કબ્રસ્તાનમાંથી પસાર થઈ રહી હતી રેલવે લાઈન, પૂર્વજોની 15 કબર ખોદાવી નાખી, કહ્યું આપણા માટે દેશપ્રેમ પહેલા !

|

Feb 13, 2024 | 6:06 PM

ભાનુપલ્લી-બેરી-લેહ રેલ્વે લાઈન શિમલાના બિલાસપુરમાં કબ્રસ્તાન પાસેથી પસાર થઈ રહી હતી. જ્યારે એક ખાસ ધર્મના લોકોને આ વિશે ખબર પડી તો તેમણે કન્સ્ટ્રક્શન કંપનીના કહેવા પર તેમના પૂર્વજોની 15 કબરોને અન્ય જગ્યાએ શિફ્ટ કરી દીધી. આ માટે લોકો આ ધર્મ વિશેષના વખાણ કરતા થાકતા નથી.

કબ્રસ્તાનમાંથી પસાર થઈ રહી હતી રેલવે લાઈન, પૂર્વજોની 15 કબર ખોદાવી નાખી, કહ્યું આપણા માટે દેશપ્રેમ પહેલા !
Concept Image

Follow us on

તાજેતરમાં જ ઉત્તરાખંડનું હલ્દવાની હિંસાની આગમાં સળગી ગયું હતું. એક ધાર્મિક શૈક્ષણિક સંસ્થા અને પ્રાર્થના સ્થળ પર બુલડોઝરની કાર્યવાહી દરમિયાન હિંસાની આ આગ ફેલાઈ હતી, જેમાં છ લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ સિવાય ઉત્તરાખંડના પડોશી રાજ્ય હિમાચલ પ્રદેશમાં સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ જોવા મળ્યું હતું. રાજધાની શિમલાના બિલાસપુરમાં રેલ્વે લાઇનના નિર્માણ માટે એક ખાસ ધર્મના લોકોએ તેમના પૂર્વજોની 15 કબરો ખોદીને અન્ય જગ્યાએ ખસેડી હતી.

તમને જણાવી દઈએ કે હલ્દવાનીમાં મદરેસા અને નમાઝ સ્થળને હટાવવાને લઈને ભારે હોબાળો થયો હતો. બદમાશોએ પોલીસ અને રાહદારીઓને નિશાન બનાવ્યા હતા. પેટ્રોલ બોમ્બથી હુમલો કરીને આગચંપી કરવામાં આવી હતી, જેમાં બસ, બાઇક અને પોલીસ સ્ટેશનને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. સ્થિતિ એ તબક્કે પહોંચી ગઈ હતી કે પોલીસકર્મીઓએ જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. હલ્દવાનીમાં વાતાવરણ તંગ છે. હિંસા પ્રભાવિત બાનભૂલપુરા વિસ્તારમાં હજુ પણ કર્ફ્યુ લાગુ છે. અર્ધલશ્કરી દળના જવાનોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે.

રેલ્વે લાઈન ક્યાંથી પસાર થાય છે?

આ સિવાય હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એક ખાસ ધર્મના લોકોએ સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ રજૂ કર્યું છે. વાસ્તવમાં, શિમલાના બિલાસપુરમાં ભાનુપલ્લી-બેરી-લેહ રેલ્વે લાઇનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ રેલ્વે લાઈન બિલાસપુરના લુહનુ મેદાન પાસે કબ્રસ્તાનના કેટલાક ભાગોમાંથી પસાર થઈ રહી હતી. કન્સ્ટ્રક્શન કંપનીના અધિકારીઓએ આ અંગે જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી હતી. વહીવટીતંત્રની સલાહ લેતા પહેલા, આ સંદર્ભે ચોક્કસ ધર્મના લોકો સાથે વાત કરવામાં આવી હતી અને તેમને બાંધકામ કંપનીના અધિકારીઓ સાથે વાત કરવા માટે રાજી કરી લીધા હતા.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

ચોક્કસ ધર્મના લોકો સાથે વાત કરીને ઉકેલ મળે છે

વાતચીત દરમિયાન રેલ્વે કન્સ્ટ્રક્શન કંપનીના અધિકારીઓએ એક ખાસ ધર્મના લોકોને કહ્યું કે કબ્રસ્તાનના અમુક ભાગનો ઉપયોગ રેલ્વે લાઇનના નિર્માણ માટે કરવામાં આવી રહ્યો છે. જો જમીન ન મળે તો કામ અટકી શકે છે. કંપનીના અધિકારીઓની પરેશાની સાંભળ્યા બાદ એક ખાસ ધર્મના લોકોએ રેલવે ટ્રેકના માર્ગમાં આવતી તેમના પૂર્વજોની કબરોને હટાવવાનો નિર્ણય કર્યો. કબ્રસ્તાન પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પર કુલ 15 કબરો હતી.

15 કબરોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે

ગત સોમવારે કન્સ્ટ્રક્શન કંપનીના અધિકારીઓની હાજરીમાં ચોક્કસ ધર્મના લોકોએ તેમના પૂર્વજોની 15 કબરો ખોદીને સન્માન સાથે અન્ય સ્થળે ખસેડી હતી. જિલ્લા પ્રશાસન અને કંપનીના અધિકારીઓએ આ માટે ચોક્કસ ધર્મના લોકોનો આભાર માન્યો હતો. આ નિર્ણય અંગે જામા મસ્જિદ કમિટીના વડા હારુન મોહમ્મદે કહ્યું કે અમારા માટે ધર્મ કરતાં આપણો દેશ પ્રથમ આવે છે. રેલ્વે લાઈન વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. તે અહીંથી પસાર થવાથી વિસ્તારના વિકાસને વેગ મળશે. આ માટે, બાંધકામમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ, તેથી જ અમે આ નિર્ણય લીધો છે.

Next Article