Rajya Sabha Election Results 2022 Highlights: કર્ણાટકમાં ભાજપની 3 સીટ અને કોંગ્રેસની 1 સીટ પર જીત, રાજસ્થાનમાં કોંગ્રેસે 3 સીટ અને ભાજપે 1 સીટ પર જીત મેળવી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 9:52 PM

Rajya Sabha Election : રાજ્યસભાની 57માંથી 41 બેઠક બિનહરીફ જાહેર થઈ છે. બાકી રહેલી 16 બેઠકો માટે આજે 10મી જૂનના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં કર્ણાટકમાં ભાજપની 3 સીટ અને કોંગ્રેસની 1 સીટ પર જીત, રાજસ્થાનમાં કોંગ્રેસે 3 સીટ અને ભાજપે 1 સીટ પર જીત મેળવી.

Rajya Sabha Election Results 2022 Highlights: કર્ણાટકમાં ભાજપની 3 સીટ અને કોંગ્રેસની 1 સીટ પર જીત, રાજસ્થાનમાં કોંગ્રેસે 3 સીટ અને ભાજપે 1 સીટ પર જીત મેળવી
Rajya Sabha Election 2022

દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની (Rajya Sabha) 57 બેઠકો માટે 10મી જૂનના રોજ મતદાન હાથ ધરવા ચૂંટણી પંચે જાહેરાત કરી હતી. જો કે ઉમેદવારી પત્રની ચકાસણી અને ત્યારબાદ ભરાયેલા ઉમેદવારી પત્રો પાછા ખેચવાના દિવસે, 57માંથી 41 બેઠક બિનહરીફ (Uncontested) જાહેર થઈ હતી. 57માંથી 16 બેઠકો માટે આજે 10મી જૂનના રોજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને હરિયાણામાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોને ક્રોસવોટિગનો (Crossvoting) ભય સતાવી રહ્યો છે. જેના પગલે, કોંગ્રેસે તેના ધારાસભ્યોને રિસોર્ટમાં ખસેડ્યા હતા. રાજ્યસભાની 16 બેઠકો પૈકી, સૌથી વધુ મહારાષ્ટ્રમાં છ, રાજસ્થાન અને કર્ણાટકમાં ચાર-ચાર અને હરિયાણા રાજ્યમાં 2 બેઠકો માટે સવારે 9થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન યોજાયુ હતું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Jun 2022 08:57 PM (IST)

    Karnataka Rajya Sabha Election: કર્ણાટકમાં ભાજપે 3 સીટ જીતી અને 1 સીટ પર કોંગ્રેસ જીતી

    કર્ણાટક રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. કોંગ્રેસ તરફથી જયરામ રમેશ અને ભાજપ તરફથી નિર્મલા સીતારમણ, જગ્ગેશ ચૂંટણી જીત્યા છે. મતગણતરીના બીજા રાઉન્ડમાં જગ્ગેશને 44, જયરામ રમેશને 46, નિર્મલા સીતારમણને 46, કુપેન્દ્ર રેડ્ડીને 30, મંસૂર અલી ખાનને 25, લહર સિંહને 33 મત મળ્યા.

  • 10 Jun 2022 08:53 PM (IST)

    Maharashtra Rajya Sabha Election: મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણીના પરિણામો અટકી ગયા

    ભાજપે જીતેન્દ્ર અવધ (NCP), યશોમતી ઠાકુર (કોંગ્રેસ), સુહાસ કાંડે (શિવસેના) વિરુદ્ધ ફરિયાદ કરી છે કે તેઓએ અધિકૃત વ્યક્તિ સિવાય પોતાનો મત દર્શાવ્યો હતો, તેથી મત રદ થવો જોઈએ. જોકે, આરઓએ આ દાવાને ફગાવી દીધો હતો તેથી ભાજપે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો. MVAએ ભાજપના સુધીર મુનગંટીવાર વિરુદ્ધ ફરિયાદ મોકલી કે તેણે પોલ એજન્ટ સિવાય અન્ય કોઈ વ્યક્તિને પણ વોટ બતાવ્યો છે. આ સાથે રવિ રાણા સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.

