AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરક્ષાદળને મળી મોટી સફળતા, રાજૌરીના ડાંગરીમાં ટાર્ગેટ કિંલીગમાં સંડોવાયેલા બે આતંકીઓ બાલાકોટમાં ઠાર

રાજૌરીના ડાંગરીમાં કરાયેલા આતંકી હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. બાલાકોટમાં સરહદી વાડ પર તૈનાત સતર્ક સૈનિકોએ અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને શોધીને ઠાર કર્યા છે.

સુરક્ષાદળને મળી મોટી સફળતા, રાજૌરીના ડાંગરીમાં ટાર્ગેટ કિંલીગમાં સંડોવાયેલા બે આતંકીઓ બાલાકોટમાં ઠાર
Indian Army on Pak border ( file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2023 | 8:34 AM
Share

જમ્મુ-કાશ્મીરના બાલાકોટમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળે જણાવ્યું છે કે રાજૌરીના ડાંગરીમાં કરાયેલા આતંકી હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. બાલાકોટમાં સરહદી વાડ પર તૈનાત સતર્ક સૈનિકોએ અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને શોધીને ઠાર કર્યા છે. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને કાર્યવાહી ચાલુ છે.

રાજૌરીના ડાંગરી વિસ્તારમાં ટાર્ગેટ કિલિંગ બાદ જમ્મુ ડિવિઝનમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સરહદ પર પણ BSFએ ઓપરેશન શરૂ કર્યું છે. દિવસ હોય કે રાત, BSF 24 કલાક સરહદોની સુરક્ષામાં લાગેલું છે. જ્યારે સાંબા પ્રશાસન દ્વારા સરહદના એક કિલોમીટરના વિસ્તારમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. BSF સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને સતત ચોકસાઈ કરી રહ્યું છે, જેથી આતંકવાદીઓની ઘૂસણખોરીનું ષડયંત્ર સફળ ન થઈ શકે.

જમ્મુ-કાશ્મીરમાં 2022માં 172 આતંકવાદીઓ માર્યા ગયા

જમ્મુ અને કાશ્મીર પોલીસે વર્ષ 2022ને કાશ્મીર ક્ષેત્રમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં ખૂબ જ સફળ ગણાવ્યું છે. પોલીસે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં 90 થી વધુ ઓપરેશનમાં 172 આતંકવાદીઓ માર્યા ગયા છે. કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે વર્ષ 2022 દરમિયાન કાશ્મીરમાં કુલ 93 સફળ એન્કાઉન્ટર થયા હતા, જેમાં 42 વિદેશી આતંકવાદીઓ સહિત 172 આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીમાં સૌથી વધુ સંખ્યા લશ્કર-એ-તૈયબા (LeT) અને ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (TRF) ના 108 હતા, ત્યારબાદ જૈશ એ મહમંદ ના 35 હતા.

જમ્મુ-કાશ્મીરમાં 29 નાગરિકોના મોત

કાશ્મીર પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022માં સુરક્ષા દળો માટે મોટો પડકાર નાગરિકોની હત્યાનો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે પ્રદેશમાં નાગરિકોની હત્યામાં સામેલ તમામ આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે. ખીણમાં વિવિધ હુમલાઓ દરમિયાન લગભગ 29 નાગરિકો માર્યા ગયા હતા.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">