AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરામાં ઈન્ડિગોની ફ્લાઈટમાં પાવર ગુલ થતાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video

Breaking News : વડોદરામાં ઈન્ડિગોની ફ્લાઈટમાં પાવર ગુલ થતાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2026 | 11:41 AM
Share

વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ઘોર બેદરકારી સામે આવી છે.ઈન્ડિગોની ફ્લાઈટ 6E 657 માં ટેક્નિકલ કારણોસર વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો મુસાફરોએ ભારે હોબાળો મચાવી રોષ વ્યક્ત કર્યો છે.

12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. આ દુર્ઘટનામાં અનેક લોકોએ તેમનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાને હજુ એક વર્ષ પૂર્ણ થયું નથી. ત્યારે આજે પણ લોકો ફ્લાઈમાં મુસાફરી કરતા ડરતા હોય છે. ત્યારે વડોદરાના એરપોર્ટ પર પણ વધુ એક આવી ડરામણી ઘટના સામે આવી હતી. જેમા મુસાફરોના જીવ અધ્ધર થઇ ગયા હતા. ઈન્ડિગોની ફ્લાઈટમાં પાવર ગુલ થતાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા હતા.

મુસાફરો ગૂંગળામણમાં ફસાયા

વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની બેદરકારી આવી સામે છે. ઈન્ડિગોની ફ્લાઈટમાં પાવર ગુલ થતાં મુસાફરો ગૂંગળામણમાં ફસાયા હતા.મુસાફરો અડધો કલાક સુધી ફ્લાઈટમાં અટવાતાં હોબાળો મચાવ્યો હતો.ઈન્ડિગોની ફ્લાઈટ 6E 657માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. વીજ પુરવઠો પૂર્વવત થતાં ફ્લાઈટને આગળ રવાના કરવામાં આવી હતી.લોકો એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ઘોર બેદરકારી કહી રહ્યા છે.ફ્લાઈટમાં પાવર ગુલ થતાં ગૂંગળામણ વચ્ચે મુસાફરો અડધો કલાક અટવાયા હતા.આ સમગ્ર ઘટના ગઈકાલે રાત્રે 8.50 વાગ્યાથી લઈને 9.15 સુધી બની હતી.

આ ફ્લાઈટ વડોદરાથી દિલ્હી જતી હતી. અંદાજે 25 મિનિટ સુધી ફ્લાઈટમાં ફસાયા હતા. અંદર બેસેલા લોકો હાથ, બુકથી પવન નાંખી રહ્યા હતા. એરપોર્ટ પર ઉભેલી આ ફ્લાઈટમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જો મુસાફરી સમયે આ ઘટના બની હોત તો જવાબદાર કોણ તેની પણ ચર્ચા હાલ થઈ રહી છે.

 

 

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">