Vice President Election 2022 Live: જગદીપ ધનખડની શાનદાર જીત, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

Mamta Gadhvi
| Edited By: | Updated on: Aug 06, 2022 | 8:36 PM

Vice Presidential Poll 2022 Live Updates in gujarati : એમ વેંકૈયા નાયડુનો ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂરો થાય છે,તેથી નવા ઉપરાષ્ટ્રપતિ (vice president live updates gujarati) 11 ઓગસ્ટે શપથ લેશે.

Vice President Election 2022 Live: જગદીપ ધનખડની શાનદાર જીત, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા
Vice President Election 2022 Live

Vice President Election 2022 Live Updates : દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી (vice president election) માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખર (Jagdeep Dhankar) અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ આલ્વા (Margaret Alva) વચ્ચે મુકાબલો છે. આંકડાઓની દૃષ્ટિએ પશ્ચિમ બંગાળના (West Bengal) પૂર્વ રાજ્યપાલ ધનખરની જીત લગભગ નિશ્ચિત જણાય છે. મહત્વનું છે કે,એમ વેંકૈયા નાયડુનો ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂરો થાય છે અને નવા ઉપરાષ્ટ્રપતિ (vice president live updates gujarati) 11 ઓગસ્ટે શપથ લેશે.તમને જણાવી દઈએ કે, સંસદની વર્તમાન સંખ્યા 788 છે, જેમાંથી માત્ર ભાજપ પાસે 394 સાંસદ છે. જેથી ચૂંટણીમાં જીતવા માટે જે-તે ઉમેદવારને 390 થી વધુ વોટ જરૂરી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Aug 2022 08:20 PM (IST)

    Vice President Election 2022 Live : રક્ષા મંત્રી રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા

    રક્ષા મંત્રી રાજનાથ સિંહે જગદીપ ધનખરને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.

  • 06 Aug 2022 08:18 PM (IST)

    Vice President Election 2022 Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જગદીપ ધનખડને મળ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી જગદીપ ધનખડને મળવા પહોંચ્યા અને અભિનંદન પાઠવ્યા.

  • 06 Aug 2022 08:08 PM (IST)

    Vice President Election 2022 Live : અમિત શાહે જગદીપ ધનખડને પાઠવ્યા અભિનંદન

  • 06 Aug 2022 08:05 PM (IST)

    Vice President Election 2022 Live : જેપી નડ્ડા પ્રહલાદ જોશીના ઘરે પહોંચ્યા

    બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ પ્રહલાદ જોશીના ઘરે પહોંચી ગયા છે. દેશના નવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ પ્રહલાદ જોશીના ઘરે હાજર છે.

  • 06 Aug 2022 08:04 PM (IST)

    Vice President Election 2022 Live : PM મોદી જગદીપ ધનખડને મળવા રવાના થયા

    જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ વડાપ્રધાન મોદી મળવા અને અભિનંદન આપવા જઈ રહ્યા છે.

  • 06 Aug 2022 07:54 PM (IST)

    Vice President Election 2022 Live : NDA ઉમેદવાર જગદીપ ધનખર દેશના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા

    એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. ધનખડને 528 વોટ મળ્યા જ્યારે તેમના વિરોધી માર્ગારેટ આલ્વાને 182 વોટ મળ્યા. 15 સાંસદોના વોટ નામંજૂર કરવામાં આવ્યા છે. ધનખડ હવે 11 ઓગસ્ટે પદના શપથ લેશે. નોંધનીય છે કે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.