  • 10 Jun 2022 08:48 PM (IST)

    Rajsthan Rajya Sabha Election: પ્રમોદ બીજેપીના ક્રોસ વોટિંગથી જીત્યા

    રાજસ્થાનમાં મુકુલ વાસનિકને 42 વોટ મળ્યા હતા. વાસનિકના ખાતાનો એક મત નકારવામાં આવ્યો છે. પરંતુ પ્રમોદ તિવારી ભાજપના ધારાસભ્ય શોભરાણીના એક મતથી જીત્યા છે. રાજસ્થાનમાં જીતવા માટે 41 વોટની જરૂર હતી. પ્રમોદને 41 મત મળ્યા.

  • 10 Jun 2022 08:43 PM (IST)

    Rajsthan Rajya Sabha Election: ભાજપે શોભારાણીને કર્યા સસ્પેન્ડ

    ક્રોસ વોટિંગ કરનાર શોભરાણી કુશવાહાને ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. શોભરાણી પર ક્રોસ વોટિંગનો આરોપ છે અને તેણે કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ તિવારીને મત આપ્યો હતો. આ બાબતે પાર્ટી હાઈકમાન્ડે પ્રદેશ અધ્યક્ષ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. થોડા કલાકો પછી પાર્ટીએ મોટો નિર્ણય લીધો.

  • 10 Jun 2022 08:38 PM (IST)

    Karnataka Rajya Sabha Election: કર્ણાટકમાં નિર્મલા સીતારમણ અને જયરામ રમેશની જીત

    કર્ણાટક રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જયરામ રમેશ અને નિર્મલા સીતારમણ ચૂંટણી જીત્યા છે. મતગણતરીના બીજા રાઉન્ડમાં જગ્ગેશને 44, જયરામ રમેશને 46, નિર્મલા સીતારમણને 46, કુપેન્દ્ર રેડ્ડીને 30, મંસૂર અલી ખાનને 25, લહર સિંહને 33 મત મળ્યા.

  • 10 Jun 2022 08:35 PM (IST)

    Rajsthan Rajya Sabha Election: કોંગ્રેસની જીત લોકશાહીની જીતઃ અશોક ગેહલોત

    રાજસ્થાનના પરિણામ પર મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં ત્રણ રાજ્યસભા બેઠકો પર કોંગ્રેસની જીત લોકશાહીની જીત છે. હું ત્રણ નવા ચૂંટાયેલા સાંસદો પ્રમોદ તિવારી, મુકુલ વાસનિક અને રણદીપ સુરજેવાલાને અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે ત્રણેય સાંસદો દિલ્હીમાં રાજસ્થાનના હક માટે હિમાયત કરશે.

  • 10 Jun 2022 08:30 PM (IST)

    Rajya Sabha Election 2022: કોંગ્રેસના નેતા સચિન પાયલટે અભિનંદન પાઠવ્યા

    કોંગ્રેસ નેતા સચિન પાયલટે ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું- હું રાજ્યમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીની જીત પર કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો, મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ આપું છું.

  • 10 Jun 2022 08:27 PM (IST)

    Rajsthan Rajya Sabha Election: અપક્ષ સુભાષ ચંદ્રાને માત્ર 30 મત જ મળ્યા

    રાજસ્થાનમાં ભાજપના ઘનશ્યામ તિવારીને 43 મત મળ્યા છે. જ્યારે અપક્ષ સુભાષ ચંદ્રાને માત્ર 30 મત જ મળ્યા. કોંગ્રેસના રણદીપ સુરજેવાલાને 43, મુકુલ વાસનિકને 42 અને પ્રમોદ તિવારીને 41 મત મળ્યા.

  • 10 Jun 2022 08:22 PM (IST)

    Rajya Sabha Election 2022: મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે મતગણતરી થવાની શક્યતા

    ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી થઈ શકે છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાનના નિયમોના ઉલ્લંઘનની ફરિયાદો મળ્યા બાદ ચૂંટણી પંચ તપાસ કરી રહ્યું છે. પંચ અત્યારે મત ગણતરી રોકવાના મૂડમાં નથી. જોકે, તેની બેઠકમાં તમામ ફૂટેજ જોયા બાદ અને ફરિયાદો પર વિચાર કર્યા બાદ જ ઔપચારિક નિર્ણય આવશે.

