‘ઢાઈ દિન કા ઝોંપડા’ શું છે ? સંસ્કૃત કોલેજ, જૈન મંદિર કે મસ્જિદ ! જાણો શું છે અસલી કહાની

|

Dec 14, 2024 | 4:41 PM

રાજસ્થાનમાં અજમેરમાં આવેલ ઐતિહાસિક ઈમારત ઢાઈ દિન કા ઝોંપડાને લઈને વિવાદ શરૂ થયો છે. હિન્દુ પક્ષનો દાવો છે કે, અહીં સંસ્કૃત કોલેજ હતી જેને નષ્ટ કરીને ઢાઈ દિન કા ઝોંપડા મસ્જિદ બનાવવામાં આવી છે, તેમના દ્વારા હવે ASI સર્વેની માંગ કરવામાં આવી છે.

ઢાઈ દિન કા ઝોંપડા શું છે ? સંસ્કૃત કોલેજ, જૈન મંદિર કે મસ્જિદ ! જાણો શું છે અસલી કહાની
Adhai din ka Jhonpra

Follow us on

રાજસ્થાનમાં અજમેર શરીફની દરગાહનો મામલો હજુ શાંત પણ પડ્યો નથી. ત્યાં વધુ એક જગ્યાનો સર્વે કરવાની માંગ ઉઠી છે. આ જગ્યા અજમેર શરીફની દરગાહથી માત્ર થોડાક સમયના અંતરે જ આવેલી છે. આ જગ્યા ઢાઈ દિન કા ઝોંપડાના નામે ઓળખાય છે. તાજેતરમાં અજમેર શરીફની દરગાહના સર્વેને લઈને સ્થાનિક અદાલતમાં અરજી કરવામાં આવી હતી. જે બાદ હવે 12મી સદીની ઢાઈ દિન કા ઝોંપડા ઈમારતનો સર્વે કરાવવા માંગ ઉઠી છે.

હિન્દુ પક્ષનો શું છે દાવો ?

ઢાઈ દિન કા ઝોંપડાને લઈને અજમેરના ડેપ્યુટી મેયર નીરવ જૈનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઢાઈ દિન કા ઝોંપડા સંસ્કૃત કોલેજ કે મંદિર હોવાના પુરાવા મળ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, જે રીતે નાલંદા અને તક્ષશિલાને નષ્ટ કરવામાં આવી હતી, એ જ રીતે આક્રમણકારો દ્વારા આ ઈમારતને નષ્ટ કરવામાં આવી હતી. ઢાઈ દિન કા ઝોંપડાની જગ્યાએ સંસ્કૃત કોલેજ કે મંદિર હોવાના ચોક્કસ પુરાવા છે. ASI દ્વારા તેને સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. જો કે, અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને પાર્કિંગ પર દબાણ કરવામાં આવ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે, આ ગતિવિધિઓ બંધ થવી જોઈએ.

નીરજ જૈને કહ્યું કે, ઝોંપડાની અંદર રહેલી મૂર્તિઓને ASIએ બહાર કાઢવી જોઈએ અને એક સંગ્રહાલય બનાવવું જોઈએ. કારણ કે આ માટે તેમને કોઈ સર્વે કરવાની પણ જરૂર નથી. તેમણે દાવો કર્યો છે કે, ASI પાસે આ સ્થળની 250થી વધુ મૂર્તિઓ છે અને તેમણે ઈસ્લામ પૂર્વેના ઈતિહાસના પુરાવા તરીકે સ્વસ્તિક, ઘંટ અને સંસ્કૃત શિલાલેખો તરફ ધ્યાન દોર્યું છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

મંદિર હોવાના મજબૂત પુરાવા છે – નીરજ જૈન

નીરજ જૈને કહ્યું કે, જ્યારે કોરોના શરૂ થયો ત્યારે અમે માગણી કરી હતી આ સંરક્ષિત સ્થળ પરની પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે અને સ્થળની મૂળ ધરોહરને પુન:સ્થાપિત કરવામાં આવે. ત્યારે મહામારી ચાલી રહી હોવાનું કહીને આ વાત ટાળવામાં આવી હતી. ASIની વેબસાઇટ અનુસાર, ઢાઈ દિન કા ઝોંપડા એક મસ્જિદ છે, જેને દિલ્હીના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબકે ઈ.સ. 1199માં બંધાવી હતી. જો કે, આ પરિસરમાં 11મી અને 12મી સદીની ઘણી મૂર્તિઓ છે, જે હિન્દુ મંદિરના અસ્તિત્વનો સંકેત આપે છે.

જૈન સાધુએ પણ કર્યો દાવો

તમને જણાવી દઈએ કે, એક જૈન સાધુ દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ સ્મારક પહેલા સંસ્કૃત કોલેજ હતી અને કોલેજ પહેલાં અહીં એક જૈન મંદિર હતું. આ વર્ષના મે મહિનામાં જૈન મુનિઓ વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ સાથે ઢાઈ દિન કા ઝોંપડા જોવા માટે પહોંચ્યા હતા. જેને લઈને અજમેર દરગાહના અંજુમંનના સચિવ સરવર ચિશ્તિએ વાંધો ઉઠાવ્યો હતો.