  • 06 Aug 2022 07:19 PM (IST)

    Vice President Election 2022 Live : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે, ભાજપ કાર્યાલય બહાર જશ્નની તૈયારીઓ

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે શનિવારે સવારે 10 વાગ્યે શરૂ થયેલ મતદાન સાંજે 5 વાગ્યે પૂરું થયું હતું. આ પછી સાંજે 6 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. હવે પરિણામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. સાથે જ એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડની જીત નિશ્ચિત માનવામાં આવે છે, તેથી ભાજપના કાર્યકરો હવેથી જશ્ન મનાવી રહ્યા છે. ત્યારે ભાજપ કાર્યાલયમાં પણ ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

  • 06 Aug 2022 06:57 PM (IST)

    Vice President Election 2022 Live : સપાના 2, શિવસેનાના 2, બસપાના 1એ કર્યું ન હતું મતદાન

    ઉપરાષ્ટ્રપતિ પદ માટે શનિવારે સમાજવાદી પાર્ટીના 2, શિવસેનાના 2 અને બીએસપીના 1 સાંસદે મતદાન કર્યું ન હતું. બીજી તરફ ભાજપના સની દેઓલ અને સંજય ધોત્રે સ્વાસ્થ્યના કારણોસર મતદાન કરી શક્યા ન હતા અને તે જ સમયે ટીએમસીએ પણ ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો. કુલ 725 સાંસદોએ મતદાન કર્યું.

  • 06 Aug 2022 06:29 PM (IST)

    Vice President Election 2022 Live : જગદીપ ધનખડ પ્રહલાદ જોશીના ઘરે પહોંચ્યા

    એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડ પશ્ચિમ બંગાળ ગેસ્ટ હાઉસથી પોતાની કારમાંથી નીકળીને પ્રહલાદ જોશીના ઘરે પહોંચ્યા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે.

  • 06 Aug 2022 06:17 PM (IST)

    Vice President Election 2022 Live : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી શરૂ

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. સાંજે લગભગ 7 વાગ્યા સુધીમાં દેશને નવા ઉપરાષ્ટ્રપતિ મળશે. પરંતુ આ ચૂંટણીમાં જગદીપ ધનખડની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.

  • 06 Aug 2022 05:51 PM (IST)

    Vice President Election 2022 Live : 725 સાંસદે મતદાન કર્યું, TMCએ અંતર રાખ્યું પરંતુ શિશિર અધિકારી અને દિબ્યેન્દુએ કર્યું મતદાન

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 725 સાંસદોએ મતદાન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના સની દેઓલ અને સંજય ધોત્રે સ્વાસ્થ્યના લીધે મતદાન કરી શક્યા નથી. ટીએમસીએ ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ શેવેન્દુ અધિકારીના પિતા શિશિર અધિકારી અને દિબયેન્દુ અધિકારીએ મતદાન કર્યું એટલે કે 34 ટીએમસી સાંસદે મતદાન કર્યું ન હતું.

  • 06 Aug 2022 05:46 PM (IST)

    Vice President Election 2022 Live : જીત બાદ જગદીપ ધનખડને મળવા જશે પીએમ મોદી

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ પીએમ નરેન્દ્ર મોદી એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડને અભિનંદન આપવા 11 અકબર રોડ પર જશે. અમિત શાહ, જેપી નડ્ડા જગદીપ ધનખડને પણ મળશે. આ ચૂંટણીમાં જગદીપ ધનખડની જીત નિશ્ચિત ગણાય છે.

  • 06 Aug 2022 05:23 PM (IST)

    Vice President Election 2022 Live : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂરું, ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે પરિણામ

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. થોડીવારમાં મતગણતરી શરૂ થશે અને ચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકસભાના મહાસચિવ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર ઉત્પલ કુમાર સિંહ મતદાન અને મતગણતરી પૂર્ણ થયા બાદ સાંજે 7 વાગ્યે ચૂંટણી પરિણામોની જાહેરાત કરી શકે છે.

  • 06 Aug 2022 05:19 PM (IST)

    Vice President Election 2022 Live : અભિષેક મનુ સિંઘવીએ પીપીઈ કીટ પહેરીને આપ્યો પોતાનો મત

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવી પીપીઈ કીટ પહેરીને મતદાન કરવા સંસદ ભવન પહોંચ્યા હતા. તેણે ટ્વિટર પર તેનો વીડિયો પણ શેર કર્યો છે.

