Benefits of mint : પાચનશક્તિ વધારવા સહીત ફુદીનાના અનેક ફાયદાઓ છે, આવી રીતે કરો ઉપયોગ

Benefits of mint : ફુદીનામાં ખૂબ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. પાંદડાનો રસ કાઢી શકાય છે અથવા રાયતું પણ બનાવવામાં આવે છે.

Benefits of mint : પાચનશક્તિ વધારવા સહીત ફુદીનાના અનેક ફાયદાઓ છે, આવી રીતે કરો ઉપયોગ
Benefits of mint
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 6:59 PM

Benefits of mint : ફુદીનો એ મેન્થા કુળની બારમાસી, સુગંધીદાર વનસ્પતિ છે. ફુદીનાની વિભિન્ન પ્રજાતિઓ યૂરોપ, અમેરિકા, એશિયા, અફ્રીકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. આ ઉપરાંત તેની કેટલીક મિશ્ર જાતો પણ ઉપલબ્ધ છે. ફુદીનાનું વૈજ્ઞાનિક નામ ‘મેન્થા આર્વેન્સિસ’ (Mentha Arvensis) છે.

પાચનશક્તિ વધારવાથી લઈને તમારા શ્વાસને લાંબા સમય સુધી તાજું રાખવા સુધી મિન્ટ એટલે કે ફુદીનાના ઘણા બધા ફાયદાઓ છે. તેનાથી તને મોકટેલ, ચટણી અથવા રાયતા બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું મિન્ટના ફાયદા.

ફુદીનાના ફાયદા- Benefits of mint મિન્ટ અથવા ફુદીનો એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે. મિન્ટનો ઉપયોગ વિવિધ રીતે થઈ શકે છે. લોકો રસોડામાં કે ઘરના બગીચામાં ફુદીનો રાખતા જ હોય છે. ફુદીનો (Mint)એ સૌથી પ્રાચીન રાંધણ વનસ્પતિ છે. તેના નોંધપાત્ર ઔષધીય ગુણધર્મોએ તેને અત્યાર સુધીની સૌથી વધુ જાણીતી અને ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓમાંની એક બનાવી છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ફુદીનામાં ખૂબ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. પાંદડાનો રસ કાઢી શકાય છે અથવા રાયતું પણ બનાવવામાં આવે છે. તે રક્તમાં શર્કરાના સ્તરને સંચાલિત કરવા અને ત્વચાની સ્થિતિમાં સારવાર માટે ફુદીનો ઉત્તમ છે. ઉનાળામાં, વ્યક્તિએ ખાસ કરીને તેને ભોજનમાં ઉમેરવું જોઈએ. ફુદીનો ખૂબ જ ઠંડક આપે છે અને પાચનમાં તેમજ શ્વાસના વિકારમાં પણ મદદ કરે છે.

ફુદીનાના અન્ય ફાયદો (Benefits of mint) જોઈએ તો …

1) ફુદીનામાં ડાઈજેસ્ટિવ સિસ્ટમને ઠીક કરવાની ક્ષમતા છે.

2) ફુદીનો દમના દર્દીઓ માટે ફાયદાકારક છે. ફુદીનો બળતરા વિરોધી ગુણધર્મોથી ભરેલો છે.

3) જો તમને શરદી અને શ્વાસ લેવામાં મુશ્કેલી હોય તો ફુદીનાનો પ્રયોગ કરો. ફુદીનો નાક, ગળા, શ્વાસનળી અને ફેફસાંના કફને સાફ કરે છે.

4) ફૂદીનાથી માથાનો દુખાવો મટાડવામાં પણ મદદ મળી શકે છે. તેની મજબૂત સુગંધ માથાનો દુખાવો ઓછો કરવામાં મદદ કરી શકે છે. ફુદીનાના પાન અથવા મૂળ તેલવાળા બામ, જ્યારે કપાળ અને નાક પર ઘસવામાં આવે છે, ત્યારે માથાનો દુખાવો અને ઉબકા મટાડવામાં અસરકારક છે.

5) ફુદીનો આપણા એકંદર મોઢાના આરોગ્ય માટે પણ જાદુઈ કામ કરે છે. તે મોંની અંદર બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. આ જ કારણ છે કે બજારમાં ઘણા ટૂથપેસ્ટ પણ મિન્ટ (Mint) ફ્લેવર માં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">