મસ્જિદ પર એલેક્ઝાન્ડર કનિંગહામનો રિપોર્ટ

એલેક્ઝાન્ડર કનિંગહામને 1871માં ASIના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ‘વર્ષ 1862, 63, 64, 65 દરમિયાન બનેલા ચાર રિપોર્ટમાં મસ્જિદનું વિગતવાર વર્ણન રજૂ કર્યું હતું. કનિંગહામે ઉલ્લેખ કર્યો હતો કે, સ્થળનું નિરીક્ષણ કરવા પર તેમને જાણવા મળ્યું કે આ ઈમારત ઘણા હિન્દુ મંદિરોના ખંડેરમાંથી બનાવવામાં આવી હતી. તેનું નામ ‘ઢાઈ દિન કા ઝોંપડા’ તેના બાંધકામની આશ્ચર્યજનક ગતિને પ્રતિબિંબિત કરે છે અને તે ફક્ત હિંદુ મંદિરોની સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી.

કનિંગહામે આગળ રિપોર્ટમાં બ્રિટિશ સામ્રાજ્યના લેફ્ટનન્ટ-કર્નલ જેમ્સ ટોડને મસ્જિદની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ટોડે જણાવ્યું હતું કે આખી ઇમારત મૂળરૂપે જૈન મંદિર હોઈ શકે છે. જો કે, તેમને કેટલાક 4 હાથવાળા સ્તંભો પણ જોવા મળ્યા હતા, જે સ્વભાવિક રીતે જૈન મૂળના ન હોઈ શકે. આ મૂર્તિઓ સિવાય દેવી કાલિની આકૃતિ પણ હતી.

ઢાઈ દિન કા ઝોંપડાનો ઈતિહાસ

આજે જે ‘ઢાઈ દિન કા ઝોંપડા’ તરીકે ઓળખાય છે, તે મૂળરૂપે એક વિશાળ સંસ્કૃત કોલેજ હતી, જ્યાં માત્ર સંસ્કૃતમાં જ વિષયો ભણાવવામાં આવતા હતા. તે જ્ઞાનની હિંદુ દેવી સરસ્વતીને સમર્પિત મંદિર હતું. આ ઇમારત મહારાજા વિગ્રહરાજા IV દ્વારા બનાવવામાં આવી હતી. તે શાકંભરી ચહામણ અથવા ચૌહાણ વંશના રાજા હતા.

કેટલાક દસ્તાવેજો અનુસાર, મૂળ ઇમારત ચોરસ આકારની હતી. દરેક ખૂણે એક મીનાર હતો. ઇમારતની પશ્ચિમ બાજુએ માતા સરસ્વતીનું મંદિર હતું. 19મી સદીમાં તે જગ્યાએ એક શિલાલેખ મળી આવ્યો હતો. જે ઈ.સ.1153ની હતી. નિષ્ણાતોનું માનવું છે કે શિલાલેખના આધારે અનુમાન લગાવી શકાય છે કે મૂળ ઈમારત ઈ.સ.1153ની આસપાસ બનાવવામાં આવી હતી.

જો કે, કેટલાક સ્થાનિક જૈન મુનિઓ કહે છે કે આ ઈમારત ઈ.સ. 660માં શેઠ વિરમદેવ કલા દ્વારા બનાવવામાં આવી હતી. તે જૈન તીર્થસ્થાન તરીકે બનાવવામાં આવ્યું હતું અને તેને પંચ કલ્યાણક માનવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે આ સાઈટમાં તે સમયના જૈન અને હિંદુ બંને સ્થાપત્યના નમૂના છે. આ પરિસરમાં હિન્દુ અને જૈન વાસ્તુકલાની ઝલક જોવા મળે છે.

કહાની અનુસાર, ઈ.સ. 1192માં મુહમ્મદ ઘોરીએ મહારાજા પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને અજમેર પર કબજો કર્યો. તેણે તેના સેનાપતિ કુતુબુદ્દીન ઐબકને શહેરના મંદિરોનો નાશ કરવાનો આદેશ આપ્યો હતો. એવું કહેવાય છે કે તેણે ઐબકને 60 કલાકની અંદર કોલેજના સ્થળે મસ્જિદનો નમાઝ વિભાગ બનાવવાનો આદેશ આપ્યો હતો જેથી તે નમાઝ અદા કરી શકે.

તેનું નિર્માણ અઢી દિવસમાં થયું હોવાથી તેનું નામ ‘ઢાઈ દિન કા ઝોંપડા’ રાખવામાં આવ્યું હતું. જો કે, કેટલાક નિષ્ણાતો માને છે કે આ માત્ર એક દંતકથા છે. મસ્જિદનું બાંધકામ પૂર્ણ કરવામાં ઘણા વર્ષો લાગ્યા હતા. તેમના મતે તેનું નામ અઢી દિવસના મેળા પરથી પડ્યું છે જે દર વર્ષે મસ્જિદમાં ભરાય છે.

મસ્જિદ બનાવવા હિંદુ મંદિરો તોડવામાં આવ્યા

ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા અને મસ્જિદો અને અન્ય મુસ્લિમ બાંધકામો બનાવવામાં આવ્યા હતા. આ રચનાઓ કાં તો મંદિરની સામગ્રીમાંથી બનાવવામાં આવી છે અથવા મંદિરની જગ્યા પર સ્થિત છે. જેના સૌથી મોટું ઉદાહરણ બાબરી વિવાદિત માળખું છે, જ્યાં હવે ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્ઞાનવાપી વિવાદિત માળખું અને શાહી ઇદગાહ છે. જ્યાં મસ્જિદ બનાવવા માટે હિંદુ મંદિરો તોડવામાં આવ્યા હતા.

Next Article