Digital Voter ID Card: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ આજે કરશે ડિજિટલ મતદાર કાર્ડ Launch, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ આજે મતદાર ઓળખકાર્ડનું ઇલેક્ટ્રોનિક વર્ઝન Digital Voter ID Card રજૂ કરવા જઈ રહ્યા છે. જેને મોબાઇલ ફોન અથવા પર્સનલ કમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકાય છે.
Digital Voter ID Card: કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ આજે મતદાર ઓળખકાર્ડનું ઇલેક્ટ્રોનિક વર્ઝન Digital Voter ID Card રજૂ કરવા જઈ રહ્યા છે. જેને મોબાઇલ ફોન અથવા પર્સનલ કમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકાય છે.
આ ઇ-ઇલેક્ટર ફોટો ઓળખ કાર્ડ (Digital Voter ID Card) Non- Editable (કોઈ સુધારા વધારા ન કરી શકાય તેવું) વર્ઝનમાં ઉપલબ્ધ હશે, એટલે કે તમે તેને સુધારી કરી શકશો નહીં. તમે તેને ડિજિટલ લોકર જેવા સ્થળોએ રાખી શકશો. ચૂંટણી પંચથી મળેલી માહિતી અનુસાર, જો તમારે તેનું પ્રિન્ટ નિકાળવી હોય તો તેનું PDF વર્ઝન પણ રાખી શકો છો.
ચૂંટણી પંચે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ E-EPIC કાર્યક્રમ શરૂ કરશે અને પાંચ મતદારોને ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ આપશે.