્થની સફાઈ કરી.
1 / 8
5 ઓગસ્ટે સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. ત્યારે અમદાવાદના સુખી સંપન્ન પરિવારના 360 જેટલા સ્વયંસેવકોએ સોમનાથ તીર્થમાં સ્વસ્છતા અભિયાન હાથ ધર્યુ. શ્રમદાન સાથે આ પરિવારોએ સોમનાથ મહાદેવની અનોખી સેવા પૂજા કરી.
2 / 8
અમદાવાદ બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 14 વર્ષથી શ્રમયજ્ઞ કરી રહેલા સ્વયંસેવકોનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યુ. દર વર્ષે શ્રાવણ માસ પૂર્વે આ સેવામંડળના સ્વયંસેવકો સ્વખર્ચે સફાઇના સાધનો, રસોઇ ના સામાન સાથે સોમનાથ આવી પહોંચે છે. એક દિવસમાં શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિરોની સફાઇ કરે છે.
3 / 8
બીજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની ધ્વજાપુજા અને ધ્વજારોહણ કરી પરત ફરે છે. આ ક્રમ 13-વર્ષથી સતત ચાલી રહ્યો છે, આ વર્ષે સ્વયંસેવકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર સફાઇમાં જોડાયા હતા. સાંજ સુધીમાં શ્રી સોમનાથ મંદિર, ભાલકા તીર્થ, ગોલોકધામ સહિત તીર્થના અનેકવિધ મંદિરો સ્વચ્છ કર્યા હતા.
4 / 8
360 જેટલા સ્વયં સેવકો દ્વારા સોમનાથ મંદિર, અહલ્યાબાઇ મંદિર, ગોલોકધામ, ભાલકા તીર્થ, રામ મંદિર, ત્રિવેણી સંગમ, વિઠલેશ્વર મંદિર-પ્રાચી , શશીભુષણ મહાદેવ ભીડીયા ખાતે પોતાનું શ્રમદાન કરી સ્વચ્છતા કરવામાં આવી હતી. જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સફાઇ કર્મીઓ પણ જોડાયા હતા.
5 / 8
આ સફાઈ કાર્ય બાદ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ તરફથી સોમનાથ આવતા યાત્રિકોને ખાસ અપીલ કરાઈ છે કે 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ને અનુસરે અને યાત્રિકો જ્યારે તીર્થધામમાં આવે ત્યારે સ્વચ્છતાના અને સફાઈના આગ્રહી બને.
6 / 8
તીર્થધામમાં આવતા યાત્રિકોને અપીલ કરાઈ છે કે તીર્થધામમાં જ્યાં ત્યાં કચરો કરવો નહીં. કચરાપેટીમાં જ કચરો નાખવો જેથી સ્વચ્છતા જળવાઈ રહે. સ્વચ્છતા હોય ત્યાં પવિત્રતા હોય છે. આ સમન્વયથી રચાતા આદ્યાત્મિક વાતાવરણની અનુભૂતિ અન્ય યાત્રિકો પણ કરી શકે તેવી લાગણી સેવા ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી.
7 / 8
સ્વચ્છતા અભિયાન પુર્ણ કરી સોમનાથ મહાદેવની ધ્વજા યાત્રા નીકળેલી હતી. ત્યાર બાદ ધ્વજાપૂજા અને ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ
8 / 8
આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બાપા સીતારામ સેવા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો, આ અમુલ્ય શ્રમયજ્ઞને બિરદાવ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ સહિત 360 સ્વયંસેવકોનું સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા અભિવાદન કરવામાં આવેલું હતું. Input Credit- Yogesh Joshi]- Somnath
Published On - 2:07 pm, Sat, 3 August 24