13 વર્ષની લડત બાદ અમેરિકાએ સ્વીકાર્યું કે, ‘હળદર માત્ર ભારતની જ છે’, જાણો શું છે સમગ્ર હકીકત ?

|

Jun 22, 2021 | 8:23 PM

હળદર (Turmeric) એ દરેક ભરતીયોના રસોડામાં (Indian Kitchen) જોવા મળતો ગરમ મસાલો છે. તેને માત્ર એક મસાલા તરીકે જ નહીં, અસરકારક દવા તરીકે પણ ઓળખવામાં આવે છે.

13 વર્ષની લડત બાદ અમેરિકાએ સ્વીકાર્યું કે, હળદર માત્ર ભારતની જ છે, જાણો શું છે સમગ્ર હકીકત ?
13 વર્ષની લડત બાદ અમેરિકાએ સ્વીકાર્યું કે, 'હળદર માત્ર ભારતની જ છે'

Follow us on

હળદર (Turmeric) એ દરેક ભરતીયોના રસોડામાં (Indian Kitchen) જોવા મળતો ગરમ મસાલો છે. તેને માત્ર એક મસાલા તરીકે જ નહીં, અસરકારક દવા તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વાદમાં કડવી હળદરનો ઉપયોગ શાકને રંગ આપવા માટે કરવામાં આવે છે. વળી તેના મૂળને ઘણી દવાઓ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે.

હળદરનો ઉપયોગ રક્ત શુધ્ધિ કરવા અને શરીરે લાગેલા ઘાને મટાડવામાં પણ થાય છે. પહેલાના સમયામાં તેનો તાવને સામાન્ય કરવામાં ઉપયોગ કરવામાં આવતો હતો. શું તમે જાણો છો કે એક સમયે આ મામલે ભારત અને અમેરિકા સામ-સામે આવી ગયા હતા ? હકીકતમાં, અમેરિકાએ એવું માનવાનો ઇનકાર કરી દીધો હતો કે હળદર ભારતીય છે.

શું હતો સમગ્ર મામલો ?
1994 માં, યુ.એસ. પેટન્ટ અને ટ્રેડમાર્ક ઑફિસ (United States Patent and Trademark Office-USPTO) એ મિસિસિપી યુનિવર્સિટીના બે સંશોધનકારો સુમન દાસ અને હરિહર કોહલીને હળદરના એન્ટિસેપ્ટિક ગુણધર્મો માટે પેટન્ટ આપ્યું. આને લઈને ભારતમાં ભારે હંગામો થયો હતો. ભારતની વૈજ્ઞાનિક અને ઔદ્યોગીક સંશોધન પરિષદ (Council of Scientific & Industrial Research-CSIR) એ કેસ લડ્યો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભારતે દાવો કર્યો હતો કે હળદરના એન્ટિસેપ્ટિક ગુણધર્મો ભારતના પરંપરાગત જ્ઞાનમાં આવે છે અને ભારતના આયુર્વેદિક ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે. આ પછી, PTO એ ઓગષ્ટ 1997 માં બંને સંશોધનકારોનું પેટન્ટ રદ કર્યું હતું.

CSIR એ અમેરિકાના દાવાને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. સીએસઆઇઆરએ કહ્યું હતું કે, સદીઓથી હળદરનો ઉપયોગ ભારતમાં લોકોના ઘાને મટાડવા માટે કરે છે. કેસ લડવા માટે સીએસઆઇઆરએ તે સમયે એક અમેરિકન વકીલને રાખ્યો હતો. આ કેસ પર 15,000 ડોલર ખર્ચ કરવામાં આવ્યા હતા. CSIR એ ઘણા દસ્તાવેજો રજૂ કર્યા હતા જે ઘણી સાઇન્સ જર્નલ અને પુસ્તકોમાં પ્રકાશિત થયા હતા.

હળદર : આયુર્વેદનો ભાગ
આ તમામ પ્રકારના દસ્તાવેજોને રજૂ કરીને હળદરને ભારતીય ઔષધિનું અંગ બતાવવામાં આવી છે. ભારતીય વૈજ્ઞાનિકો તરફથી કહેવામા આવ્યું હતું કે અમેરીકામાં પહેલી વાર એ રીતની વાત થઈ રહી છે કે જેમાં વિકાસશીલ દેશ પાસેથી તેની પારંપારિક ઔષધિ છીનવી લેવાની કોશિશ થઈ રહી છે. આ પહેલા પણ અમેરિકા કેટલીય ભારતીય ઉત્પાદ પર પોતાનો હક્ક જતાવી ચૂકી છે.

અમેરિકને મળેલી હાર પર CSIR ના તત્કાલિન ડાયરેક્ટર રઘુનાથ માશેલકર કહ્યું કે આ કેસની સફળતાના પરિણામ લાંબા ગાળે જોવા મળશે, ખાસ કરીને પારંપારિક જ્ઞાનની સુરક્ષાની દિશામાં. આ માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય દેશો માટે પણ ફાયદાકારક સાબિત થશે. તેને એ પણ કહ્યું કે પારંપારિક જ્ઞાનને સાચવવું કેટલું મહત્વપૂર્ણ છે તે આ કેસ પરથી ખબર પડે છે.

પેટેન્ટ ઓફિસ તરફથી આ બાબતને માનવમાં મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. માશેલકરે કહ્યું કે હળદર માટેની આ લડાઈ આર્થિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નથી પરંતુ દેશના ગૌરવ માટે લડવામાં આવી હતી.

આ પણ વાંચો : Benefits of mint : પાચનશક્તિ વધારવા સહીત ફુદીનાના અનેક ફાયદાઓ છે, આવી રીતે કરો ઉપયોગ

Next Article