AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુભાષ ચંદ્ર બોઝની 123મી જન્મજયંતિ: આ કારણથી આજે પણ સમગ્ર દેશ ‘નેતાજી’ને કરે છે યાદ

નેતાજી સુભાષચંદ્ર બોઝ અંગ્રેજો સામે ઘણુ લડ્યા. આજે પણ નેતાજી સુભાષચંદ્ર બોઝના મોતથી જોડાયેલા ઘણા કિસ્સાઓ જણાવવામાં આવે છે પણ હાલમાં પણ એ સામે આવ્યું નથી કે તેમનું મોત કેવી રીતે થયું. ત્યારે સરકારી રેકોર્ડ મુજબ નેતાજીનું મોત 18 ઓગસ્ટ 1945માં એક વિમાન દુર્ઘટનામાં થયું હતું.   નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટકમાં […]

સુભાષ ચંદ્ર બોઝની 123મી જન્મજયંતિ: આ કારણથી આજે પણ સમગ્ર દેશ 'નેતાજી'ને કરે છે યાદ
| Updated on: Jan 23, 2020 | 5:01 AM
Share

નેતાજી સુભાષચંદ્ર બોઝ અંગ્રેજો સામે ઘણુ લડ્યા. આજે પણ નેતાજી સુભાષચંદ્ર બોઝના મોતથી જોડાયેલા ઘણા કિસ્સાઓ જણાવવામાં આવે છે પણ હાલમાં પણ એ સામે આવ્યું નથી કે તેમનું મોત કેવી રીતે થયું. ત્યારે સરકારી રેકોર્ડ મુજબ નેતાજીનું મોત 18 ઓગસ્ટ 1945માં એક વિમાન દુર્ઘટનામાં થયું હતું.

गांधीजी के साथ सलाह मशविरा करते हुए

નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટકમાં થયો હતો. તે બંગાળી પરિવારના હતા. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના એક જાણીતા વકીલ હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સહિત તેમના 14 બાળકો હતો. જેમાં 8 દિકરા અને 6 દીકરી હતા. સુભાષચંદ્ર બોઝ તેમના નવમાં સંતાન હતા અને પાંચમાં દિકરા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુભાષચંદ્ર બોઝે તેમનું પ્રાથમિક શિક્ષણ કટકના રેવેન્શોવ કોલેજિએટ સ્કૂલથી લીધું હતું. વધુ અભ્યાસ માટે તે કલક્ત્તા ગયા હતા અને ત્યાં પ્રેજિડેન્સી કોલેજ અને સ્કોટિશ ચર્ચ કોલેજથી અભ્યાસ પુરો કર્યો. ત્યારબાદ તે ઈન્ડિયન સિવિલ સર્વિસ (ICS)ની તૈયારી માટે ઈંગ્લેન્ડના કેમ્બ્રિજ વિશ્વ વિદ્યાલય ગયા. અંગ્રેજોના શાસનમાં ભારતીયો માટે સિવિલ સર્વિસમાં જવું તે સમયે ખુબ મુશ્કેલ હતું.

સુભાષચંદ્ર બોઝે સિવિલ સર્વિસની પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું. 1921માં ભારતમાં વધતી રાજકીય ગતિવિધીઓના સમાચાર જાણીને બોઝ ભારત પરત આવ્યા અને તેમને સિવિલ સર્વિસ છોડી દીધી. ત્યારબાદ નેતાજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સાથે જોડાઈ ગયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

નેતાજી સર્વોચ્ચ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસને છોડીને દેશને આઝાદ કરાવવાની મુહિમનો ભાગ બની ગયા હતા. ત્યારબાદ બ્રિટિશ સરકારે તેમની વિરૂદ્ધ ઘણા કેસ દાખલ કર્યા. જેનું પરિણામ એ આવ્યું કે સુભાષચંદ્ર બોઝે તેમના જીવનમાં 11 વખત જેલ જવું પડ્યુ. તે સૌથી પહેલા 16 જુલાઈ 1921ના રોજ જેલમાં ગયા હતા. જ્યારે તેમને 6 મહિના માટે જેલમાં રહેવું પડ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

‘તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા.. જય હિંદ’ આ નારો આ મહાન સ્વતંત્રતા સેનાનીએ દેશને આપ્યો છે. તેમને આઝાદ હિંદ ફોજનું નિર્માણ કરી આઝાદીના જંગની શરૂ કરી દીધી હતી. આજે પણ દેશ તેમની બહાદુરી અને દેશને આપેલા તેમના મહત્વપૂર્ણ યોગદાનને લઈ નેતાજીને યાદ કરે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
પંટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા, જુઓ વીડિયો
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
ગાંધીનગરના જાણીતા પિત્ઝા રેસ્ટોરેન્ટમાં પિત્ઝામાંથી નીકળી જીવાત
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
વડોદરામાં ફ્લાઈટમાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">