  • 10 Jun 2022 08:22 PM (IST)

    Rajsthan Rajya Sabha Election: રાજસ્થાનમાં કોંગ્રેસે ત્રણ બેઠકો જીતી હતી, ભાજપે એક બેઠક જીતી

    રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. અહીં કોંગ્રેસે ત્રણ બેઠકો જીતી છે. જ્યારે ભાજપે એક બેઠક જીતી છે. કોંગ્રેસમાંથી રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારી જીત્યા છે. જ્યારે ઘનશ્યામ તિવારી ભાજપમાંથી ચૂંટણી જીત્યા છે. તે જ સમયે, અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રા ચૂંટણી હારી ગયા છે.

  • 10 Jun 2022 08:07 PM (IST)

    Maharashtra Rajya Sabha Election: ચૂંટણી પંચે મહારાષ્ટ્ર પાસેથી મતદાનનો વીડિયો માંગ્યો

    ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાંથી રાજ્યસભા ચૂંટણીના મતદાનનો વીડિયો મંગાવ્યો છે. પંચે મતદાનના વીડિયો રેકોર્ડિંગના ફૂટેજનો સંબંધિત ભાગ મંગાવ્યો છે. રિટર્નિંગ ઓફિસરને મેસેજ મોકલવામાં આવ્યો છે. શિવસેનાએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. શિવસેનાનું કહેવું છે કે ધારાસભ્ય રવિ રાણા વોટિંગ સમયે પોતાની સાથે હનુમાન ચાલીસા લઈ ગયા હતા. વીડિયો રેકોર્ડિંગમાં પણ આ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ મતો બતાવીને ગુપ્તતાનો પણ ભંગ કરવામાં આવ્યો છે. આ ચૂંટણીના નિયમો અને આચારસંહિતા વિરુદ્ધ છે. આ ઉપરાંત આરોપ છે કે ભાજપના ધારાસભ્ય સુધીર મુનગંટીવારે પણ મત બતાવીને ચૂંટણી પ્રક્રિયાનું ઉલ્લંઘન કર્યું છે.

  • 10 Jun 2022 07:49 PM (IST)

    Rajya Sabha Election 2022: વસુંધરા રાજે વિધાનસભા પહોંચ્યા

    ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે રાજસ્થાન વિધાનસભા પહોંચ્યા. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને કોંગ્રેસના રાજ્યસભાના ત્રણ ઉમેદવારો રણદીપ સુરજેવાલા, મુકુલ વાસનિક અને પ્રમોદ તિવારી થોડીવારમાં મીડિયાને સંબોધિત કરશે.

  • 10 Jun 2022 07:31 PM (IST)

    Rajsthan Rajya Sabha Election: ગેહલોત થોડીવારમાં PC કરશે

    મુખ્યમંત્રી અશોક ગેહલોત થોડીવારમાં મીડિયાને સંબોધશે. ગેહલોતની સાથે કોંગ્રેસના ત્રણેય રાજ્યસભાના ઉમેદવારો હાજર રહેશે.

  • 10 Jun 2022 07:20 PM (IST)

    Maharashtra Rajya Sabha Election: મહારાષ્ટ્રમાં હજુ સુધી મતગણતરી શરૂ થઈ શકી નથી

    મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી હજુ શરૂ થઈ નથી. મત ગણતરીમાં વિલંબ પર શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે ચૂંટણી પંચની પરવાનગીની રાહ જોવાઈ રહી છે. ત્યાર બાદ જ મતગણતરી શરૂ થશે.

  • 10 Jun 2022 07:19 PM (IST)

    Karnataka Rajya Sabha Election: મત પત્ર બતાવવાના મામલે કોંગ્રેસે કહ્યું- નો કોમેન્ટ

    કર્ણાટકમાં જેડીએસના ધારાસભ્ય એચડી રેવન્નાના કથિત રીતે મત પત્ર બતાવવાના મામલામાં કોંગ્રેસના રાજ્યકક્ષાના ડીકે શિવકુમારનું નિવેદન સામે આવ્યું છે. ડીકે શિવકુમારે કહ્યું કે મેં જે જોયું તે હું જાહેરમાં જાહેર કરી શકતો નથી. તેમાં કેટલીક ખામીઓ હતી, પરંતુ તેના પક્ષે ફરિયાદ કરી અને રિટર્નિંગ ઓફિસરે તેને ફગાવી દીધી. ગુપ્ત મતદાન તરીકે ટિપ્પણી કરી શકતા નથી.

