જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં આતંકવાદીઓએ સરપંચને ગોળી મારી, હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત
સરપંચ મંજૂર અહમદ બાંગરુને આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી. જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) પોલીસે જણાવ્યું કે સરપંચને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) બારામૂલા જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ (Terrorists) સરપંચને ગોળી મારી દીધી છે. કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસે જણાવ્યું કે બારામૂલાના ગોશબુગ સ્થિત પટ્ટનમાં આતંકવાદીઓએ સરપંચ (Sarpanch) મંજૂર અહમદ બાંગરુની ગોળી મારીને હત્યા કરી દીધી. તેમણે જણાવ્યું કે સરપંચને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે જણાવ્યું કે આ ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી કે, બારામૂલા જિલ્લાના પટ્ટનના ગોશબુગ વિસ્તારમાં આતંકવાદીઓએ સરપંચ મંજૂર અહમદ બાંગરૂ પર ગોળીબાર કર્યો, જે બાદ તેમનું મૃત્યુ થયું. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આ ઘટનામાં સામેલ આતંકવાદીઓની શોધ ચાલુ છે.
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, ‘હું સરપંચ મંજૂર અહમદ બાંગરુ પર આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારોને સજા થશે. દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના.
J&K | A Sarpanch, Manzoor Ahmad Bangroo shot at and injured by terrorists in Goshbugh Pattan in Baramulla district. He has been rushed to a hospital, police said
— ANI (@ANI) April 15, 2022
આ પહેલા બુધવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ એક વ્યક્તિને ઠાર માર્યો હતો. રાજપૂત સતીશ કુમાર સિંહને દક્ષિણ કાશ્મીર જિલ્લાના કાકરાન વિસ્તારમાં સાંજે લગભગ 7.30 વાગ્યે આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. અધિકારીએ જણાવ્યું કે, ગોળીબારની અવાજ સાંભળીને, સિંઘના ઘરે તૈનાત બે પોલીસકર્મીઓ બહાર આવ્યા અને તેમને લોહીથી લથપથ જોવા મળ્યા હતા.
તેણે જણાવ્યું કે, સિંહ (55)ને માથામાં એક ગોળી અને છાતીમાં બે ગોળી વાગી હતી. ઘાયલ થયેલા સિંહને શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે ટ્વિટ કર્યું કે, કુલગામના રહેવાસી સતીશ કુમાર સિંહનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ આતંકી હુમલામાં સંડોવાયેલા આતંકીઓને જલ્દી ઠાર કરવામાં આવશે. આમાં સામેલ આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. અધિકારીઓને શંકા છે કે, આ હુમલામાં લશ્કર-એ-તૈયબાનો એક નવો ઓપરેટિવ સામેલ હતો.
આ પણ વાંચો: 43 અબજ ડોલર પૂરતા નથી, ટ્વિટરના રોકાણકારોમાં સામેલ સાઉદી રાજકુમારે ઠુકરાવી એલોન મસ્કની ઓફર