કોર્ટની અવમાનના કેસમાં Vijay Mallya સામે થયુ સજાનું એલાન, ભોગવવી પડશે જેલની સજા અને આપવો પડશે આટલો દંડ

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને (Vijay Mallya) હાજર થવા માટે અનેક તક આપ્યા બાદ સુપ્રીમ કોર્ટે કોર્ટના અવમાનના કેસમાં તેની સજા પર પોતાનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ યુ યુ લલિતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો.

કોર્ટની અવમાનના કેસમાં Vijay Mallya સામે થયુ સજાનું એલાન, ભોગવવી પડશે જેલની સજા અને આપવો પડશે આટલો દંડ
Vijay mallya Image Credit source: file photo
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Jul 11, 2022 | 12:38 PM

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને (Vijay Mallya) હાજર થવા માટે અનેક તક આપ્યા બાદ સુપ્રીમ કોર્ટે (Supreme court) કોર્ટના અવમાનના કેસમાં તેની સજા પર પોતાનો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ યુ યુ લલિતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. જસ્ટિસ યુયુ લલિત ઉપરાંત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ડિવિઝન બેન્ચે ગફિશર એરલાઈન્સને સંડોવતા રૂ. 9000 કરોડથી વધુની લોન ડિફોલ્ટના કેસમાં કોર્ટના આદેશોના ઉલ્લંઘન સંબંધિત કોર્ટના અવમાનના કેસમાં સજા સંભળાવી હતી. દંડ ભરવામાં નિષ્ફળ જશે તો 2 મહિનાની વધારાની સજામાં મળશે. એટલું જ નહીં કોર્ટે વિજય માલ્યા પાસેથી વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા 40 મિલિયન ડોલર 4 અઠવાડિયામાં ચૂકવવાનો આદેશ આપ્યો છે. જો તે નિષ્ફળ થશે તો તેની સંપતિ જપ્ત કરવામાં આવશે.

વિજય માલ્યાની ગેરહાજરીમાં સુનાવણી બાદ સર્વોચ્ચ અદાલતે 10 માર્ચે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે માલ્યાને 30 નવેમ્બર, 2021 ના ​​રોજ તેની સમક્ષ હાજર થવાની છેલ્લી તક આપી હતી.છતા તે હાજર ના રહેતા સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી 11 તારીખે પોતાનો આદેશ જાહેર કરવાની નિર્ણય કર્યો હતો.

વિજય માલ્યા આ કેસમાં હતો આરોપી

વિજય માલ્યા તેની કિંગફિશર એરલાઈન્સ સાથે સંબંધિત રૂ. 9,000 કરોડથી વધુની બેંક લોન ડિફોલ્ટના આરોપી છે. યુયુ લલિત ઉપરાંત જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ડિવિઝન બેન્ચે કિંગફિશર એરલાઇન્સ સાથે સંકળાયેલા રૂ. 9000 કરોડથી વધુના લોન ડિફોલ્ટ કેસમાં કોર્ટના આદેશોના ઉલ્લંઘન સંબંધિત કોર્ટના અવમાનના કેસમાં સજા સંભળાવી છે.

આ પણ વાંચો

g clip-path="url(#clip0_868_265)">