હિમાચલમાં બાજી પલટાઈ, રાજ્યસભાની ચૂંટણીમાં અભિષેક મનુ સિંઘવીની હાર, ભાજપ અને કોંગ્રેસને મળ્યા 34-34 વોટ

હિમાચલ પ્રદેશ રાજ્યસભાની એક બેઠક પર મતદાન યોજાયું હતું. જેનું પરિણામ આવતા ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોને 68 ધારાસભ્યોમાંથી 34-34 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોની કુલ સંખ્યા 40 છે. હિમાચલ પ્રદેશમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને રાજ્યસભાની બેઠક જીતી લીધી છે.

હિમાચલમાં બાજી પલટાઈ, રાજ્યસભાની ચૂંટણીમાં અભિષેક મનુ સિંઘવીની હાર, ભાજપ અને કોંગ્રેસને મળ્યા 34-34 વોટ
Abhishek Manu Singhvi
Follow Us:
| Updated on: Feb 27, 2024 | 8:22 PM

હિમાચલ પ્રદેશમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને રાજ્યસભાની બેઠક જીતી લીધી છે. તેમણે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને હરાવ્યા છે. વિપક્ષના નેતા જયરામ ઠાકુરે જીતનો દાવો કર્યો હતો. જયરામ ઠાકુરે કહ્યું કે જ્યાં જીતની કોઈ શક્યતા ન હતી ત્યાં અમે જીત્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો આભાર માન્યો. તેમણે કહ્યું કે હવે સીએમ સુખવિંદરસિંહ સુખુએ રાજીનામું આપવું જોઈએ. કોંગ્રેસને 34 અને ભાજપને 34 વોટ મળ્યા હતા. ત્યારબાદ ટોસ થયો અને હર્ષ મહાજન જીત્યા. કોંગ્રેસના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.

સુખુ સરકાર પાસે બહુમતી નથી

જીત બાદ ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. ભાજપે દાવો કર્યો હતો કે સુખવિંદર સિંહ સુખુની રાજ્ય સરકાર પાસે બહુમતી નથી.

હિમાચલ પ્રદેશમાં એક રાજ્યસભા બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ 68 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોને 34-34 વોટ મળ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા જયરામ ઠાકુરે દાવો કર્યો છે કે બંને પક્ષોને સમાન સંખ્યામાં મત મળ્યા છે.

તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. મળતી માહિતી મુજબ હિમાચલમાં ક્રોસ વોટિંગને કારણે સમસ્યા સર્જાઈ છે. કોંગ્રેસ વિરુદ્ધ 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. એટલે કે કોંગ્રેસને 6 વોટ ઓછા મળ્યા છે અને આ તમામ વોટ ભાજપને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

Latest News Updates

ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણ
g clip-path="url(#clip0_868_265)">