AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાશ્મીરમાં ઠંડીનો કહેર યથાવત, ગુલમર્ગમાં સતત છઠ્ઠા દિવસે તાપમાન માઇનસ 10 થી નીચે

ઉત્તર કાશ્મીરમાં માત્ર ગુલમર્ગ રિસોર્ટમાં જ આગલા દિવસ કરતાં વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યાંનું તાપમાન માઈનસ 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે તેના આગલા દિવસે તે 11.0 ડિગ્રી સેલ્સિયસ હતું.

કાશ્મીરમાં ઠંડીનો કહેર યથાવત, ગુલમર્ગમાં સતત છઠ્ઠા દિવસે તાપમાન માઇનસ 10 થી નીચે
Severe cold wave continues to grip Kashmir valley
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 3:24 PM
Share

કાશ્મીરમાં (Kashmir) કડકડતી ઠંડીના કહેર વચ્ચે મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં (Minimum Temperature) ઘટાડો નોંધાયો છે. અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે ખીણના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. માત્ર ઉત્તર કાશ્મીરના ગુલમર્ગ (Gulmarg) રિસોર્ટમાં જ લઘુત્તમ તાપમાન આગલા દિવસ કરતાં વધુ નોંધાયું હતું. ત્યાંનું તાપમાન માઈનસ 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે તેના આગલા દિવસે તે 11.0 ડિગ્રી સેલ્સિયસ હતું. ગુલમર્ગમાં સતત છ દિવસ સુધી લઘુત્તમ તાપમાન માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી ઓછું નોંધાયું છે.

તેમણે કહ્યું કે દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 10.3 ડિગ્રી સેલ્સિયસ હતું. જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન માઈનસ 7.8 ડિગ્રી સેલ્સિયસ હતું. બીજી તરફ, દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં માઈનસ 7.5 ડિગ્રી સેલ્સિયસ અને ઉત્તર કાશ્મીરના કુપવાડામાં માઈનસ 4.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

હવામાનશાસ્ત્રીઓએ આગામી કેટલાક દિવસો માટે મુખ્યત્વે શુષ્ક હવામાન અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે. કાશ્મીરમાં 21 ડિસેમ્બરથી 40 દિવસીય ‘ચિલ્લાઇ કલાન’ તબક્કો શરૂ થયો છે. આ સમયગાળા દરમિયાન, પ્રદેશમાં તીવ્ર ઠંડીનો અનુભવ થાય છે અને તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવે છે, જેના કારણે અહીંનું પ્રખ્યાત દાલ સરોવર તેમજ ખીણના ઘણા ભાગોમાં પાણી પુરવઠાની લાઇન સહિતના જળાશયો સ્થિર થઈ જાય છે.

આ સમય દરમિયાન, મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના પણ સૌથી વધુ છે, ખાસ કરીને ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થાય છે. નોંધપાત્ર રીતે, 31 જાન્યુઆરીએ ‘ચિલ્લાઇ કલાન’ સમાપ્ત થયા પછી, 20-દિવસીય ‘ચિલ્લાઇ-ખુર્દ’ અને પછી 10-દિવસીય ‘ચિલ્લાઇ બચા’ તબક્કો શરૂ થાય છે.

માત્ર કાશ્મીરમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. પહાડી રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ સહિત ઘણા મેદાની રાજ્યોમાં ઠંડી પડી રહી છે. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસથી કડક ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ પણ લોકો માટે અનેક સમસ્યાઓ સર્જી રહ્યું છે. ગાઢ ધુમ્મસના કારણે શુક્રવારે દિલ્હી આવતી લગભગ તમામ ટ્રેનો મોડી પડી છે. એટલું જ નહીં ઉત્તર રેલવે હેઠળના 250થી વધુ રેલવે સ્ટેશન ગાઢ ધુમ્મસથી છવાયેલા છે.

આ પણ વાંચો –

Makar Sankranti 2022 : વડાપ્રધાન મોદી સહિત આ મંત્રીઓએ દેશવાસીઓને મકરસંક્રાંતિની પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો –

Maharashtra: વર્ધામાં ગેરકાયદેસર ગર્ભપાત કરતી ગેંગનો પર્દાફાશ, પોલીસે બે મહિલાની કરી ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">