મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર પર કર્યો હુમલો, કહ્યું- PM મોદીએ આઠ વર્ષમાં કાશ્મીરી પંડિતો માટે શું કર્યું?
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે સમુદાયો વચ્ચે નફરત ભડકાવવામાં ભાજપે મહત્વની ભૂમિકા ભજવી છે.
PDPના વડા મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)એ બુધવારે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ (The Kashmir Files)ને લઈને તેમના ભૂતપૂર્વ સહયોગી ભારતીય જનતા પાર્ટી (BJP) પર નવો હુમલો કર્યો. મુફ્તીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ફિલ્મને પ્રમોટ કરી રહ્યા છે, જો તેમણે છેલ્લા આઠ વર્ષમાં કાશ્મીરી પંડિતો માટે કંઈક કર્યું હોત તો આજે તેમની સ્થિતિ અલગ હોત. મુફ્તી પહેલા જ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ અંગે નિવેદન આપી ચૂક્યા છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવાનું આહવાન કરતાં તેમણે લોકોને કહ્યું કે, “મેં મારી પોતાની આંખોથી લોહીલુહાણ જોયું છે, તેથી મારે ફિલ્મ જોવાની જરૂર નથી.
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ તાજેતરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે સમુદાયો વચ્ચે નફરત ભડકાવવામાં ભાજપે મહત્વની ભૂમિકા ભજવી છે. મુફ્તીએ કહ્યું, “આજકાલ મોટી ફિલ્મો બને છે. ફિલ્મો મને ઈતિહાસ વિશે શું કહેશે? મેં મારી પોતાની આંખોથી લોહીલુહાણ જોયું છે.
In Jammu and Kashmir, everyone faced atrocities. The way BJP and PM are promoting the film (The Kashmir Files), in the same way, if they would have done something for the Kashmiri Pandits in last 8 yrs,then their situation would have been different today: PDP chief Mehbooba Mufti pic.twitter.com/XX5shnbXmY
— ANI (@ANI) March 23, 2022
મુફ્તીએ આ ટિપ્પણી તેમના નિવેદન બાદ કરી હતી જેમાં તેમણે ભાજપ પર દેશના ભાગલા પાડવા અને અનેક પાકિસ્તાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે પોતાના શાસન દરમિયાન દેશને સુરક્ષિત રાખ્યો હતો. તેમણે કહ્યું, અમે જોયું છે કે કેવી રીતે મારા પિતાના મામાની હત્યા કરવામાં આવી હતી. મારા પિતાના પિતરાઈ ભાઈની હત્યા કરવામાં આવી હતી. કલમ 370 હટાવ્યા બાદ જમ્મુના લોકોએ ખૂબ જ ખરાબ સમય જોયો છે.
ભાજપ ઈચ્છે છે કે આપણે પાકિસ્તાન સાથે લડતા રહીએઃ મુફ્તી
તેમણે કહ્યું કે ભાજપ ઈચ્છે છે કે આપણે પાકિસ્તાન સાથે લડતા રહીએ. તેઓ સમુદાયના આધારે દેશને વિભાજીત કરવા માંગે છે. કાશ્મીર વિશેના દરેક ભાષણમાં તેઓ જિન્નાહ, બાબર અને ઔરંગઝેબને યાદ કરે છે. આજે બાબર અને ઔરંગઝેબની સુસંગતતા શું છે?
‘ધ કાશ્મીર ફાઈલ્સ’ પર રાજકીય ચર્ચા તેજ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ વર્ષ 1990માં ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કાશ્મીરીઓની હિજરત અને હત્યા પર આધારિત છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદથી જ રાજકીય ચર્ચાઓ છેડાઈ ગઈ છે. જોકે આ ફિલ્મને સત્તાધારી ભાજપ તરફથી પ્રશંસા મળી છે. સાથે જ વિરોધ પક્ષોએ દાવો કર્યો છે કે આ વાસ્તવિક સત્ય નથી. તેમનું કહેવું છે કે આ ફિલ્મ દેશમાં મુસ્લિમ વિરોધી ભાવના પેદા કરી રહી છે.
આ પણ વાંચો: IPL 2022: રાજસ્થાન રોયલ્સ ટીમનું વિશ્લેષણઃ સંજુ સેમસનની ટીમ પાસે ચેમ્પિયન બનવા માટેના છે દરેક હથિયાર