AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: વજન ઘટાડીને ફિટ થયા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ચાહકોએ ઈન્સ્ટાગ્રામ પર ટિપ્સ માંગી

સ્મૃતિ ઈરાનીએ તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આમાં તેનું વજન ઘટાડવાનું ટ્રાન્સફોર્મેશન જોઈ શકાય છે.

Weight Loss: વજન ઘટાડીને ફિટ થયા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ચાહકોએ ઈન્સ્ટાગ્રામ પર ટિપ્સ માંગી
union minister smriti irani
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 5:59 PM
Share

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના અંગત વિચારો શેર કરે છે અને ચાહકો માટે કેટલીક તસવીરો પણ શેર કરે છે. આ સિવાય સ્મૃતિ ઈરાની પોતાની અદભુત શૈલી માટે જાણીતી છે.

તમે તેમને ઘણીવાર ચૂંટણી (Election)મેદાનમાં તેમના વિરોધીઓને નિશાન બનાવતા જોયા હશે, પરંતુ હવે તેમણે વજન ઘટાડીને બધાને ચોંકાવી દીધા છે. સ્મૃતિ ઈરાની (Smriti Irani)નું વજન ઘટાડવાનું પરિવર્તન જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સ્મૃતિ ઈરાનીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ (Instagram)પર પોતાની પ્રોફાઈલ બદલી છે. આમાં તે સાડી પહેરીને સાઈડ પોઝમાં જોવા મળી રહી છે. તેમણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ તસવીર જોઈને ચાહકો પણ તેમના Weight Loss Transformation પર સવાલ કરી રહ્યા છે.

આ સિવાય તેમણે કેટલીક તસવીરો પણ શેર કરી છે. આમાં તે ઝાડ પાસે ઉભી છે અને ફૂલને જોઈ રહી છે. યુઝર્સ તેમની આ તસવીરોના ખૂબ વખાણ કરી રહ્યા છે અને તેમના કેપ્શનની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. તેમણે લખ્યું હતું, ‘જે પહોંચની બહાર છે, તે બહાર છે ફૂલો તોડશો નહીં.

ચાહકો માંગી રહ્યા છે ટિપ્સ

સ્મૃતિ ઈરાની (Smriti Irani)ની પોસ્ટ પર લોકોના અલગ-અલગ રિએક્શન પણ આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વાહ… તમારું વજન ઘટ્યું છે? અદ્ભુત.’ અન્ય યુઝરે લખ્યું, ‘મૅમ, તમે ઘણું વજન ઘટાડ્યું છે. થોડી ટિપ્સ આપો. આ તમારી બીજી સિદ્ધિ છે. વજન ઘટાડવાના કેટલાક ઉપાય જણાવો.

એક યુઝરે લખ્યું, ‘મૅમ તમારી તસવીરો જોઈને લાગે છે કે જૂની સ્મૃતિ ઈરાની પાછી આવી રહી છે. અદ્ભુત પરિવર્તન જોવા મળ્યું છે, કોઈએ કહ્યું કે દુનિયામાં સૌથી સરળ વસ્તુ વજન વધારવી છે અને સૌથી અઘરી વસ્તુ વજન ઉતારવી છે. એટલે કે, તમે વિશ્વની સૌથી મુશ્કેલ અને સરળ બંને વસ્તુઓ કરી છે.

તમને જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાનીને એકતા કપૂરની સિરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’થી ઓળખ મળી હતી અને તે સિરિયલમાં સુપરહિટ થઈ હતી. જો કે થોડા સમય પછી સ્મૃતિએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને 2003 માં તે ભાજપમાં જોડાયા.

પાર્ટીમાં વિવિધ હોદ્દા પર રહીને તેમણે વર્ષ 2004માં દિલ્હીની ચાંદની ચોક બેઠક પરથી ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલથી હાર્યા હતા. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે રાહુલ ગાંધીને હરાવ્યા હતા.

આ પણ વાંચો : ICCનો મોટો નિર્ણય, ODI Super League સમાપ્ત, 2023 વર્લ્ડ કપ પછી ભારત નહીં કરે આયોજન

Follow Us
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
g clip-path="url(#clip0_868_265)">