ICCનો મોટો નિર્ણય, ODI Super League સમાપ્ત, 2023 વર્લ્ડ કપ પછી ભારત નહીં કરે આયોજન

ભારતમાં 2023માં 50 ઓવરનો વર્લ્ડ કપ રમાવાનો છે. તેની ક્વોલિફિકેશન માટે આઈસીસીએ મોટો ફેરફાર કરીને સુપર લીગની શરૂઆત કરી હતી.

ICCનો મોટો નિર્ણય, ODI Super League  સમાપ્ત, 2023 વર્લ્ડ કપ પછી ભારત નહીં કરે આયોજન
indian cricket player
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 4:02 PM

ICC : તેની ODI સુપર લીગને (ODI Super League) સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે, જે 50 ઓવરનો વર્લ્ડ કપ રમવા માટે શરૂ કરવામાં આવી હતી. 2023 વર્લ્ડ કપ (2023 World Cup) પછી ભારતમાં આ સુપર લીગ (Super League)નું આયોજન કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં 2027માં યોજાનાર વર્લ્ડ કપ માટે રેન્કિંગના આધારે ટીમોની પસંદગી કરવામાં આવશે. ICC (International Cricket Council)એ 2023 વર્લ્ડ કપ માટે ODI સુપર લીગની શરૂઆત કરી હતી.

આ ટુર્નામેન્ટમાં માત્ર 10 ટીમોએ ભાગ લેવાની છે. તેમાંથી નવની પસંદગી સુપર લીગમાં તેમના રેન્કિંગના આધારે કરવામાં આવશે. બીજી તરફ ભારત યજમાન હોવાથી સીધું સ્થાન બનાવશે. હાલમાં, ODI સુપર લીગમાં 13 ટીમો છે. 2023ના વર્લ્ડ કપ (World Cup)માં જગ્યા બનાવવા માટે દરેક ટીમે કુલ આઠ સિરીઝ રમવાની છે, જે ત્રણ મેચની હશે. આઠમાંથી ચાર શ્રેણી વિદેશમાં અને ચાર પોતાના દેશની ધરતી પર યોજાશે.

સુપર લીગનો કોન્સેપ્ટ 2023ના વર્લ્ડ કપ પછી ખતમ થઈ જશે. ICC (International Cricket Council)છે. આ અંતર્ગત 2027ના વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે. તેમાંથી 10 રેન્કિંગમાં સ્થાન મેળવશે. ટોપ-10 રેન્કિંગ માટેની કટ-ઓફ તારીખ નક્કી કરવામાં આવશે. તે જ સમયે, ચાર ટીમો ક્વોલિફાયર દ્વારા પ્રવેશ કરશે. આ માટે ગ્લોબલ ક્વોલિફાયર મેચો રમાશે. 2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાવાનો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સુપર લીગ જુલાઈ 2020માં શરૂ થઈ હતી

ICCએ જુલાઈ 2020માં ODI સુપર લીગની શરૂઆત કરી હતી. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેને પૂર્ણ કરવાની વાત ચાલી રહી હતી. હકીકતમાં, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડર ખૂબ જ વ્યસ્ત છે અને બોર્ડને સુપર લીગ માટે જગ્યા બનાવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સાથે દ્વિપક્ષીય શ્રેણી હેઠળ યોજાનારી ODI શ્રેણીની મેચોની સંખ્યા પણ પાંચથી ઘટાડીને ત્રણ કરી દેવામાં આવી છે. જેના કારણે પણ સવાલો ઉઠી રહ્યા હતા.

દરમિયાન, ICCએ 2024 T20 વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાને આપી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. આ ટીમો ચાર ગ્રુપમાં રમશે અને ટુર્નામેન્ટમાં કુલ 55 મેચ રમાશે. 2024નો T20 વર્લ્ડ કપ જૂન 2024માં યોજાશે અને તે 25 દિવસ ચાલશે. આ દરમિયાન 20 મેચ અમેરિકામાં અને 35 મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. અમેરિકામાં પ્રથમ વખત ICC ઈવેન્ટ યોજાઈ રહી છે

આ પણ વાંચો : Mahendra Singh Dhoniને મળ્યો નવો પાર્ટનર, પત્ની સાક્ષીએ ફોટો શેર કરીને ખુલાસો કર્યો

g clip-path="url(#clip0_868_265)">