Makar Sankranti 2022 : વડાપ્રધાન મોદી સહિત આ મંત્રીઓએ દેશવાસીઓને મકરસંક્રાંતિની પાઠવી શુભેચ્છા

PM મોદી સિવાય રક્ષા મંત્રી રાજનાથ સિંહે દેશવાસીઓને અભિનંદન આપતા કહ્યુ કે, "મકર સંક્રાંતિ, પોંગલ, ભોગલી બિહુ, ઉત્તરાયણ તહેવારના શુભ અવસર પર દરેકને શુભેચ્છાઓ."

Makar Sankranti 2022 : વડાપ્રધાન મોદી સહિત આ મંત્રીઓએ દેશવાસીઓને મકરસંક્રાંતિની પાઠવી શુભેચ્છા
PM Modi wishes the nation on makar sankranti
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 7:32 PM

આજે દેશભરમાં મકર સંક્રાંતિ,(Makar Sankranti)  ભોગાલી બિહુ, તુસુ પૂજા, પોંગલ, સુગી, ભોગી, માઘી, ખીચડી, પોષ પર્વ અને ઉત્તરાયણની ઉજવણી કરવામા આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તમામ દેશવાસીઓને આ તહેવારની શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે, ‘આજે આપણે દેશભરમાં વિવિધ તહેવારોની ઉજવણી કરી રહ્યા છીએ જે ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવે છે. તમને બધાને મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકૃતિની આરાધના સાથે જોડાયેલો આ તહેવાર દરેકના જીવનમાં સ્વાસ્થ્ય અને ખુશીઓ લઈને આવે.’

પોંગલ તહેવારની પણ વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

આ ઉપરાંત મોદીએ માઘ બિહુના તહેવારની પણ શુભેચ્છા પાઠવીને સુખ-સમૃદ્ધિની કામના કરી. પોંગલ તહેવારની શુભેચ્છા પાઠવતા પીએમ મોદીએ કહ્યું, પોંગલ એ તમિલનાડુની જીવંત સંસ્કૃતિનો પર્યાય છે. આ ખાસ અવસર પર બધાને અને ખાસ કરીને તમિલ લોકોને મારી શુભેચ્છાઓ. હું પ્રાર્થના કરું છું કે પ્રકૃતિ સાથેનું આપણું બંધન અને ભાઈચારાની ભાવના આપણા સમાજમાં વધુ ઊંડી બને.

વિદેશ મંત્રીએ પણ શુભેચ્છા પાઠવી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે (Dr. S Jaishankar) પણ દેશવાસીઓને આ તહેવારની શુભેચ્છા પાઠવી છે. ટ્વીટમાં તેમણે લખ્યુ કે આ તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના છે. આનંદના તહેવારો – મકરસંક્રાંતિ, માઘ બિહુ અને ઉત્તરાયણની સૌને હાર્દિક શુભકામનાઓ. આ તહેવાર દરેકના જીવનમાં ખુશીઓ લાવે તેવી પ્રાર્થના.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ અભિનંદન પાઠવ્યા

રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh)અભિનંદન આપતા લખ્યુ કે, મકરસક્રાંતિ, પોંગલ, ભોગાલી બિહુ, ઉત્તરાયણ અને પોષના તહેવારના શુભ અવસર પર સૌને શુભેચ્છાઓ. દરેકને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. તમારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.

આ પણ વાંચો : મકરસંક્રાંતિ પર કોરોનાનુ ગ્રહણ : ગંગા નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ, કોરોનાના જોખમને પગલે આ રાજ્યમાં કડક નિયંત્રણો લાગુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">