RSS News : સરકારી કર્મચારીઓ પરનો RSSમાં પરનો પ્રતિબંધ હટાવી લેવાયો? જાણો શું છે સમગ્ર મામલો

ભારત સરકારના ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ અંગે કોંગ્રેસ સરકારને ઘેરી રહી છે. જાણો શું છે સમગ્ર મામલો.

RSS News : સરકારી કર્મચારીઓ પરનો RSSમાં પરનો પ્રતિબંધ હટાવી લેવાયો? જાણો શું છે સમગ્ર મામલો
RSS
Follow Us:
| Updated on: Jul 22, 2024 | 8:08 PM

કેન્દ્ર સરકારે એક આદેશ જાહેર કરીને સરકારી કર્મચારીઓ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર લાગેલા પ્રતિબંધો હટાવ્યા છે. જેને લઈને કોંગ્રેસ પક્ષ સવાલો ઉઠાવી રહ્યો છે. હકીકતમાં, અગાઉની કોંગ્રેસ સરકારોએ સમયાંતરે સરકારી કર્મચારીઓને સંઘના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કર્મચારીઓ RSSની પ્રવૃત્તિઓમાં સામેલ હોય તો તેમને કડક સજા કરવાની જોગવાઈ પણ લાગુ કરવામાં આવી હતી.

જો કે, આ દરમિયાન, મધ્યપ્રદેશ સહિત ઘણી રાજ્ય સરકારોએ આ આદેશને રદ કર્યો હતો, પરંતુ તે પછી પણ, આ આદેશને કેન્દ્ર સરકારના સ્તરે માન્ય માનવામાં આવે છે. આ મામલે ઈન્દોર કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, જેના પર કોર્ટે કેન્દ્ર સરકારનો અભિપ્રાય પણ માંગ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

58 વર્ષ જૂના ઓર્ડરમાં શું હતું?

લગભગ 58 વર્ષ પહેલા 30 નવેમ્બર 1966ના રોજ ઈન્દિરા ગાંધી સરકારે સરકારી કર્મચારીઓને RSS અને જમાત-એ-ઈસ્લામીની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ સરકારી કર્મચારી કોઈ રાજકીય પક્ષ કે રાજકારણમાં ભાગ લેતી કોઈપણ સંસ્થાનો સભ્ય નહીં રહી શકે કે તેની સાથે કોઈ પણ રીતે સંકળાયેલો નહીં શકે . આદેશ મુજબ, સરકારી કર્મચારી ન તો આવી કોઈ સંસ્થાની કોઈ રાજકીય ચળવળ કે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે , કે ન તો દાન આપશે કે ન તો અન્ય કોઈ રીતે મદદ કરશે.

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં કેન્દ્રીય કર્મચારીઓની ભાગીદારી પરનો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ આદેશમાં, કેન્દ્ર સરકારે 1966, 1970 અને 1980ના આદેશોમાં ફેરફાર કર્યો છે, જેમાં RSS શાખા અને અન્ય પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી માટે સરકારી કર્મચારીઓ પર કાર્યવાહી અને શિક્ષાત્મક જોગવાઈઓ લાદવામાં આવી હતી. સરકાર દ્વારા 9 જુલાઈ 2024ના રોજ આને લગતો આદેશ જારી કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કર્યું

કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં કેન્દ્રીય કર્મચારીઓની ભાગીદારી પરનો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવવા નિર્ણયની કોગ્રેસ સાંસદ જયરામ રમેશે ટિકા કરી હતી.

ભાજપના આઈટી સેલના વડાએ વખાણ કર્યા હતા

BJP IT સેલના વડા અમિત માલવિયાએ પણ X પર આ ઓર્ડર પોસ્ટ કર્યો છે. તેમણે કહ્યું, ’58 વર્ષ પહેલા 1966માં જાહેર કરાયેલ ગેરબંધારણીય આદેશ, જેમાં સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો, તેને મોદી સરકારે પાછો ખેંચી લીધો છે. આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે 7 નવેમ્બર 1966ના રોજ સંસદમાં ગૌહત્યાના વિરોધમાં મોટો વિરોધ થયો હતો. આરએસએસ-જનસંઘે લાખો લોકોનું સમર્થન મેળવ્યું હતું. પોલીસ ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા હતા. 30 નવેમ્બર 1966 ના રોજ, આરએસએસ-જનસંઘના પ્રભાવથી હચમચી ગયેલા, ઇન્દિરા ગાંધીએ સરકારી કર્મચારીઓને આરએસએસમાં જોડાવા પર પ્રતિબંધ મૂક્યો.

આરએસએસે સરકારના આદેશનું સ્વાગત કર્યું છે

આ મામલે RSSનું નિવેદન પણ સામે આવ્યું છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું, ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 99 વર્ષથી સતત રાષ્ટ્રના પુનર્નિર્માણ અને સમાજની સેવામાં વ્યસ્ત છે. રાષ્ટ્રીય સુરક્ષા, એકતા અને અખંડિતતામાં યોગદાન અને કુદરતી આફતોના સમયે સમાજને સાથે લઈ જવાને કારણે દેશના વિવિધ પ્રકારના નેતૃત્વએ સમયાંતરે સંઘની ભૂમિકાની પ્રશંસા કરી છે. સુનીલ આંબેકરે  વઘુમાં કહ્યુ કે  કોગ્રેસે પોતાની સરકાર વખતે પોતાના હિતોને કારણે સરકારી કર્મચારીઓને સંઘ જેવી રચનાત્મક સંસ્થાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પાયાવિહોણા પ્રતિબંધ મૂક્યો હતો અને સરકારનો હાલનો નિર્ણય યોગ્ય છે અને ભારતની લોકશાહી વ્યવસ્થાને મજબૂત કરવા જઈ રહ્યો છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">