Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં 27 લાખથી વધુ લોકો અપંગ થયા, 19,800 રશિયન સૈનિકો પણ માર્યા ગયા

રશિયાના (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમના કમાન્ડરને કહ્યું છે કે જો અમે 10 મે સુધીમાં યુક્રેન (Ukraine) પર કબજો નહીં કરીએ તો અમારે યુક્રેનમાં બધું જ જમીનદોસ્ત કરવું પડશે.

Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં 27 લાખથી વધુ લોકો અપંગ થયા, 19,800 રશિયન સૈનિકો પણ માર્યા ગયા
Russia Ukraine War
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 8:42 PM

યુક્રેન (Ukraine) પર રશિયાના (Russia) હુમલાનો આજે 51મો દિવસ છે. દરરોજ રશિયન સેના યુક્રેન પર હુમલો કરી રહી છે. સ્થિતિ એવી છે કે યુક્રેનના ઘણા શહેરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે. યુક્રેન પર રશિયન હુમલા વચ્ચે સ્ટેટ બોર્ડર ગાર્ડ સર્વિસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 50 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં 27 લાખથી વધુ લોકો અપંગ થયા છે. હુમલામાં ઘાયલોને દવા પણ નથી મળી રહી. આ જ કારણ છે કે મોટાભાગના લોકો હવે યુક્રેન છોડીને અન્ય દેશોમાં જવા લાગ્યા છે. યુક્રેન પર રશિયાના હુમલા દિવસેને દિવસે વધી રહ્યા છે. રશિયાએ તેના અધિકારીઓને 10 મે સુધીમાં યુક્રેન પર વિજય મેળવવા માટે કડક સૂચના આપી છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેના કમાન્ડરને કહ્યું છે કે જો અમે 10 મે સુધીમાં યુક્રેન પર કબજો નહીં કરીએ તો અમારે યુક્રેનમાં બધું જ જમીનદોસ્ત કરવું પડશે. યુક્રેનના શહેરોને કચડી નાખવા પડશે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સેના અંત સુધી લડશે.

યુક્રેન મુજબ છેલ્લા સાત સપ્તાહથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 19,800 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ યુદ્ધ 24 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું. આ દરમિયાન રશિયાએ દાવો કર્યો છે કે મારિયુપોલમાં યુક્રેનના 1000 સૈનિકોએ આત્મસમર્પણ કર્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 45 દિવસથી યુક્રેનના દક્ષિણી બંદર શહેર મારિયુપોલમાં રશિયન સેનાના હુમલામાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ નાગરિકો માર્યા ગયા છે. મારિયુપોલના મેયર વાદિમ બોયચેન્કોએ દાવો કર્યો છે કે મારિયુપોલમાંથી ઘણા મૃતદેહો ગુમ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

પુતિન સૌપ્રથમ 9 મેના રોજ યુદ્ધનો અંત લાવવા માંગતા હતા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અગાઉ તેમના કમાન્ડરોને કહ્યું હતું કે તેઓ કોઈપણ ભોગે 9 મે સુધીમાં યુક્રેન પર કબજો કરી લે. રશિયામાં દર વર્ષે નાઝી સેનાના શરણાગતિની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી હેઠળ દર વર્ષે રશિયામાં 9 મેના રોજ રેડ સ્ક્વેરમાં વિજય પરેડ કાઢવામાં આવે છે. આ ઉજવણી બીજા વિશ્વ યુદ્ધના વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલા માટે પુતિન આ દિવસે યુક્રેન પર વિજયની ઉજવણી કરવા માંગતા હતા.

યુક્રેનનો દાવો છે કે બ્લેક સીમાં રશિયાનું યુદ્ધ જહાજ નાશ પામ્યું છે

રશિયાના સતત હુમલા વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે તેની સેનાએ મિસાઈલ હુમલાની મદદથી કાળા સમુદ્રમાં એક રશિયન યુદ્ધ જહાજને નષ્ટ કરી દીધું છે. જો કે રશિયાએ યુક્રેનના દાવાને નકારી કાઢતા કહ્યું કે મિસાઈલ સ્ટ્રાઈકમાં જહાજને નજીવું નુકસાન થયું છે. રાજધાની કિવ સહિત દેશના ઉત્તરીય ભાગમાંથી પીછેહઠ કર્યા બાદ હવે રશિયન સેના પૂર્વી યુક્રેન પર હુમલો કરવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રઃ સીએમના સાળાની કંપનીમાં 30 કરોડનું મની લોન્ડરિંગ, ઉદ્ધવ ઠાકરેનો કંપની સાથે શું સંબંધ? ભાજપના નેતા કિરીટ સોમૈયાનો સવાલ

આ પણ વાંચો: મુંબઈમાં ભાજપના નેતા કિરીટ સોમૈયા પર 100 કરોડના શૌચાલય કૌભાંડનો શિવસેનાના સાંસદ સંજય રાઉતનો ગંભીર આરોપ

g clip-path="url(#clip0_868_265)">