  • 06 Aug 2022 04:56 PM (IST)

    Vice President Election 2022 Live : બપોરે 3 વાગ્યા સુધી 93%થી વધુ મતદાન

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં બપોરે 3:30 વાગ્યા સુધી 93 ટકાથી વધુ મતદાન થયું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દિવસની શરૂઆતમાં મતદાન કર્યું હતું.

  • 06 Aug 2022 03:15 PM (IST)

    Vice President Election 2022 Live : જગદીપ ધનખડ રેકોર્ડ માર્જિનથી જીતશેઃ પ્રહલાદ જોશી

  • 06 Aug 2022 02:50 PM (IST)

    Vice President Election 2022 Live : સાંસદ શશિ થરૂર અને જયરામ રમેશે કર્યું મતદાન

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે કોંગ્રેસના સાંસદ શશિ થરૂર અને જયરામ રમેશે સંસદમાં પોતાનો મત આપ્યો. સંસદમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના સાંસદો સતત મતદાન કરવા આવી રહ્યા છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે.

  • 06 Aug 2022 02:30 PM (IST)

    Vice President Election 2022 Live : લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આપ્યો પોતાનો મત

  • 06 Aug 2022 02:18 PM (IST)

    Vice President Election 2022 Live : રાહુલ ગાંધીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આપ્યો પોતાનો મત

  • 06 Aug 2022 02:15 PM (IST)

    Vice President Election 2022 Live : નિર્મલા સીતારમણે આપ્યો પોતાનો મત

  • 06 Aug 2022 02:12 PM (IST)

    Vice President Election 2022 Live : હેમા માલિની, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, મીનાક્ષી લેખી અને હરદીપ સિંહ પુરીએ કર્યું મતદાન

  • 06 Aug 2022 02:11 PM (IST)

    Vice President Election 2022 Live : મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, મનીષ તિવારીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે કર્યું મતદાન

  • 06 Aug 2022 01:59 PM (IST)

    Vice President Election : સોનિયા ગાંધીએ પોતાનો મત આપ્યો

    કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદમાં પોતાનો મત આપ્યો.

  • 06 Aug 2022 01:46 PM (IST)

    Vice President Election : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મતદાન કર્યું

  • 06 Aug 2022 01:07 PM (IST)

    Vice President Election Live Updates: કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને અર્જુન રામ મેઘવાલે મતદાન કર્યું

    કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને કેન્દ્રીય સંસદીય બાબતો અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો.

  • 06 Aug 2022 01:04 PM (IST)

    Vice President Election 2022 Live : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પોતાનો મત આપ્યો

    સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પોતાનો મત આપ્યો.

  • 06 Aug 2022 12:28 PM (IST)

    રાજ્યસભાના ઉપાધ્યક્ષે પોતાનો મત આપ્યો

    કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદમાં પોતાનો મત આપ્યો.

  • 06 Aug 2022 11:54 AM (IST)

    કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ મતદાન કર્યું

    ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી, કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર અને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું.

  • 06 Aug 2022 11:35 AM (IST)

    પૂર્વ PM મનમોહન સિંહ મતદાન કરવા પહોંચ્યા

    પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સાંસદ ડૉ.મનમોહન સિંહ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપવા સંસદ પહોંચ્યા.

  • 06 Aug 2022 11:07 AM (IST)

    Vice President Election Live: કોંગ્રેસના સાંસદોએ ચૂંટણી માટે મતદાન કર્યું

    કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ અને DMK સાંસદ દયાનિધિ મારન અને તિરુચી સિવાએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદમાં મતદાન કર્યું.

  • 06 Aug 2022 10:55 AM (IST)

    Vice President Election : દેશને આજે નવા ઉપરાષ્ટ્રપતિ મળશે

    ઉપરાષ્ટ્રપતિપદ માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મતગણતરી હાથ ધરાશે. મતગણતરી બાદ આજે ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે.

