AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મિડલ ઈસ્ટના યુદ્ધની ગુજરાત પર ગંભીર અસર, પંટ્રોલ પંપ પર પેટ્રોલની અછતની ચર્ચા, જુઓ Video

Breaking News : મિડલ ઈસ્ટના યુદ્ધની ગુજરાત પર ગંભીર અસર, પંટ્રોલ પંપ પર પેટ્રોલની અછતની ચર્ચા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2026 | 12:34 PM
Share

એકબાજુ કેટલાક વિસ્તારોમાં લોકો ભર ઉનાળામાં પાણી માટે વલખાં મારી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ લોકો પાણી માટે લાંબી લાઈનોમાં લાગે છે. પરંતુ હાલ એવી ઘટનાઓ સામે આવી રહી છે કે, લોકો પેટ્રોલ માટે લાંબી લાઈનમાં લાગી રહ્યા છે.

મિડલ ઈસ્ટના તણાવની અસર હાલ ગુજરાત પર પણ જોવા મળી રહી છે. અમદાવાદ સહિત વિવિધ શહેરમાં પેટ્રોલ પંપ પર પંટ્રોલની અછત હોવાની ચર્ચા થઈ હતી. પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે રૂપિયા ત્રણનો વધારો કરવામાં આવ્યો છે.આ ભાવ વધારાના કારણે વાહનચાલકોના ખિસ્સા પર સીધો બોજ પડ્યો છે અને ટ્રાન્સપોર્ટેશન તેમજ મોંઘવારી વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા

અમદાવાદના આશ્રમ રોડ પર ભારત પેટ્રોલિયમના પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા થઈ રહી હતી. જ્યારે સમગ્ર ઘટના વિશે તપાસ કરવામાં આવી તો. જથ્થો ન આવવાને કારણે વાહન ચાલકો પરત જઈ રહ્યા છે તેવું સામે આવ્યું હતુ. માત્ર ડીઝલનું ટેન્કર આવ્યું હોવાથી ડીઝલનું વેચાણ ચાલુ હોવાની વાત સામે આવી હતી. આશ્રમ રોડના અરવિંદ પેટ્રોલ પંપ પર માત્ર પેટ્રોલનો જથ્થો ખૂટ્યો છે. જ્યારે ડીઝલનું વેચાણ ચાલુ છે.

પેટ્રોલ પંપ પર ડીઝલના ભાવ વધ્યા

અમદાવાદ બાદ સુરેન્દ્રનગર લીંબડી હાઈવે સહિત શહેરમાં આવેલ પેટ્રોલપંપ પર લોકોની લાંબી લાઈનો લાગી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા બાદ વાહન ચાલકો ઈંધણનો સંગ્રહ કરવા માટે ઉમટી પડયા છે.ડીઝલ લેવા માટે પેટ્રોલપંપ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. કેરબા સહિતના વાસણો લઈ લોકો લાંબી લાઈનોમાં ઉભા રહેતા જોવા મળી રહ્યા છે.એકબાજુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સાથે અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ ન મળવાના કારણે ટ્રાન્સપોર્ટેશન પર ખૂબ જ મોટી અસર પડી છે.

 

પેટ્રોલ-ડીઝલ ઇંધણનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. આ પેટ્રોલિયમ બળતણ ઈંધણનો સૌથી સામાન્ય પ્રકાર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">