West Bengal Violence: TMCના ઉમેદવાર પાસે મળ્યો વિસ્ફોટકોનો મોટો જથ્થો, NIAએ કરી ધરપકડ
NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર NIAએ મનોજ ઘોષની ઓફિસમાંથી મોટી માત્રામાં જિલેટીન સ્ટિક, ઇલેક્ટ્રિક ડિટોનેટર અને 2 હજાર 700 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું છે. ત્યારબાદ NIAએ સોમવારે મતદાન પૂરું થયા બાદ તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો અને ધરપકડ કરી હતી.
Kolkata: સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો રાખવાના આરોપમાં પંચાયત ચૂંટણીમાં તૃણમૂલના (TMC) ઉમેદવારની ધરપકડ કરી છે. આ ઘટના સોમવારે બીરભૂમના નલહાટીમાં બની હતી. સોમવારે તૃણમૂલ ઉમેદવારને નલહાટી પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ એજન્સીએ તેની ધરપકડ કરી હતી. અધિકારીઓ દ્વારા લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
ધરપકડ કરાયેલા TMC ઉમેદવારનું નામ મનોજ ઘોષ છે. મનોજ ઘોષ બીરભૂમના નલહાટી-1 બ્લોકની બનિયાર પંચાયતના બહાદુરપુર ગામનો રહેવાસી છે. આ વખતે તે પંચાયત ચૂંટણીમાં તૃણમૂલનો ઉમેદવાર છે. NIAએની ટીમે તેને સોમવારે નલહાટી પોલીસ સ્ટેશન બોલાવ્યો. તેની અધિકારીઓ દ્વારા લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
ઓફિસમાંથી વિસ્ફોટકોથી ભરેલી બેગ મળી
NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર નિવેદનમાં વિરોધાભાસને કારણે મનોજની ધરપકડ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં વિસ્ફોટકોની રિકવરી સંદર્ભે તપાસ એજન્સી તેની વધુ પૂછપરછ કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NIAએ 28 જૂને મનોજની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. NIA અધિકારીઓને ઓફિસમાંથી વિસ્ફોટકોથી ભરેલી બેગ અને એક હથિયાર મળી આવ્યું હતું.
માઓવાદીઓ અને નક્સલવાદીઓને હથિયારો સપ્લાય કરતો હતો
NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર NIAએ મનોજ ઘોષની ઓફિસમાંથી મોટી માત્રામાં જિલેટીન સ્ટિક, ઇલેક્ટ્રિક ડિટોનેટર અને 2 હજાર 700 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું છે. આ મામલે મનોજે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. ત્યારબાદ NIAએ સોમવારે મતદાન પૂરું થયા બાદ તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો અને ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે મનોજ ઘોષ ઓડિશા, ઝારખંડ, આંધ્રપ્રદેશમાં માઓવાદીઓ અને નક્સલવાદીઓને હથિયારો અને વિસ્ફોટકો સપ્લાય કરતો પકડાયો હતો.
નક્સલવાદી નેતાની પૂછપરછ કરતાં તેનો ખુલાસો થયો હતો
તાજેતરમાં ધરપકડ કરાયેલા નક્સલવાદી નેતાની પૂછપરછ કર્યા બાદ આંધ્રપ્રદેશ પોલીસને મનોજ ઘોષના ઠેકાણા વિશે જાણકારી મળી હતી. એ જ રીતે 28 જૂને NIAએ મનોજ ઘોષના ઘરે દરોડા પાડીને વિસ્ફોટક, ડિટોનેટર, એમોનિયમ નાઈટ્રેટનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. તે સમયે મનોજ ફરાર હતો.
આ પણ વાંચો : UP: લખનૌ-વારાણસી હાઈવે પર ભયાનક અકસ્માત, 3 મહિલાઓ સહિત 8 લોકોના મોત, 10થી વધુ લોકો ઘાયલ
મનોજ ઘોષ 7મી જુલાઈએ ગામમાં પાછો ફર્યો હતો. આ અંગે NIA ને જાણ કરવામાં આવી હતી. NIAએ રવિવારે રાત્રે તેની ઘરેથી ધરપકડ કરી હતી. આરોપી મનોજ ઘોષ નલહાટીમાં સ્થાનિક ગ્રામ પંચાયત ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર છે. મનોજ ઘોષના નામે અનેક પથ્થર અને કોલસાની ખાણો છે જે તમામ ગેરકાયદેસર છે. તેના લાઇસન્સ પણ નકલી છે.