AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાશીમાં બની રહ્યુ છે શિવ થીમ પર ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ, આધુનિકતાની સાથે સનાતન ધર્મની દેખાશે ઝલક

વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી રહ્યું છએ. આ સ્ટેડિયમ ત્રિશૂળ આકારની ફ્લડ લાઈટ્સ બનાવવામાં આવશે

કાશીમાં બની રહ્યુ છે શિવ થીમ પર ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ, આધુનિકતાની સાથે સનાતન ધર્મની દેખાશે ઝલક
Shiv-themed cricket stadium
Follow Us:
| Updated on: Jun 09, 2025 | 11:25 AM

વારાણસીમાં દેશનું સૌથી પહેલું એવુ સ્ટેડિયમ બની રહ્યું છે. જ્યાં આધુનિકતાની સાથે સનાતનની ઝલક પણ જોવા મળશે. આ સ્ટેડિયમ ભગવાન શિવની થીમ પર બનાવવામાં આવી રહ્યું છએ. આ સ્ટેડિયમ ત્રિશૂળ આકારની ફ્લડ લાઈટ્સ બનાવવામાં આવશે. આ ઉપરાંત સ્ટેડિયમની મુખ્ય બિલ્ડીંગ ડમરુના આકારની બનાવવામાં આવશે. જે ભગવાન શિવના ત્રિશૂળની સુંદરતામાં વધારો કરશે. એટલું જ નહીં, સ્ટેડિયમના પ્રવેશદ્વાર પર બીલીપત્રનો આકાર પણ જોવા મળશે.

સ્ટેડિયમની મુખ્ય બિલ્ડીંગ ડમરુના આકારની બનાવાશે

સ્ટેડિયમની સીડીઓ પણ કાશીના ઘાટની સીડીઓ જેવા આકારની બનાવવામાં આવી છે. આ સ્ટેડિયમ દેશનું સૌથી અનોખું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ સ્ટેડિયમનું લગભગ 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.બાકીનું કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ સ્ટેડિયમનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2023માં નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

યુવા ખેલાડીઓ માટે બનશે વરદાન

આ સ્ટેડિયમ બનાવવા માટે 451 કરોડ રુપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. જેમાંથી 121 કરોડ જેટલા રુપિયા જમીન સંપાદન પાછળ ખર્ચવામાં આવ્યા છે. જ્યારે BCCI આ સ્ટેડિય 330 કરોડના ખર્ચે બનાવી રહ્યું છે. કાશીમાં ક્રિકેટ સ્ટેડિયમનું બાંધકામ પૂર્ણ થયા પછી બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢની સાથે પૂર્વી યુપીના યુવા ખેલાડીઓ માટે એક મોટું વરદાન સાબિત થાય છે. આ ઉપરાંત એવું કહેવાય છે કે 2026માં યોજાનારી IPL મેચો પણ આ સ્ટેડિયમમાં રમાશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મેચો પણ યોજાશે.

આંખોનુ ફરકવું શુભ છે કે અશુભ? જાણો કઈ વાતનો મળે છે સંકેત
ફ્રિજમાં ગેસ ખતમ થઈ ગયો છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
આજનું રાશિફળ તારીખ : 20-06-2025
હાથ અને પગમાં ઝણઝણાટી એ કયા રોગનું લક્ષણ છે? જાણો
HDFC ગ્રુપની કંપનીનો આ IPO 25 જૂનથી ખુલશે, જાણો તમામ વિગત
BSNLના 80 દિવસના પ્લાનનો જલવો, માત્ર રુ 485માં મળશે આ લાભ

સ્ટેડિયમમાં કરવામાં આવી છે ખાસ વ્યવસ્થા

ગંજરીમાં બની રહેલા સ્ટેડિયમને ખાસ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં યોજાનારી મેચોના લાઇવ ટેલિકાસ્ટ માટે 2000 ચોરસ મીટરનો બ્રોડકાસ્ટ રૂમ (BCR) બનાવવામાં આવશે. સેટેલાઇટ અપલિંક એરિયા માટે 20×20 ફૂટનો રૂમ અને 12×12 મીટરનો રૂમ હશે. અહીં ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. પાંચ પીચવાળા આ સ્ટેડિયમમાં વરસાદી પાણીના નિકાલ માટે ખાસ ડ્રેનેજ સિસ્ટમ પણ હશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">