  • 06 Aug 2022 10:46 AM (IST)

    Vice President Election 2022 Live : TMC એ સુવેન્દુના પિતાને મતદાનથી દુર રહેવા સૂચના

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીથી દૂર રહેવાની જાહેરાત કરનાર તૃણમૂલ કોંગ્રેસે સુવેન્દુ અધિકારીના પિતા શિશિર અધિકારીને પત્ર લખ્યો છે. જેમાં શિશિરને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન ન કરવા માટે કહેવામાં આવ્યું છે. મહત્વનું છે કે જ્યારે સુવેન્દુ ભાજપમાં જોડાયા છે, ત્યારે તેમના પિતા શિશિર અધિકારી, હજુ પણ TMC નો ભાગ છે.

  • 06 Aug 2022 10:40 AM (IST)

    કેન્દ્રીય મંત્રીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો

    કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને અશ્વિની વૈષ્ણવે સંસદમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો છે.

  • 06 Aug 2022 10:22 AM (IST)

    Vice President Election 2022 : PM મોદીએ કર્યું મતદાન

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે,ત્યારે વડાપ્રધાન મોદીએ પણ સંસદ ભવનમાં પોતાનો મત આપ્યો છે.

  • 06 Aug 2022 10:21 AM (IST)

    Vice Presidential election : મતદાન પ્રક્રિયા શરૂ થઈ

    ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. સંસદ ભવનમાં મતદાન કરવા માટે સાંસદોની લાંબી કતારો જોવા મળી રહી છે. ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાનની પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ત્યાર બાદ મતોની ગણતરી કરવામાં આવશે.

  • 06 Aug 2022 09:29 AM (IST)

    Vice President Election 2022 : જાણો ઉપરાષ્ટ્રપતિ પદ વિશે

    ભારતમાં ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ છે. જો કોઈ કારણસર રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે તો ઉપરાષ્ટ્રપતિ તેની જવાબદારી સંભાળે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદો જ મતદાન કરે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે. મતલબ ચૂંટણીમાં કુલ 788 વોટ પડી શકે છે. જેમાં લોકસભાના 543 અને રાજ્યસભાના 243 સભ્યો મતદાન કરે છે.

  • 06 Aug 2022 09:19 AM (IST)

    Vice President Election : મતદાન પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી શરૂ થશે

    ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે સંસદના બંને ગૃહોના સભ્યો આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

  • 06 Aug 2022 08:07 AM (IST)

    Vice Presidential Election Updates: જાણો કોણ છે જગદીપ ધનખર ?

    બંને ઉમેદવારોની વાત કરીએ તો, 71 વર્ષીય ધનખર ભાજપના નેતા છે અને રાજસ્થાનના જાટ સમુદાયમાંથી આવે છે. ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યાં સુધી તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા.જ્યારે વિરોધ પક્ષના ઉમેદવાર 80 વર્ષીય માર્ગારેટ આલ્વા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે.

  • 06 Aug 2022 08:04 AM (IST)

    Vice Presidential Election Live : સંસદના બંને ગૃહોમાં કુલ 788 સભ્યો

    સંસદના બંને ગૃહોમાં મળીને 788 સભ્યો છે. હાલમાં રાજ્યસભામાં 8 બેઠકો ખાલી છે. એટલે કે 780 વોટમાંથી જેને 391 વોટ મળશે તે ઉમેદવાર જીતશે. ભાજપ પાસે લોકસભામાં 303 સભ્યો છે જ્યારે રાજ્યસભામાં 91 સભ્યો છે. એટલે કે બીજેપી કોઈપણ અન્ય પક્ષની મદદ વગર પોતાના ઉમેદવારને જીતાડવામાં સક્ષમ છે.

  • 06 Aug 2022 08:01 AM (IST)

    Vice Presidential Election 2022 Voting : શાસક પક્ષના ઉમેદવાર જગદીપ ધનખરનું પલ્લુ ભારે

    NDA ઉપરાંત અન્ય પાર્ટી દ્વારા પણ જગદીપ ધનખરને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે તેઓ મતોની સંખ્યા 65 ટકાને પાર કરી શકે છે.

Published On - Aug 06,2022 7:53 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">