AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું The Kashmir Filesની કમાણી દાન કરવામાં આવશે? જાણો એક IASના પ્રશ્નનો વિવેક અગ્નિહોત્રીએ શું આપ્યો જવાબ

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાને નિર્દેશકને સલાહ આપી કે કાશ્મીર ફાઇલ્સની કમાણી કાશ્મીરી પંડિતોના ભલા માટે દાન કરવી જોઈએ.

શું The Kashmir Filesની કમાણી દાન કરવામાં આવશે? જાણો એક IASના પ્રશ્નનો વિવેક અગ્નિહોત્રીએ શું આપ્યો જવાબ
The Kashmir FilesImage Credit source: instagram photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 5:23 PM
Share

નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 167 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાને નિર્દેશકને સલાહ આપી કે કાશ્મીર ફાઇલ્સની કમાણી કાશ્મીરી પંડિતોના ભલા માટે દાન કરવી જોઈએ. હવે તેમની આ સલાહ પર વિવેક અગ્નિહોત્રીનો જવાબ સામે આવ્યો છે.

IAS નિયાઝ ખાનનો પ્રશ્ન શું હતો?

IAS નિયાઝ ખાને પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, કાશ્મીર ફાઇલ્સની કમાણી 150 કરોડને પાર કરી ગઈ છે. લોકોએ કાશ્મીરી બ્રાહ્મણોની ભાવનાઓને ઘણું સન્માન આપ્યું છે. હું નિર્માતાઓને આદરપૂર્વક કહેવા માંગુ છું કે, તેમની સંપૂર્ણ કમાણી બ્રાહ્મણ બાળકોના શિક્ષણ અને કાશ્મીરમાં તેમના ઘર બનાવવા માટે ખર્ચવામાં આવે. તે એક મોટું દાન હશે.

વિવેક અગ્નિહોત્રીએ આપ્યો પ્રશ્નનો જવાબ

IAS નિયાઝના આ ટ્વિટના જવાબમાં વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, ‘સર, નિયાઝ ખાન સાહેબ, 25 તારીખે ભોપાલ આવી રહ્યો છું. કૃપા કરીને મને એપોઇન્ટમેન્ટ આપો જેથી આપણે મળી શકીએ અને વિચારો શેર કરી શકીએ કે, કેવી રીતે આપણે મદદ કરી શકીએ. તમારા પુસ્તકની રોયલ્ટી અને IASના પાવરની મદદ કેવી રીતે મેળવી શકીએ.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને સારો પ્રતિસાદ મળ્યો છે પરંતુ એક વર્ગ આ ફિલ્મનો વિરોધ પણ કરી રહ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે, વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મમાં હકીકતોને એ રીતે બતાવી છે કે મુસ્લિમો પ્રત્યે નફરતનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. જો કે, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, તેણે ફિલ્મમાં માત્ર સત્ય દર્શાવ્યું છે અને તેને બિનજરૂરી રીતે વિવાદોમાં લવાઈ રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો: નીતુ કપૂર પહેલીવાર ડાન્સિંગ શોને કરશે જજ, પ્રોમોમાં પુત્રના ગીત પર ડાન્સ કરતી જોવા મળી

આ પણ વાંચો: Bappi Lahiri: બપ્પી લાહિરીના અવસાન પછી તેમના સોનાનું શું કરવામાં આવશે ખબર છે? તેમના પૂત્રએ આપી માહિતી

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">