AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રાન્સથી ભારત આવી રહેલા વધુ ત્રણ ફાઈટર જેટ રાફેલ જામનગરમાં ઉતરશે, વાયુસેનાની તાકાત વધશે

ભારતે 58,000 કરોડના ખર્ચે 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદી માટે સપ્ટેમ્બર 2016 માં ફ્રાન્સ સાથે આંતર-સરકારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ફ્રાન્સથી ભારત આવી રહેલા વધુ ત્રણ ફાઈટર જેટ રાફેલ જામનગરમાં ઉતરશે, વાયુસેનાની તાકાત વધશે
Three more Rafale reaching India from France will land in Gujarats Jamnagar today
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 11:11 PM
Share

JAMNAGAR : ચીન સાથે ચાલી રહેલા લશ્કરી વિવાદ વચ્ચે ભારતીય વાયુસેના (IAF)ને વધુ તાકાત મળશે. ફ્રાન્સથી ભારત આવી રહેલા વધુ ત્રણ રાફેલ લડાકુ વિમાનો બુધવારે એટલે કે આજે ગુજરાતના જામનગરમાં ઉતરશે. ત્રણ નવા ફાઇટર જેટ 60,000 કરોડના સોદાના ભાગરૂપે 2016 માં ભારતે ઓર્ડર કરેલા કુલ 36 માંથી 29 રાફેલની સંખ્યામાં વધારો થશે.

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ ત્રણ રાફેલ વિમાનો જામનગર એરપોર્ટ પર ઉતરશે. આ મહિનાની શરૂઆતમાં એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીએ એર સ્ટાફના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ આ રાફેલ ફ્રાન્સથી પ્રથમવાર આવનાર છે. ફ્રાન્સથી આવતા વિમાનોને અંબાલામાં ગોલ્ડન એરો સ્ક્વોડ્રોન અને પશ્ચિમ બંગાળના હાશિમારામાં 101 સ્ક્વોડ્રોન વચ્ચે વહેંચવામાં આવશે.

કુલ 36 વિમાનો માટે કરાર થયો છે કેન્દ્રએ લગભગ 58,000 કરોડના ખર્ચે 36 રાફેલ લડાકુ વિમાનોની ખરીદી માટે સપ્ટેમ્બર 2016 માં ફ્રાંસ સાથે આંતર-સરકારી કરાર કર્યો હતો. ગયા વર્ષે 29 જુલાઇએ પાંચ રાફેલ વિમાનોનો પ્રથમ જથ્થો ભારત પહોચ્યો હતો.

આ ત્રણ રફેલ બાદ વધુ ત્રણ રાફેલ જેટ ડિસેમ્બરના પહેલા ભાગમાં ભારત પહોંચશે અને 26 જાન્યુઆરી સુધીમાં તેને ઓપરેશનલ સ્ક્વોડ્રનમાં સામેલ કરવામાં આવશે. યોજના મુજબ, 36માં છેલ્લા રાફેલમાં વિશેષ ઉપકરણોનો સમાવેશ થશે જે તેને વધુ ઘાતક અને સક્ષમ બનાવશે.

તમામ રાફેલ વિમાન 2022 સુધીમાં પહોંચી જશે ભારતીય વાયુસેનાની અંબાલા સ્થિત ગોલ્ડન એરો સ્ક્વોડ્રન જુલાઈ, 2020 અને જાન્યુઆરી, 2021 ની વચ્ચે 11 રાફેલ ફાઇટર જેટ પહેલેથી જ સામેલ કરી ચૂકી છે. તેમને લદ્દાખ બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા છે. મે 2020 ની શરૂઆતથી, ચીન સાથે સરહદ વિવાદ બાદ સેના હાઈ એલર્ટ પર છે. ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લેનિનએ કહ્યું હતું કે કોરોના હોવા છતાં તમામ ફાઇટર વિમાનો 2022 સુધીમાં નિયત સમયમાં ભારતને સોંપી દેવામાં આવશે.

આ પણ વાંચો : જો બાઈડનને બચાવનાર વ્યક્તિએ 2008માં અફઘાનિસ્તાન છોડી દીધું, જાણો કે તે કોણ છે આ વ્યક્તિ અને તેણે કેવી રીતે બચાવ્યો પરિવારનો જીવ

આ પણ વાંચો : GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 13 ઓક્ટોબરે કોરોનાના નવા 26 કેસ નોંધાયા, 20 દર્દીઓ સાજા થયા, એક પણ મૃત્યુ નહી

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">