શું નરેન્દ્ર મોદીનો ચોકીદાર નારો હવે નથી રહ્યો, ચૂંટણીના પરિણામોની સ્પષ્ટતાની સાથે TWITTER પરથી હટી ગયું સૂત્ર
ચૂંટણીના પરિણામોનો સ્પષ્ટ આંકડો આવે તે પહેલા ભાજપના નેતાઓના ટવીટરની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. ખાસ તો નરેન્દ્ર મોદીના ટવીટરની ચર્ચા વધુ થઈ રહી છે. કારણ કે ચૂંટણીના કેમ્પેઈન દરમિયાન મોદીજીએ પોતાના ટવીટર પર નામ આગળ ચોકીદાર લખ્યું હતું. જે બાદ ભાજપના તમામ મોટા નેતાએ પણ પોતના નામ આગળ ચોકીદાર શબ્દ લગાવી દીધો હતો. જેને […]
ચૂંટણીના પરિણામોનો સ્પષ્ટ આંકડો આવે તે પહેલા ભાજપના નેતાઓના ટવીટરની ચર્ચા શરૂ થઈ ચૂકી છે. ખાસ તો નરેન્દ્ર મોદીના ટવીટરની ચર્ચા વધુ થઈ રહી છે. કારણ કે ચૂંટણીના કેમ્પેઈન દરમિયાન મોદીજીએ પોતાના ટવીટર પર નામ આગળ ચોકીદાર લખ્યું હતું. જે બાદ ભાજપના તમામ મોટા નેતાએ પણ પોતના નામ આગળ ચોકીદાર શબ્દ લગાવી દીધો હતો. જેને લઈને સુબ્રમણિયમ સ્વામીએ એક નિવેદન પણ આપ્યું હતું. પરંતુ જોવામાં આવે તો ભાજપના તમામ નેતાઓેએ ટવીટર પર ચોકીદારનો ઉલ્લેખ કર્યો હતો.
પરંતુ ચૂંટણીના પરિણામો સામે આવતા મોદીજીના ટવીટર પરથી ચોકીદાર હટી ગયું છે. જો હવે તમે નરેન્દ્ર મોદીનું ટવીટર જોઈશો તો માત્ર નરેન્દ્ર મોદી જોવા મળશે. તો બીજી તરફ ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ પોતાના ટવીટર પરથી ચોકીદાર શબ્દ હટાવી દીધો છે.