અમૃતસર બ્લાસ્ટમાં Amritpal Singhનું કનેક્શન આવ્યું સામે, 5 દિવસમાં કરાયા 3 મોટા બ્લાસ્ટ
પંજાબમાં છેલ્લા પાંચ દિવસોમાં ત્રણ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ અંગે મળતી જાણકારી મુજબ અમૃતપાલના સમર્થક આઝદબીર અને તેનો સાથી કે જેમણે સ્થાનિક સ્તર પર આતંકી મોડ્યુલ ઉભું કર્યું હતું, તેઓ અમૃતપાલની કરવામાં આવેલ ધરપકડથી નારાજ હતા.
Amritsar blast : પંજાબના અમૃતસર ખાતે આવેલ ગોલ્ડન ટેમ્પલમાં થયેલ બ્લાસ્ટમાં એક મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટ અમૃતપાલ સિંહના સમર્થકો દ્વારા કરાવવામાં આવ્યા હતા. જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ બાદ તેના સમર્થકો દ્વારા પંજાબમાં અલગ અલગ હુમલાઓ કરી રહ્યા છે.
પંજાબમાં છેલ્લા પાંચ દિવસોમાં ત્રણ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ અંગે મળતી જાણકારી મુજબ અમૃતપાલના સમર્થક આઝદબીર અને તેનો સાથી કે જેમણે સ્થાનિક સ્તર પર આતંકી મોડ્યુલ ઉભું કર્યું હતું, તેઓ અમૃતપાલની કરવામાં આવેલ ધરપકડથી નારાજ હતા, જેથી તેઓ બોમ્બ બ્લાસ્ટ કરીને ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણકારી મળી હતી.
અમૃતસર બ્લાસ્ટ પાછળ અમૃતપાલ કનેક્શન
અમૃતપાલ પર કરવામાં આવેલી કાર્યવાહીના પગલે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ પાસેના વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસમાં 3 બ્લાસ્ટ કરીને આતંક ફેલાવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ વિસ્ફોટની પાછળ અમૃતપાલ સિંહ અને જરનૈલ સિંહ ભિંડરાનવાલેના સમર્થકોનો હાથ હોવાની હતી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અમૃતપાલ સિંહની ધરપકડથી માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખાલિસ્તાન સમર્થકો નારાજ છે. હાલમાં અમૃતપાલ સિંહ પંજાબ પોલીસની કસ્ટડીમાં છે.
#WATCH | Punjab: A loud sound was heard near the Golden Temple in Amritsar. Police personnel and forensic team members are at the spot. Probe underway.
A person was injured in a blast on May 8 at Heritage Street near Golden Temple, the very site where an explosion took place on… pic.twitter.com/xkX725gn98
— ANI (@ANI) May 10, 2023
અમૃતસર બ્લાસ્ટ કેસમાં કરી પાંચની ધરપકડ
અમૃતસરના સુવર્ણ મંદિરની નજીક થયેલા વિસ્ફોટ પર પંજાબના ડીજીપીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક ટ્વિટ દ્વારા તેણે કહ્યું કે ધમકીનું રહસ્ય ખુલી ગયું છે. સીસીટીવી ફૂટેજના આધાર પર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આઝાદવીર સિંહ, અમરિક સિંહ, સાહિબ સિંહ, હરજીત સિંહ અને ધર્મિંદર સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી આઝાદવીર અને અમરિક કરવામાં આવેલ વિસ્ફોટના મુખ્ય આરોપીઓ હતા. આ સિવાય વિસ્ફોટ સાથે જોડાયેલ ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
Punjab Police solves #Amritsar Heritage Street blasts case, 2 perpetrators among 5 held
3 persons arrested for supplying explosive material to the 2 perpetrators: @DGPPunjabPolice
1.1kg of explosive material & mobiles were recovered from the possession of the accused persons pic.twitter.com/C53VZEKjAU
— Punjab Police India (@PunjabPoliceInd) May 11, 2023
પાંચ દિવસમાં ત્રણ બ્લાસ્ટ
અમૃતસરમાં થયેલા પાંચ બ્લાસ્ટમાનો છેલ્લો બ્લાસ્ટ 10મી મેની મોડી રાત્રે સુવર્ણ મંદિરના પરિસરમાં કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે કરવામાં આવેલા બ્લાસ્ટમાં ફટાકડાના ગનપાઉડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પહેલો બ્લાસ્ટ 6ઠ્ઠી અને બીજો બ્લાસ્ટ 8મી મેના રોજ કરવામાં આવ્યો હતો. આ કરવામાં આવેલ બ્લાસ્ટની પેટર્ન પરથી લાગે છે કે અમૃતપાલના સમર્થકો બે દિવસના ગાળામાં બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ વિસ્ફોટો સુવર્ણ મંદિર પરિસરમાં અને તેની આસપાસ થયા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી અને પંજાબ પોલીસ આ મામલાની તપાસ કરી રહી હતી.