Breaking News : CBSE Boardનું ધોરણ 10નું 93.12 ટકા પરિણામ જાહેર, જાણો ગત વર્ષની સરખામણીએ કેવુ આવ્યુ પરિણામ
CBSE Board 10th Result 2023: વિદ્યાર્થીઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પરથી પરિણામ જાણી શકે છે. ધોરણ 10નું 93.12 ટકા પરિણામ જાહેર થયુ છે. ગત વર્ષ કરતા પરિણામમાં 1.28 ટકાનો ઘટાડો છે.
CBSE Board 10th Result 2023: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE Board) દ્વારા 2023ના ધોરણ 10નું પરિણામ જાહેર થઇ ગયુ છે. વિદ્યાર્થીઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પરથી પરિણામ જાણી શકે છે. વિદ્યાર્થીઓ https://cbseresults.nic.in પર પરિણામ જોઈ શકે છે.સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ ઉપરાંત વિદ્યાર્થીઓ ઉમંગ એપ પર પણ પરિણામ જોઈ શકે છે.
CBSE Board ધોરણ 10નું પરિણામ જાહેર થયુ છે. ધોરણ 10નું 93.12 ટકા પરિણામ જાહેર થયુ છે. ગત વર્ષ કરતા પરિણામમાં 1.28 ટકાનો ઘટાડો છે. 21.65 લાખ વિદ્યાર્થીઓએ CBSE Boardમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જેમાંથી 20.16 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સમગ્ર દેશમાં ત્રિવેન્દ્રમ ક્ષેત્રનું સૌથી વધુ 99.91 ટકા પરિણામ જાહેર થયુ છે.
CBSE બોર્ડનું ધોરણ 10નું 93.12 ટકા પરિણામ જાહેર .#CBSE #CBSEresults2023 pic.twitter.com/J0ko7ZArpN
— Tv9 Gujarati (@tv9gujarati) May 12, 2023
CBSE Board ધોરણ 10માં વિદ્યાર્થીઓનું 92.27 ટકા પરિણામ છે. જ્યારે વિદ્યાર્થીનીઓનું 94.25 ટકા પરિણામ આવ્યુ છે. જવાહર નવોદય વિદ્યાલયનું 99.14 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે કેન્દ્રીય વિદ્યાલયનું 98 ટકા પરિણામ જાહેર થયુ છે.
CBSE બોર્ડ 10માનું પરિણામ આ રીતે તપાસો
- સ્ટેપ 1- પરિણામ તપાસવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ- cbseresults.nic.in પર જાઓ.
- સ્ટેપ 2- વેબસાઇટના હોમ પેજ પર, CBSE બોર્ડ 10મા પરિણામની લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3- આ પછી ચેક રિઝલ્ટ ડાયરેક્ટ લિંકની લિંક પર જાઓ.
- સ્ટેપ 4- હવે તમારો રોલ નંબર અને શાળા કોડ દાખલ કરીને પરિણામ તપાસો.
- સ્ટેપ 5- પરિણામ જોયા પછી, પ્રિન્ટ આઉટ લો.
CBSE બોર્ડ ધોરણ-10નું પરિણામ 2023 જાહેર, અહીંથી ડાયરેક્ટ ચેક કરો
સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ માર્કશીટ દ્વારા વિદ્યાર્થીઓ આગામી વર્ગમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે. વિદ્યાર્થીઓની અસલ માર્કશીટ તેમની શાળામાંથી પ્રાપ્ત થશે.
ગત વર્ષનું પરિણામ
2022માં 20 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. એકંદરે પાસની ટકાવારી 94.40 ટકા રહી હતી. ગયા વર્ષે છોકરાઓની પાસ થવાની ટકાવારી 93.80 ટકા અને છોકરીઓની 95.21 ટકા હતી.
એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ
એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો…