મસ્કે ડીલ માટે પ્રતિ શેર 54.2 ડોલર રોકડમાં ઓફર કર્યા હતા. એક રિપોર્ટ અનુસાર, આ ડીલને પૂર્ણ કરવા માટે મસ્કને આ કિંમત પર 43 બિલિયન ડોલર ખર્ચવા પડશે. મસ્કે 4 એપ્રિલે ટ્વિટરમાં 9 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
Elon Musk - File Photo
Follow Us:
એલોન મસ્કે (Elon Musk) ભલે ટ્વિટર (Twitter) માટે ઉચ્ચ પ્રીમિયમ સાથે ઓફર કરી હોય, પરંતુ ટ્વિટરના અન્ય ઘણા મોટા રોકાણકારો મસ્કની આ ઓફરને ખૂબ જ ઓછી ગણી રહ્યા છે. સાઉદી શાહી પરિવારના સભ્ય અને મોટા ટ્વિટર રોકાણકાર અલ વાલીદ બિન તલાલ અલ સઉદે જણાવ્યું હતું કે, મસ્કની ઓફર ટ્વીટરના ગ્રોથને જોતા તેની વાસ્તવિક કિંમતની તુલનામાં ઘણી ઓછી છે. મસ્કે ટ્વિટર ખરીદવા (Musk Offer for Twitter) માટે 43 બિલિયન ડોલરની ઓફર કરી છે.
મસ્કે પ્રતિ શેર માટે જે ઓફર કરી છે તે ઓફર સમયે ટ્વિટરના શેરના ભાવના 30 ટકાથી વધુ હતી. આ રકમ કેટલી મોટી છે તેનો ખ્યાલ એ હકીકત પરથી જ આવે છે કે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા પર કુલ દેવું આનાથી ઓછું છે. જો કે, સાઉદી પ્રિન્સનું તાજેતરનું નિવેદન સૂચવે છે કે આ કિંમતે પણ, મસ્કને કંપનીને નિયંત્રિત કરવા માટે જરૂરી શેર મેળવવામાં ખૂબ મુશ્કેલી પડશે.
શું કહ્યું સાઉદી રાજકુમારે
15 એપ્રિલના રોજ એક ટ્વિટમાં, સાઉદી રાજકુમારે કહ્યું હતું કે હું માનતો નથી કે ટ્વિટરના ભવિષ્યને જોતા, એલોન મસ્ક (54.2 ડોલર) દ્વારા કરવામાં આવેલી ઑફર ટ્વિટરની વાસ્તવિક કિંમતની નજીક પણ છે. ટ્વિટરમાં એક મોટા અને લાંબા ગાળાના રોકાણકાર તરીકે, કેએચસી અને હું આ ઓફરને નકારીએ છીએ. કેએચસી એટલે કે કિંગડમ હોલ્ડિંગ કંપની એ તલાલની આગેવાની હેઠળની એક રોકાણ કંપની છે. મસ્કે ડીલ માટે પ્રતિ શેર 54.2 ડોલર રોકડમાં ઓફર કર્યા હતા.
એક રિપોર્ટ અનુસાર, આ ડીલને પૂર્ણ કરવા માટે મસ્કને આ કિંમત પર 43 બિલિયન ડોલર ખર્ચવા પડશે. મસ્કે 4 એપ્રિલે ટ્વિટરમાં 9 ટકા હિસ્સો ખરીદ્યો હતો. તેમણે કહ્યું કે ટ્વીટર માટે તેમનો હેતુ પૂરો કરવા બદલાવ કરવો જરૂરી બનશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે જો તેમની ઓફર સ્વીકારવામાં નહીં આવે તો તેઓ શેરહોલ્ડર તરીકેના તેમના સ્ટેટસની સમીક્ષા કરશે.એટલે કે આવી સ્થિતિમાં તેઓ કંપનીમાંથી બહાર નીકળી શકે છે.
મસ્ક માટે નાણાં એકત્ર કરવાનું સરળ નહીં રહે
એક અહેવાલ અનુસાર, મસ્ક માટે 43 બિલિયન ડોલરની રોકડ ડીલ કરવી સરળ નહીં હોય. આ તેમની સંપત્તિનો છઠ્ઠો ભાગ હોઈ શકે છે, પરંતુ ખાસ વાત એ છે કે, અબજોપતિઓની મોટાભાગની સંપત્તિનો હીસ્સો તેમની કંપનીઓમાં હીસ્સેદારીનું હોય છે. મસ્કના કિસ્સામાં, આ વધારો ટેસ્લાના શેરથી થયો છે.
રોકડ સોદો પૂર્ણ કરવા માટે, મસ્કને મોટો હિસ્સો વેચવો પડશે અથવા દેવું વધારવું પડશે. બંને મસ્ક માટે મુશ્કેલ દાવ સાબિત થઈ શકે છે. બ્લૂમબર્ગે અનુમાન લગાવ્યું છે કે જો મસ્ક તેની પાસે રહેલી $3 બિલિયન રોકડ સાથે ટેસ્લા દ્વારા બાકીની રકમ એકત્ર કરવા માંગે છે, તો તેણે ટેસ્લામાં તેનો પાંચમો હિસ્સો વેચવો પડશે. જે શેરોના ભાવમાં ઘટાડાનું પણ કારણ બની શકે છે.