આયુર્વેદિક ડોક્ટરો અને એલોપેથિક ડોક્ટરોને સમાન વેતનના ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ફગાવ્યો

સર્વોચ્ચ અદાલતે ગુજરાત હાઈકોર્ટના આ આદેશને ફગાવી દીધો છે, આ આદેશમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું આદેશ આપ્યો કે, સરકારી હોસ્પિટલોમાં કામ કરતા આર્યુર્વેદ ડોકટર સાથે એમબીબીએસ(MBBS)ની ડિગ્રી ધરાવતા ડોકટરની સમાન સારવાર કરવી જોઈએ અને સમાન વેતનને હકદાર છે.

આયુર્વેદિક ડોક્ટરો અને એલોપેથિક ડોક્ટરોને સમાન વેતનના ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ફગાવ્યો
Image Credit source: Google
| Edited By: | Updated on: Apr 27, 2023 | 7:33 PM

સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, એલોપેથિક ડોકટરો અને સ્વદેશી દવાઓથી સારવાર કરતા ડોકટર સમાન કામ કરે છે તેવું કહી શકાય નહીં. આવા કિસ્સામાં સમાન વેતનનો દાવો કરી શકાતો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે ડોકટર સ્વદેશી દવાઓની સારવાર કરે છે તેને એલોપેથીના ડોકટર તરીકે ગણી શકાય નહીં. એલોપેથી ડોકટરના સમાન પગારની માગણી કરી શકાય નહી. કોર્ટે કહ્યું છે કે, એલોપેથિક ડોકટરો ટ્રોમા સેન્ટર અને ઈમરજન્સી સેવાઓ આપી શકે છે, અને આયુર્વેદિક ડોકટર આ કામ કરી શકતા નથી.

આ પણ વાચો: Same Sex Marriage : સમલૈંગિક લગ્ન પર કિરણ રિજિજુની ટિપ્પણી, કહ્યું અદાલત આવા મુદ્દાઓને ઉકેલવા માટેનું મંચ નથી

આયુર્વેદિક ડોકટરો સર્જનોની મદદ કરી શકતા નથી

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, આયુર્વેદિક ડોકટરો સર્જનોની મદદ કરી શકતા નથી. જટિલ સર્જરીઓ એલોપેથીના ડોકટરો દ્ગારા કરવામાં આવે છે અને આયુર્વેદના ડોકટરો તેમને સહકાર પણ આપી શકતા નથી. પરંતુ MBBS ડોકટરો સર્જરીથી લઈને ઈમરજન્સી ડ્યટી અને ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવી શકે છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, અમે એવું નથી કહી રહ્યા કે એક દવા સિસ્ટમ બીજી કરતાં સારી છે.

વૈકલ્પિક દવા આ દેશનું ગૌરવ છે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે, વૈકલ્પિક દવા આ દેશનું ગૌરવ છે. પરંતુ એ પણ હકીકત છે કે, દેશી પદ્ધતિથી સારવાર કરતા ડોકટર જટિલ ઓપરેશન કરી શકતા નથી. આયુર્વેદ તેમને સર્જરી કરવાની પણ પરવાનગી આપતું નથી. .

ગુજરાત હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો હતો ?

સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને બાજુ પર રાખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, આયુર્વેદની ડિગ્રી ધરાવતો ડોકટર એમબીબીએસ ડોકટરોની સમકક્ષ હશે. ઉપરાંત ટિક્કૂ પે કમિશન હેઠળ કેટલીક ભલામણો સાથે સમાન લાભ માટે હકદાર હશે. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે, શહેરો અથવા નગરોની સામાન્ય હોસ્પિટલોમાં MBBS ડિગ્રી ધરાવતા ડોકટરોએ દર્દીઓની સંભાળ લેવી પડે છે. જે આયુર્વેદ પ્રેકિટશનરો સાથે નથી.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…