AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birbhum violence: સીએમ મમતાએ સ્વીકારી બેદરકારી, મૃતકના પરિવારજનને પાંચ લાખનો ચેક – સરકારી નોકરીની અપાઈ ખાતરી

અસરગ્રસ્તોને મકાનોના પુનઃનિર્માણ માટે 2 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. આગમાં મૃત્યુ પામેલા 10 લોકોના પરિવારોને પણ નોકરી આપવામાં આવશે.

Birbhum violence: સીએમ મમતાએ સ્વીકારી બેદરકારી, મૃતકના પરિવારજનને પાંચ લાખનો ચેક - સરકારી નોકરીની અપાઈ ખાતરી
West Bengal Chief Minister Mamata Banerjee
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 2:54 PM
Share

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ (CM Mamata Banerjee) બીરભૂમ આગમાં મૃતકોના પરિવારજનોને 5 લાખનો ચેક આપ્યો. મમતાએ કહ્યું કે અસરગ્રસ્ત ઘરોના પુનઃનિર્માણ માટે 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તે જ સમયે, આગમાં મૃત્યુ પામેલા 10 લોકોના પરિવારોને પણ નોકરી આપવામાં આવશે. વાસ્તવમાં પશ્ચિમ બંગાળના (West Bengal) બીરભૂમ (Birbhum) જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના નેતાની (TMC Leader Murdered) હત્યા બાદ ફાટી નીકળેલી હિંસામાં 8 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

વહીવટીતંત્રની બેદરકારી

પીડિતો સાથે વાત કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે વહીવટીતંત્ર તરફથી ઘણી બેદરકારી જોવા મળી છે. ટીએમસી નેતાની હત્યા બાદ પોલીસે સતર્ક રહેવું જોઈતું હતું પરંતુ એવું થયું નહીં. આની પાછળ જે કોઈ પણ હશે તેને કડક સજા થશે. તેમણે કહ્યું કે મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયા, જેમના ઘર બળી ગયા છે તેમને 2 લાખ રૂપિયા અને ઘર ચલાવવા માટે 10 લોકોને નોકરી આપવામાં આવશે.

મમતાના આગમન પહેલા સીસીટીવી લગાવવામાં આવ્યા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના આગમન પહેલા બીરભૂમના રામપુરહાટમાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું. જેથી કરીને કોઈ અપ્રિય ઘટના ન બને. આ માટે રામપુરહાટમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી. મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર જ્યાં ઉતર્યું હતું તે હેલીપેડની આસપાસ સીસીટીવી લગાવવામાં આવ્યા હતા.

હિંસા પ્રભાવિત વિસ્તારમાં પણ લગાવાયા સીસીટીવી

કલકત્તા હાઈકોર્ટે 24 કલાક દેખરેખ માટે CCTV કેમેરા લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ હિંસાગ્રસ્ત વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે સત્ય બધાની સામે આવવું જોઈએ. આ સાથે રાજ્ય સરકારને સાક્ષીઓને સુરક્ષા આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ સિવાય જ્યાં આ હિંસા આચરવામાં આવી હતી ત્યાં કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ ના થાય તેની પણ સૂચના આપવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે આ માટે કેમેરા લગાવવા જોઈએ. હાઈકોર્ટના નિર્દેશ અનુસાર ઘટનાસ્થળે 24 કલાક કેમેરાથી નજર રાખવામાં આવશે.

આ ઘટના શાસન પર કલંક છેઃ રાજ્યપાલ

જેમાં બીરભૂમ હિંસા પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે કહ્યું કે આ શરમજનક ઘટના છે અને શાસન પર કલંક છે. લોકશાહીમાં લોકોને આ રીતે જીવતા સળગાવી દેવા ખૂબ જ દુઃખદ છે. રાજ્યપાલે કહ્યું કે હું સરકારને અપીલ કરું છું કે બચાવની ઓફર કરવાને બદલે પાઠ શીખે.

આ પણ વાંચોઃ

Birbhum Violence: કોલકત્તા હાઈકોર્ટે આવતીકાલ સુધીમાં માંગ્યો સ્ટેટસ રિપોર્ટ, કહ્યું- એક પણ પુરાવા નષ્ટ ન થાય, CCTV કેમેરા લગાવો

આ પણ વાંચોઃ

Delhi: PM નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા CM ભગવંત માન, પંજાબને લગતા અનેક મુદ્દાઓ પર કરશે ચર્ચા

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">