કેપ્ટન, વિંગ કમાન્ડર અથવા ફ્લાઇટ લેફ્ટનન્ટમાં કોણ છે સીનિયર ? આ રીતે હોય છે એરફોર્સમાં રેન્ક સિસ્ટમ

|

Dec 16, 2021 | 11:41 AM

Indian Air Force Ranks: ઘણીવાર લોકો એરફોર્સના મિલિટરી ઓફિસર્સના રેન્કને લઈને કન્ફ્યુઝનમાં રહે છે, તો આજે જાણીએ કે એરફોર્સમાં કેટલા રેન્ક છે.

કેપ્ટન, વિંગ કમાન્ડર અથવા ફ્લાઇટ લેફ્ટનન્ટમાં કોણ છે સીનિયર ? આ રીતે હોય છે એરફોર્સમાં રેન્ક સિસ્ટમ
Indian Air force

Follow us on

હાલમાં જ સીડીએસ બિપિન રાવત (CDS Bipin Rawat)નું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં જનરલ રાવત અને તેમના પત્ની સહિત 14 લોકો શહીદ થયા. આ ઘટનામાં અકસ્માત સમયે એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ (Group Captain Varun Singh)બચી ગયા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ, એક સપ્તાહની સઘન સારવાર બાદ, ગઈકાલ બુધવારે ગ્રુપ કેપ્ટનનું પણ નિધન થયું. આ ઘટનામાં વાયુસેનાના ઘણા રેન્કના અધિકારીઓ જઈ રહ્યા હતા, ત્યારબાદ વાયુસેનાના ઘણા અધિકારીઓના રેન્ક વિશે ચર્ચા કરવામાં આવી રહી છે.

પરંતુ, ઘણા લોકો વાયુસેનાના પદાનુક્રમને યોગ્ય રીતે સમજી શકતા નથી, જેના કારણે તેઓ વરિષ્ઠ અધિકારીને ઓળખવામાં મૂંઝવણ અનુભવે છે. ત્યારે આવો જાણીએ કે એરફોર્સમાં રેન્ક શું છે અને જાણીએ કે એરફોર્સ(Air Force)માં કેટલા રેન્ક છે. આ લેવલ અને રેન્ક પ્રમાણે તમે સમજી શકશો કે કયા અધિકારી સિનિયર છે અને કોણ જુનિયર.

કેવી રીતે હોય છે રેન્કનું વિભાજન ?

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ભારતીય વાયુસેનામાં ચાર લેવલ છે અને આ ચાર લેવલમાં વાયુસેનાના અધિકારીઓ હોય છે. પ્રથમ લેવલ જુનિયર સ્તર છે, બીજું સ્તર એક્ઝિક્યુટિવ છે અને પછી ડિરેક્ટર અને ચીફ લેવલ આવે છે. આ ચાર લેવલમાં વિવિધ પોસ્ટ્સ છે અને દરેક શ્રેણી અનુસાર સ્તરની પોસ્ટ્સ છે. આ ઉપરાંત, નોન-કમિશન લેવલ પર પણ નિમણૂકો કરવામાં આવે છે, જે ફક્ત જુનિયર સ્તરે જ કરવામાં આવે છે. કમિશન્ડ રેન્કમાં, ચાર લેવલની રેન્ક છે.

જુનિયર લેવલમાં બે રેન્ક છે, જેમાં ફ્લાઈંગ ઓફિસર અને ફ્લાઈટ લેફ્ટનન્ટ(Flight Lieutenant)નો સમાવેશ થાય છે. એરફોર્સમાં એન્ટ્રી લેવલમાં જુનિયર ઓફિસર્સ અને ત્યારબાદ ફ્લાઈટ લેફ્ટનન્ટનો સમાવેશ થાય છે. આ સિવાય માસ્ટર વોરંટ ઓફિસર, વોરંટ ઓફિસર, જુનિયર વોરંટ ઓફિસર જેવા પદ હોય છે.

આ પછી એક્ઝિક્યુટિવ લેવલ આવે છે. ગ્રુપ કેપ્ટન એક્ઝિક્યુટિવ લેવલમાં સૌથી વરિષ્ઠ છે. પછી વિંગ કમાન્ડર અને પછી સ્ક્વોડ્રન લીડર છે. આમાંથી, સિનિયર પછી ડિરેક્ટર લેવલ છે. આ પોસ્ટમાં એર માર્શલ, એર વાઇસ માર્શલ, એર કોમોડોર વગેરે છે. સૌથી સીનિયર લેવલ ચીફ લેવલ હોય છે. આમાં એક જ રેન્ક હોય છે અને તે છે એર ચીફ માર્શલ, જે એરફોર્સના વડા છે. હાલમાં એર ચીફ માર્શલ આર વિવેક રામ ચૌધરી (Air Chief Marshal R Vivek Ram Chaudhary) વાયુસેનાના વડા છે.

આપને જણાવી દઈએ કે વાયુસેનામાં ‘માર્શલ ઓફ ધ એરફોર્સ’ નામની એક રેન્ક હોય છે, જેને સૌથી વરિષ્ઠ માનવામાં આવે છે. તે યુદ્ધ સમયે મળતી એક પદવી છે અને ફાઇવ સ્ટાર રેન્ક છે. વાયુસેનાના માર્શલ અર્જન સિંહ IAFમાં વાયુસેનાના એકમાત્ર માર્શલ ઓફ દ એરફોર્સ રહ્યા છે. હાલ આ રેન્ક નથી.

આ સિવાય ભારતીય વાયુસેનામાં નોન-કમિશન્ડ ઓફિસર્સ પણ હોય છે. આ રેન્કના અધિકારીઓ પાસે સાર્જન્ટ, કોર્પોરલ, લીડિંગ એરક્રાફ્ટમેન, એરક્રાફ્ટ મેન જેવી પોસ્ટ હોય છે. તેમની ભરતી જુનિયર સ્તરે કરવામાં આવે છે.

આ પણ વાંચો: Technology: WhatsApp એ દેશના 500 ગામને લીધા દત્તક, જાણો શું છે તેનું કારણ ?

આ પણ વાંચો: Success Story: આ મહિલા ખેડૂત ખેતીની સાથે વર્મી કમ્પોસ્ટ બનાવે છે, દર વર્ષે કમાય છે 5 લાખ, ઘણા રાજ્યોમાં છે માગ

Next Article