Jammu Kashmir: શ્રીનગરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) શ્રીનગરમાં (Srinagar) શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી.
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) શ્રીનગરમાં (Srinagar) શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી પર કાર્યવાહી કરીને, સુરક્ષા દળોએ રાત્રે શહેરના જાકુરા વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે જ્યારે સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે ત્યાં છુપાયેલા આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી, જેના કારણે એન્કાઉન્ટર શરૂ થયું. અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.
કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે જણાવ્યું કે આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ના હતા. 29 જાન્યુઆરીએ અનંતનાગમાં હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદ ગનીની હત્યામાં એક આતંકવાદી સામેલ હતો.
કાશ્મીરના આઈજીપીએ ટ્વીટ કર્યું કે શ્રીનગર પોલીસે આતંકવાદી સંગઠન લશ્કર/ટીઆરએફના બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એક, ઇખલાક હજામ, અનંતનાગના હસનપોરા ખાતે તાજેતરમાં હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદની હત્યામાં સામેલ હતો. કુમારે કહ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી બે પિસ્તોલ, 5 ગ્રેનેડ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે.
#SrinagarEncounterUpdate: 02 #terrorists of terror outfit LeT/TRF #neutralised by Srinagar Police. One of the killed terrorists Ikhlaq Hajam was involved in recent killing of HC Ali Mohd at Hassanpora Anantnag. Incriminating materials including 02 pistols recovered: IGP Kashmir https://t.co/9vktIRpcJM
— Kashmir Zone Police (@KashmirPolice) February 5, 2022
સુરક્ષા દળોને સતત સફળતા મળી રહી છે
આ વર્ષે અત્યાર સુધીમાં ઘાટીમાં એક ડઝનથી વધુ એન્કાઉન્ટરમાં 18 આતંકવાદીઓ માર્યા ગયા છે. નવા વર્ષની શરૂઆત સુરક્ષાદળો દ્વારા આતંકવાદીઓ સામેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવવા સાથે કરવામાં આવી છે. આતંકવાદ વિરોધી કામગીરીમાં સ્થાનિક સમર્થન મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને ગયા વર્ષથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઘટાડો થયો છે.
કલમ 370 નાબૂદ કર્યા પછી 439 આતંકવાદીઓ માર્યા ગયા
રાજ્યસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ 439 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન 98 નાગરિકોના મોત થયા હતા અને 109 સુરક્ષાકર્મીઓ પણ શહીદ થયા હતા. આ દરમિયાન 541 આતંકી ઘટનાઓ બની હતી.
આ પણ વાંચો : UP Election 2022: દિલ્હીમાં કામ કરતા યુપીના મતદારોને મતદાનના દિવસે મળશે રજા, પગાર કપાશે નહીં
આ પણ વાંચો : સાયબર ફ્રેન્ડ એલર્ટ! શું તમે દવાઓનો ઓનલાઈન ઓર્ડર કરો છો ? આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો થઈ શકે છે નુકશાન