Birbhum Violence: કોલકત્તા હાઈકોર્ટે આવતીકાલ સુધીમાં માંગ્યો સ્ટેટસ રિપોર્ટ, કહ્યું- એક પણ પુરાવા નષ્ટ ન થાય, CCTV કેમેરા લગાવો
બીરભૂમ હિંસા મુદ્દે કોલકત્તા હાઈકોર્ટ સુનાવણી કરતા રાજ્ય સરકાર પાસેથી આવતીકાલે બપોરે 2 વાગ્યા સુધીમાં હિંસા પર સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પુરાવા સાથે છેડછાડ ના થાય તે જોજો.
પશ્ચિમ બંગાળના (West Bengal) બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં બનેલી ઘટના પર કોલકત્તા હાઈકોર્ટમાં (High Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોલકત્તા હાઈકોર્ટની ચીફ જસ્ટિસની બેન્ચે આવતીકાલ ગુરુવાર બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્ય સરકાર પાસેથી રામપુરહાટ હિંસા પર સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. હાઈકોર્ટે જિલ્લા ન્યાયાધીશની હાજરીમાં સીસીટીવી કેમેરા લગાવવા અને ઘટના સ્થળ પર ચોવીસ કલાક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે CFSL દિલ્હીની ટીમે તપાસ માટે તાત્કાલિક સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવા જોઈએ; જિલ્લા ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને DG અને IGP દ્વારા તાત્કાલિક પગલાં દ્વારા સાક્ષીઓનું રક્ષણ કરવામાં આવે. કલકત્તા હાઈકોર્ટે સત્તાવાળાઓને આદેશ આપ્યો છે કે કોઈ પુરાવા નષ્ટ ન થાય તે સુનિશ્ચિત કરે.
કોલકત્તા હાઈકોર્ટે બુધવારે બીરભૂમ અગ્નિકાંડ કેસની નોંધ લીધી હતી. કોર્ટે આ કેસને સ્વીકારતા અવલોકન કર્યું કે આ ઘટના ગંભીર અને દુર્ભાગ્યપૂર્ણ છે. બંગાળ ભાજપે મંગળવારે બીરભૂમ ઘટનાને લઈને કલકત્તા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટને બે સાક્ષીઓના મૃત્યુની જાણ કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ પીઆઈએલ દાખલ કરનાર એક વકીલે કહ્યું કે પશ્ચિમ બંગાળની સીએફએસએલને આ મામલાની તપાસ કેવી રીતે કરવી તે ખબર નથી. પુરાવા મહત્વપૂર્ણ છે અને એક અઠવાડિયામાં કોઈ પુરાવા બાકી રહેશે નહીં. વકીલે દિલ્હીથી તાત્કાલિક સીએફએસએલની એક ટીમને બળી ગયેલા ઘરોનું નિરીક્ષણ કરવા માટે કહેવા પણ દાદ માગી હતી.
Calcutta High Court Chief Justice Division Bench calls for the status report on the Rampurhat violence from State by 2 pm tomorrow.
The High Court directs the installation of CCTV cameras in presence of the district judge and 24×7 CCTV surveillance of the scene of occurrence. pic.twitter.com/Iukw1SPj9F
— ANI (@ANI) March 23, 2022
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ હાઈકોર્ટને કહ્યું છે કે જો હાઈકોર્ટ આદેશ આપે તો એજન્સી બીરભૂમ હિંસા કેસની તપાસ કરવા તૈયાર છે. બીરભૂમ હિંસા કેસમાં અરજદારે કોર્ટને કહ્યું કે આ કેસ ગોધરાની ઘટનાની યાદ અપાવે છે જ્યાં લોકોને ટ્રેનમાં સળગાવી દેવામાં આવ્યા હતા.
બીરભૂમ જિલ્લામાં સ્થાનિક ટીએમસી નેતાની હત્યાના થોડા સમય પછી, રામપુરહાટ નજીકના એક ગામમાં કથિત રીતે એક ડઝન ઝૂંપડાઓને સળગાવી દેવામાં આવ્યા હતા, જેમાં બે બાળકો અને ત્રણ મહિલાઓ સહિત કુલ આઠ લોકો માર્યા ગયા હતા. તમામ આઠ મૃતકોને મંગળવારે રાત્રે જિલ્લા અધિકારીઓની હાજરીમાં દફનાવવામાં આવ્યા હતા. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) મનોજ માલવિયાના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે ADG (CID) જ્ઞાનવંત સિંહના નેતૃત્વમાં એક વિશેષ તપાસ ટીમની રચના કરી છે.
આ પણ વાંચોઃ
Corona Vacciantion: 12થી 14 વર્ષના 50 લાખથી વધુ બાળકોએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી
આ પણ વાંચોઃ