UP: લખનૌ-વારાણસી હાઈવે પર ભયાનક અકસ્માત, 3 મહિલાઓ સહિત 8 લોકોના મોત, 10થી વધુ લોકો ઘાયલ
પોલીસે ઘટનાસ્થળે સ્થાનિક લોકોની મદદથી તમામને મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે. મેડિકલ કોલેજની ઈમરજન્સીમાં અવ્યવસ્થાના કારણે ન તો સ્ટ્રેચર કે વોર્ડબોય સમયસર ઉપલબ્ધ હતા.
UP: લખનૌ-વારાણસી હાઈવે (Lucknow-Varanasi Highway) પર એક મોટો માર્ગ અકસ્માત (accident) સર્જાયો છે. અકસ્માતમાં માસૂમ બાળકી, ત્રણ મહિલા સહિત 8ના મોત થયા છે. ત્યારે અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના લીલાપુર પોલીસ સ્ટેશનના મોહનગંજ બજારની છે. મળતી માહિતી મુજબ એક ઝડપી ટેન્કરના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ટેમ્પોને ટક્કર મારી અને ટેમ્પોમાં સવાર લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત બાદ ટેન્કર પણ પલટી ગયું હતું. ટેન્કરમાંથી ગેસ લીકેજ પણ થવાની માહિતી સામે આવી રહી છે.
પોલીસે ઘટનાસ્થળે સ્થાનિક લોકોની મદદથી તમામને મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે. મેડિકલ કોલેજની ઈમરજન્સીમાં અવ્યવસ્થાના કારણે ન તો સ્ટ્રેચર કે વોર્ડબોય સમયસર ઉપલબ્ધ હતા. પોલીસ, પત્રકારો અને સ્થાનિક લોકોએ ઘાયલોને વાહનોમાંથી બહાર કાઢ્યા અને ઈમરજન્સીમાં દાખલ કર્યા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ત્યારે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.
સ્ટોરી અપડેટ કરવામાં આવી રહી છે