ઉમેશ પાલ મર્ડર કેસઃ અતીક અહેમદના પરિવાર પર પોલીસનો સકંજો, હવે અશરફની પત્ની સામે પણ નોંધાઈ FIR

|

Apr 12, 2023 | 10:23 AM

અતીકના ભાઈ અશરફની પત્ની ઝૈનબ ફાતિમાને પણ આરોપી બનાવી છે. પોલીસે ફાતિમાને ઉમેશ પાલની હત્યાના કાવતરામાં અને શૂટરોને મદદ કરવાના આરોપમાં આરોપી બનાવી છે.

ઉમેશ પાલ મર્ડર કેસઃ અતીક અહેમદના પરિવાર પર પોલીસનો સકંજો, હવે અશરફની પત્ની સામે પણ નોંધાઈ FIR
Screws are getting tightened on Atiq Ahmed family

Follow us on

ઉમેશ પાલ ગોળીબાર કેસમાં જેલમાં બંધ માફિયા અતીક અહેમદના પરિવારના સભ્યો અને સંબંધીઓની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અતીક અને તેના નજીકના લોકો પર પોલીસનો સકંજો કસવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પોલીસે બરેલી જેલમાં બંધ અતીકના ભાઈ અશરફની પત્ની ઝૈનબ ફાતિમાને પણ આરોપી બનાવી છે. પોલીસે ફાતિમાને ઉમેશ પાલની હત્યાના કાવતરામાં અને શૂટરોને મદદ કરવાના આરોપમાં આરોપી બનાવી છે.

આ પહેલા અતીકની પત્ની શાઇસ્તા, બહેન આયેશા નૂરી અને ભત્રીજી ઉંજીલા નૂરી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ પછી હવે અશરફની પત્ની ઝૈનબ ફાતિમાને આરોપી બનાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તપાસ દરમિયાન પોલીસને ઝૈનબ ફાતિમા વિરુદ્ધ ઉમેશ પાલની હત્યામાં સામેલ હોવાના ઘણા પુરાવા મળ્યા છે. તે જ સમયે, પોલીસે ઝૈનબ ફાતિમાની શોધ તેજ કરી દીધી છે.

શાઇસ્તા પરવીન હજુ પણ ફરાર

હત્યા બાદ અતીકની પત્ની શાઇસ્તા પરવીન હજુ પણ ફરાર છે. પોલીસ સતત શાઇસ્તાને શોધી રહી છે. પોલીસે અતીકની પત્ની શાઈસ્તા પરવીનની ધરપકડ કરવા પર 50,000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે. બીજી તરફ અતીકની બહેન આયેશા નૂરી અને ભત્રીજીએ CJM કોર્ટમાં સરેન્ડર અરજી આપી છે.

Paris Eiffel Tower: એફિલ ટાવરની ટોચ પર એક છે સિક્રેટ ROOM, જેમાં કોઈ જઈ શકતું નથી! આખરે એમાં શું છે?
આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video

અતીકને પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે

કુખ્યાત માફિયા અતીક અહેમદને ફરી એક વખત અમદાવાદથી લઈને આવતી ઉત્તર પ્રદેશ પોલીસની ટીમનો કાફલો આજે બપોર પછી પ્રયાગરાજ પહોંચી શકે છે. સમાચાર લખાય છે ત્યારે પોલીસ કાફલો એમપીના શિવપુરી જિલ્લામાંથી ઝાંસી જવા રવાના થયો હતો. આ પહેલા રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં આ કાફલાના એક વાહનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તે લગભગ એક કલાક સુધી પોલીસ સ્ટેશનમાં રોકાઈ હતી.

આ પછી આતિફ અહેમદનો કાફલો મોડી રાત્રે રાજસ્થાનના બુંદી પહોંચ્યો તો મીડિયાકર્મીઓએ તેને ઘેરી લીધો. મીડિયા સાથે વાત કરતા માફિયા અતિકે કહ્યું, “તમારા બધાનો ખૂબ ખૂબ આભાર… હું તમારા લોકોના કારણે જીવિત છું. આ પછી પત્રકારોએ પૂછ્યું કે શું તે ડરી ગયો છે, તો અતીકે કહ્યું, ‘અમારો પરિવાર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે.

Published On - 9:59 am, Wed, 12 April 23

Next Article