AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સડક પર નમાઝ પઢવાને લઈને યુપી CM યોગીની સખ્ત ચેતવણી,”પ્રેમથી માને છે તો ઠીક, નહીં તો બીજા રસ્તાઓ છે “

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સડક પર નમાઝ પઢવાને લઈને કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ યુપીમાં સડક પર નમાઝ બિલકુલ નહીં પઢવા દઈએ. કારણ કે રસ્તો આવવા જવા માટે છે. કાયદો બધા માટે સમાન છે, તો લોકો શિફ્ટમાં અથવા તો તેમના ધાર્મિક સ્થળોએ નમાઝ પઢે. જો સંવાદથી નહીં માને તો સરકાર અન્ય કડક રસ્તાઓ અપનાવશે.

Breaking News: સડક પર નમાઝ પઢવાને લઈને યુપી CM યોગીની સખ્ત ચેતવણી,પ્રેમથી માને છે તો ઠીક, નહીં તો બીજા રસ્તાઓ છે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2026 | 4:06 PM
Share

યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રસ્તા પર નમાઝ પઢવા બેસી જતા લોકો સામે લાલ આંખ કરી છે અને આ પ્રકારે નમાઝ પઢવા સામે તેમની સખ્ત નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ છે કે રોડ- રસ્તા લોકોના આવવા- જવા માટેનુ સ્થળ છે અને કાયદાની સમક્ષ તમામ નાગરિકો સમાન છે. આથી આ સંખ્યા જો વધુ છે તો લોકો શિફ્ટમાં અથવા તો તેમના ધાર્મિક સ્થળો પર નમાઝ પઢે. CM યોગી એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકાર સડકો પર અરાજક્તા ફેલાવા નહીં દે. જો આ લોકો સંવાદથી અને પ્રેમથી માને છે તો ઠીક છે નહીં તો તેમની સામે કાયદાકીય અન્ય રસ્તાઓ પણ છે.

સોમવારે યોગી આદિત્યનાથે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે જો તમારે નમાઝ પઢવી જ છે તો શિફ્ટમાં પઢો. CM યોગીએ કહ્યુ, “લોકો મને પૂછે છે કે સાહેબ તમારે ત્યાં શું સાચે સડકો પર નમાઝ પઢવામા આવે છે? તો હું કહુ છુ બિલકુલ નહીં. તમે જઈને જોઈ લો, નથી હોતી. અરે સડકો ચાલવા માટે છે કે કોઈપણ વ્યક્તિ આવીને ચાર રસ્તા પર તમાશો બનાવી દેશે” શું અધિકાર છે તેમને સડક જામ કરવાનો? આવાગમન બાધિત કરવાનો અધિકાર ક્યો છે વળી?”

CM યોગીના અનુસાર, “તે લોકોએ મને પૂછ્યુ સાહેબ કેવી રીતે થશે, અમારી સંખ્યા કેટલી વધુ છે. તો મે કહ્યુ શિફ્ટમાં કરી લો, તમારા ઘરમાં રહેવાની જગ્યા નથી તો ભાઈ સંખ્યા નિયંત્રિત કરી લો. વધુમાં જો તમારી પાસે મોટા પરિવારને ટેકો આપવાની ક્ષમતાનો અભાવ હોય તો શા માટે બિનજરૂરી રીતે તેનુ કદ વધારતા રહેવુ. તમારે સમજવુ પડશે કે જો સિસ્ટમ સાથે રહેવુ હશે તો નિયમ અને કાયદાનું પાલન કરવુ પડશે.

મુખ્યમંત્રીએ કહ્યુ આ કાયદાનું રાજ છે. કાયદાના રાજને સૌને સમાન રીતે લાગુ કરશુ. નમાઝ પઢવી આવશ્યક છે. તમે શિફ્ટમાં પઢો. અમે નહીં રોકીએ. પરંતુ સડક પર નહીં. સડક ચાલવા માટે છે. એક સામાન્ય વ્યક્તિ, એક બીમાર વ્યક્તિ, એક કામદાર, એક કર્મચારી, એક વેપારી એ તમામ માટે છે અને અમે કોઈને સડકને બાધિત કરવા નહીં દઈએ. સરકારનો નિયમ સાર્વભૌમનો છે. સૌને માટે સમાન રીતે લાગુ થાય છે.

તેમણે કહ્યુ કે અમે સૌને કહ્યુ છે કે ભાઈ સડકો આ નહીં ચાલે, અરાજ્તા સડકો પર નહીં ફેલાવા દઈએ, પ્રેમથી માનો છો તો ઠીક છે નહીં માનો તો અન્ય તરીકાઓ પણ છે. જો તમે સંવાદથી માનો છો તો સંવાદથી નહીં તો સંઘર્ષથી જોઈ લો. બરેલીમાં લોકો એ હાથ અજમાવવાની કોશિશ કરી, જોઈ લીધી તાકત? આ જ કારણ છે કે સરકાર એ સિસ્ટમ સાથે સમગ્ર વ્યવસ્થાને જોડવા માગે છે.

વડોદરા કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ, કલેક્ટરને આવેદન આપી કાર્યવાહી કરવાની કરી માગ

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">