Maharashtra: વર્ધામાં ગેરકાયદેસર ગર્ભપાત કરતી ગેંગનો પર્દાફાશ, પોલીસે બે મહિલાની કરી ધરપકડ
આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યુ કે, બાળકીના ગેરકાયદેસર ગર્ભપાતના પાંચ દિવસ બાદ 9 જાન્યુઆરીએ આ મામલે પ્રથમ રિપોર્ટ દાખલ કરવા આ પરિવાર સંમત થયો હતો.
Maharashtra: મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં (Wardha) એક ખાનગી હોસ્પિટલના (Private Hospital) બાયોગેસ પ્લાન્ટમાંથી મોટી સંખ્યામાં ભ્રૂણના અવશેષો મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. સબ ઈન્સ્પેક્ટર જ્યોત્સના ગિરીએ જણાવ્યુ કે, ગેરકાયદેસર ગર્ભપાત કેસની તપાસ દરમિયાન વર્ધાના અરવીમાં એક ખાનગી હોસ્પિટલના બાયોગેસ પ્લાન્ટમાંથી 11 ખોપરી અને 54 ભ્રૂણના હાડકાં મળી આવ્યા છે. હોસ્પિટલના ડાયરેક્ટર રેખા કદમ અને તેના એક સહયોગીની હાલ ધરપકડ કરવામાં આવી છે. 13 વર્ષની બાળકીના ગેરકાયદેસર ગર્ભપાતની તપાસ દરમિયાન આ ખુલાસો થયો છે.
બાળકીના ગેરકાયદેસર ગર્ભપાતની તપાસ દરમિયાન થયો ખુલાસો
વર્ધા પોલીસે આ મામલે જણાવ્યુ હતુ કે, ડાઘવાળા કપડાં, બેગ સહિત અન્ય પુરાવા પણ ત્યાંથી મળી આવ્યા છે. હાલ તેને એકત્રિત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મહિલા તપાસ અધિકારીઓની ટીમ, આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર વંદના સોનુને અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર જ્યોત્સના જણાવ્યા મુજબ પોલીસને 4 જાન્યુઆરીએ આ કેસની માહિતી મળી હતી. બાદમાં પોલીસે મળેલી માહિતીના આધારે તપાસ શરૂ કરી અને અંતે સગીર બાળકીને શોધી કાઢ્યા બાદ તેના માતા-પિતા પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી. મળતા અહેવાલ અનુસાર છોકરાના પરિવાર દ્વારા આ સગીર બાળકીને ચૂપ રહેવાની ધમકી આપવામાં આવી હતી.
Maharashtra: 11 skulls & 54 bones of fetuses were found in biogas plant of a private hospital in Arvi, Wardha during the investigation of a separate case of illegal abortion. Hospital director Rekha Kadam & one of her associates were arrested: Sub-Inspector Jyotsna Giri (13.01) pic.twitter.com/4JtzeZquu6
— ANI (@ANI) January 14, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સોનુને જણાવ્યુ કે, અમે સગીર બાળકી સાથે વાત કરી અને તેમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું. ત્યારપછી તે બાળકીના ગેરકાયદેસર ગર્ભપાતના પાંચ દિવસ બાદ 9 જાન્યુઆરીએ આ મામલે પ્રથમ રિપોર્ટ દાખલ કરવા સંમત થયો હતો. આ ફરિયાદના આધારે પોલીસની એક ટીમે કદમ હોસ્પિટલમાં દરોડો પાડ્યો હતો અને તેના ડિરેક્ટર રેખા નીરજ કદમ અને નર્સની ધરપકડ કરી હતી. બંનેએ આ કામમાં મદદ કરી 30 હજાર રૂપિયા લીધા હતા.
બાળકીના પરિવારને ધમકી આપવામાં આવી હતી
પોલીસે હાલ છોકરાના માતા-પિતા ક્રિષ્ના સાહે અને તેની પત્ની નલ્લુની પણ ધરપકડ કરી હતી. તેણે સગીર યુવતીને બળજબરીથી ગર્ભપાત કરવા અને તેના પરિવાર સાથે આ અંગે વાત કરવા બદલ ધમકી આપી હતી. પોલીસે આ અઠવાડિયે બે દિવસના રિમાન્ડ પર આ ચારેય આરોપીઓની પૂછપરછ કરી ત્યારે તેઓએ બધું જ જણાવ્યું અને ત્યાર બાદ આ સમગ્ર ગેંગનો પર્દાફાશ થયો હતો.
આ પણ વાંચો : Mumbai Corona Update : મૂંબઈમાં ઓછા થઈ રહ્યા છે કોરોનાના આંકડા, 24 કલાકમાં 13702 સંક્રમિતો સાથે 6ના મૃત્યુ