AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી ડિજિટલ કોર્સ કરી માત્ર 2.5 કલાકમાં જ બનો સાયબર એક્સપર્ટ, જાણો સંપૂર્ણ વિગતો

ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત એજન્સી I4C દ્વારા ઓનલાઇન ફ્રોડ અને ફેક લિંક્સ ઓળખવા માટે એક ખાસ તાલીમ કાર્યક્રમ શરૂ કરાયો છે. વરિષ્ઠ નાગરિકોથી લઈને વિદ્યાર્થીઓ આમાં જોડાઈ શકે છે.

સરકારી ડિજિટલ કોર્સ કરી માત્ર 2.5 કલાકમાં જ બનો સાયબર એક્સપર્ટ, જાણો સંપૂર્ણ વિગતો
| Updated on: May 26, 2026 | 7:03 PM
Share

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને ઇન્ટરનેટના વપરાશની સાથે-સાથે સાયબર ક્રાઇમ અને ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. સાયબર ઠગો અવનવી યુક્તિઓ અજમાવીને લોકોના બેંક ખાતાઓ સેકન્ડોમાં ખાલી કરી દે છે. આ વધતા જતા જોખમ સામે સામાન્ય નાગરિકોને સુરક્ષિત કરવા માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી ખાસ એજન્સી ‘ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર’ (I4C) દ્વારા એક શાનદાર અને મફત કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.

આ કોર્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર 2.5 કલાકનો છે. આ ટૂંકા ગાળાના કોર્સને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ભારત સરકાર તરફથી ઓફિશિયલ ડિજિટલ સર્ટિફિકેટ પણ બિલકુલ મફત આપવામાં આવશે. આવો જાણીએ કે આ સરકારી કોર્સમાં શું શીખવા મળશે અને કોણ આમાં જોડાઈ શકે છે:

ઓફિશિયલ હેન્ડલ પરથી કરાઈ જાહેરાત

સરકારી એજન્સી ‘સાયબર દોસ્ત’ (I4C) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ કોર્સ અંગે સત્તાવાર માહિતી આપી છે. એજન્સીએ જણાવ્યું છે કે માર્કેટમાં ફેક લિંક્સ, ફ્રોડ કોલ્સ અને સ્કેમર્સની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થિતિમાં લોકોએ પોતે જાગૃત થવું પડશે. આ મફત કોર્સમાં જોડાવા માટે સત્તાવાર પોસ્ટની સાથે એક લિંક પણ શેર કરવામાં આવી છે, જેના પર ક્લિક કરીને કોઈપણ વ્યક્તિ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

કોણ કોણ આ કોર્સ કરી શકે છે?

કેન્દ્ર સરકાર દ્વારા આ કોર્સને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે સમાજનો દરેક વર્ગ તેનો લાભ લઈ શકે. આમાં મુખ્યત્વે:

  • શાળા-કોલેજના વિદ્યાર્થીઓ
  • સરકારી કે ખાનગી નોકરી કરતા પ્રોફેશનલ્સ
  • સરકારી કર્મચારીઓ
  • વરિષ્ઠ નાગરિકો અને ગૃહિણીઓ

આ કોર્સમાં શું શીખવા મળશે?

એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા ઓફિશિયલ પોસ્ટર અનુસાર, આ અઢી કલાકના ઓનલાઇન સેશનમાં નીચે મુજબની મહત્વની બાબતો પ્રેક્ટિકલ રીતે સમજાવવામાં આવશે:

  • ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર પોતાના રૂપિયા, વ્યક્તિગત ડેટા અને ડિજિટલ ઓળખને કેવી રીતે સેફ રાખવી.
  • ઓનલાઇન બેન્કિંગ, યુપીઆઈ (UPI) અને ડિજિટલ પેમેન્ટ કરતી વખતે કઈ સાવચેતી રાખવી.
  • અજાણ્યા નંબરો પરથી આવતા ફ્રોડ કોલ્સ, લોટરીના ફેક મેસેજ અને શંકાસ્પદ લિંક્સને કેવી રીતે ઓળખવી.

જો છેતરપિંડી થઈ જાય તો શું કરવું?

I4C એ પોતાની પોસ્ટમાં દેશના નાગરિકોને ખાસ અપીલ કરી છે કે, જો કોઈ વ્યક્તિ કમનસીબે સાયબર ફ્રોડનો ભોગ બને છે, તો તેણે જરાય ગભરાયા વગર તુરંત જ તેની ફરિયાદ સત્તાવાર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર નોંધાવવી જોઈએ. ઠગાઈ થયાના પ્રથમ થોડા કલાકો (ગોલ્ડન અવર્સ) માં જેટલી ઝડપથી ફરિયાદ થશે, બેંક ખાતામાંથી ઉડી ગયેલા નાણાં બ્લોક થવાની અને પરત મળવાની શક્યતા એટલી જ વધારે રહે છે.

સાયબર ગુનેગારો અત્યારે ફેક જોબ ઓફર, KYC અપડેટ, પાન કાર્ડ બ્લોક થવાના મેસેજ અને ફેક પાર્સલ કુરિયરના નામે લોકોની આખી જિંદગીની કમાણી લૂંટી રહ્યા છે, તેથી આ ટૂંકો સરકારી કોર્સ દરેક ઇન્ટરનેટ યુઝર માટે રક્ષણ કવચ સાબિત થઈ શકે છે.

લોન લેનારાઓ માટે મોટા સમાચાર, વધતી મોંઘવારી વચ્ચે વ્યાજ દરો પર શું નિર્ણય લેશે RBI?

Follow Us
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
g clip-path="url(#clip0_868_265)">