Gyanvapi Case : જ્ઞાનવાપી પરિસરમાં મળેલા કથિત શિવલિંગની થશે કાર્બન ડેટિંગ, અલ્હાબાદ હાઈકોર્ટે આપી મંજૂરી

કાર્બન ડેટિંગ દ્વારા સાઈન્ટિફિક સર્વેની વિનંતી કરતી અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટે મોટો આદેશ આજે આપ્યો હતો. હાઈકોર્ટે આ આદેશમાં કહ્યું છે કે, ASI દ્વારા કથિત શિવલિંગ કેટલા વર્ષ જૂનું છે તેની જાણકારી મેળવી શકાશે. કોર્ટે આ આદેશ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) તરફથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પરથી આપ્યો છે.

Gyanvapi Case : જ્ઞાનવાપી પરિસરમાં મળેલા કથિત શિવલિંગની થશે કાર્બન ડેટિંગ, અલ્હાબાદ હાઈકોર્ટે આપી મંજૂરી
varanasi gyanvapi case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 6:28 PM

વારાણસી જ્ઞાનવાપી કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી પરિસરમાં મળેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે આ કેસમાં હિંદુ પક્ષ તરફથી કાર્બન ડેટિંગની માગ કોર્ટમાં કરવામાં આવી હતી. કોર્ટે પરવાનગી આપતા કહ્યું છે કે કાર્બન ડેટિંગથી શિવલિંગને કોઈ નુકશાન થયું જોઈએ નહીં.

કાર્બન ડેટિંગ દ્વારા સાઈન્ટિફિક સર્વેની વિનંતી કરતી અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટે મોટો આદેશ આજે આપ્યો હતો. હાઈકોર્ટે આ આદેશમાં કહ્યું છે કે, ASI દ્વારા કથિત શિવલિંગ કેટલા વર્ષ જૂનું છે તેની જાણકારી મેળવી શકાશે. કોર્ટે આ આદેશ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) તરફથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પરથી આપ્યો છે. સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ASI દ્વારા કાર્બન ડેટિંગ દરમિયાન શિવલિંગને કોઈ નુકશાન થયું જોઈએ નહીં. કોઈ પણ નુકશાન વગર સાઈન્ટિફિક સર્વે પૂરો કરો.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

આ પણ વાંચો : અમૃતસર બ્લાસ્ટમાં Amritpal Singhનું કનેક્શન આવ્યું સામે, 5 દિવસમાં કરાયા 3 મોટા બ્લાસ્ટ

આ પણ વાંચો : CBSE Boardનું ધોરણ 10નું 93.12 ટકા પરિણામ જાહેર, જાણો ગત વર્ષની સરખામણીએ કેવુ આવ્યુ પરિણામ

કાર્બન ડેટિંગ એટલે શું ?

  • કાર્બન ડેટિંગ એ જૂની કાર્બનિક સામગ્રીની ઉંમર નક્કી કરવા માટે સામગ્રીમાં કાર્બન 14 ની માત્રાનો ઉપયોગ કરવાની એક પદ્ધતિ છે.
  • પ્રાણીઓના શરીર અથવા છોડ કાર્બન અણુઓથી બનેલા હોય છે, તેઓ ચોક્કસ માત્રામાં કિરણોત્સર્ગી કાર્બન -14 ધરાવતા વાતાવરણમાંથી કાર્બનને શોષી શકે છે.
  • પુરાતત્વવિદોએ અમુક વસ્તુઓની ઉંમરનો અંદાજ કાઢવા માટે લાંબા સમયથી કાર્બન-14 ડેટિંગ (રેડિયોકાર્બન ડેટિંગ)નો ઉપયોગ કરવામાં આવે છે.
  • પરંપરાગત રેડિયોકાર્બન ડેટિંગ 500 થી 50,000 વર્ષ જૂના કાર્બનિક અવશેષો પર લાગુ કરવામાં આવે છે.
  • કુદરતી વાતાવરણમાં કિરણોત્સર્ગી કાર્બનની ટ્રેસ માત્રા જોવા મળે છે તે હકીકત સામે લાવે છે.

હિંદુ પક્ષ તરફથી લક્ષ્મી દેવી અને 3 અન્ય લોકો એ સિવિલ રિવિઝન અરજી દાખલ કરી હતી. વારાણસી જિલ્લા કોર્ટે આ અરજી નામંજૂર કરી હતી. પણ આજે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ અરવિંદ કુમાર મિશ્રાની સિંગલ બેન્ચ એ આ અરજી મંજૂર કરી છે..

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">