Corona Vacciantion: 12થી 14 વર્ષના 50 લાખથી વધુ બાળકોએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી
ભારતમાં મંગળવારે કોવિડ-19ના 1,778 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,12,749 થઈ ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા (Union Health Minister Mansukh Mandaviya)એ બુધવારે કહ્યું કે ભારતે કોરોના રસીકરણ (Corona Vaccination)ના મામલે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ખુશી વ્યક્ત કરી અને માહિતી આપી કે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન હેઠળ ભારતમાં 12-14 વર્ષની વયના 50 લાખથી વધુ યુવાનોને કોરોના રસીનો (Corona Vaccine) પ્રથમ ડોઝ મળ્યો છે. દેશમાં આ મહિને 16 માર્ચથી 12-14 વર્ષની વયજૂથના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉ, ભારતમાં રસીકરણ અભિયાનનો પ્રથમ તબક્કો 16 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો.
જણાવી દઈએ કે 15-18 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન 3 જાન્યુઆરી 2022થી શરૂ થયું હતું. 15 દિવસમાં 50 ટકા બાળકોને રસી આપવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં 181 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સરકારની ફ્રી-ઓફ-કોસ્ટ ચેનલ અને સીધી રાજ્ય પ્રાપ્તિ શ્રેણી દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 184.03 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. તે જ સમયે, મંત્રાલયે કહ્યું કે 16.97 કરોડથી વધુ રસીના ડોઝ હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે, જે લોકોને આપવાના છે.
Another feather in the cap of the world’s largest vaccination drive 💉
Over 50 lakh youngsters between 12-14 age group have received their first dose of #COVID19 vaccine 👦🏻 👧🏻
Extremely proud of our young warriors!#SabkoVaccineMuftVaccine pic.twitter.com/3mk4OnLJ4e
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 23, 2022
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,778 નવા કેસ
ભારતમાં મંગળવારે કોવિડ-19ના 1,778 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,12,749 થઈ ગઈ છે. તે જ સમયે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 23,087 થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં વધુ 62 લોકોના મોત બાદ આ જીવલેણ વાયરસના ચેપને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,16,605 થઈ ગઈ છે.
સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 23 હજારની નજીક
દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 23,087 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.05 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 826નો ઘટાડો નોંધાયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.75 ટકા છે. ચેપનો દૈનિક દર 0.26 ટકા અને સાપ્તાહિક દર 0.36 ટકા નોંધાયો હતો. દેશમાં કોવિડ-19 માટે અત્યાર સુધીમાં કુલ 78.42 કરોડથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી છેલ્લા 24 કલાકમાં 6,77,218 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ‘1990ના દાયકામાં ભારતમાંથી ચોરાયેલી મૂર્તિઓ ભારત પરત લાવવામાં આવશે’, આર્ટ રિકવરી ઈન્ટરનેશનલે આપી માહિતી