  • 10 Jun 2022 07:00 PM (IST)

    Haryana rajya sabha election: કોંગ્રેસના ધારાસભ્યોના વીડિયોની ફરિયાદ

    હરિયાણામાં અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માએ કોંગ્રેસના ધારાસભ્યોના મતદાનની ગુપ્તતાના ભંગના પુરાવા ચૂંટણી પંચને મોકલ્યા છે. તેમણે વીડિયોગ્રાફી પુરાવા સાથે પંચને ફરિયાદ કરી છે. સુત્રો જણાવે છે કે અપક્ષ ઉમેદવાર કાર્તિકેયે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ કર્યો છે. એવું માનવામાં આવે છે કે ચૂંટણી પંચ કોંગ્રેસના બંને ધારાસભ્યોના મત રદ કરી શકે છે. કાર્તિકેયે કહ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યો બીબી બત્રા અને કિરણ ચૌધરીએ પોલિંગ એજન્ટ સિવાય અન્ય લોકોને પોતાનો મત બતાવીને ગોપનીયતાના શપથનું ઉલ્લંઘન કર્યું છે.

  • 10 Jun 2022 06:57 PM (IST)

    Maharashtra Rajya Sabha Election: ECએ વીડિયો રેકોર્ડિંગ માંગ્યુ

    ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીના વીડિયો રેકોર્ડિંગના ફૂટેજનો સંબંધિત ભાગ મંગાવ્યો છે. રિટર્નિંગ ઓફિસરને મેસેજ મોકલવામાં આવ્યો છે.

  • 10 Jun 2022 06:31 PM (IST)

    Rajya Sabha Election 2022: હવે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચ પહોંચ્યું

    ભાજપ બાદ હવે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળવા પહોંચ્યું છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળમાં વિવેક તન્ખા, પવન બંસલ અને રંજીત રંજન ચૂંટણી પંચ પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ હરિયાણાના રિટર્નિંગ ઓફિસરે મત ગણતરી શરૂ કરવાની પરવાનગી માંગી નથી.

  • 10 Jun 2022 06:01 PM (IST)

    Rajya Sabha Election 2022: મહારાષ્ટ્ર અને હરિયાણામાં ગણતરી બંધ કરો: ભાજપ

    ભાજપના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચને મહારાષ્ટ્ર અને હરિયાણામાં રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન રોકવાની માગણી કરી છે. ભાજપે ચૂંટણી પંચને કહ્યું છે કે આ બે રાજ્યોમાં મતદાન દરમિયાન ગોપનીયતાનો ભંગ થયો છે. પાર્ટીએ કહ્યું છે કે ચૂંટણી પ્રક્રિયાના ઉલ્લંઘનને કારણે મહારાષ્ટ્ર અને હરિયાણામાં મત ગણતરી રોકવી જોઈએ.

  • 10 Jun 2022 05:59 PM (IST)

    Haryana rajya sabha election: કોંગ્રેસે કહ્યું- ભાજપે ગણતરી રોકવા માટે નબળી રાજનીતિ કરી

    કોંગ્રેસના ઉમેદવાર અજય માકને ટ્વિટ કર્યું - રાજ્યસભા ચૂંટણીના પરિણામોમાં હારના ડરથી ભાજપે મત ગણતરી રોકવા માટે સસ્તી રાજનીતિનો આશરો લીધો છે. તેમણે ભાજપના વાંધાઓને ફગાવતા રિટર્નિંગ ઓફિસરના નિર્ણયનો આદેશ પણ જોડ્યો છે. અજય માકને પૂછ્યું- શું ભારતમાં લોકશાહી હજુ પણ જીવંત છે?

  • 10 Jun 2022 05:49 PM (IST)

    Rajsthan Rajya Sabha Election: રાજસ્થાનમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે

    રાજસ્થાનમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભાજપના ધારાસભ્ય શોભરાણી કુશવાહાએ ક્રોસ વોટિંગ કર્યું છે. તેમણે કોંગ્રેસના પ્રમોદ તિવારીને મત આપ્યો છે. ચૂંટણી પંચે આ અંગે માહિતી આપી છે.

  • 10 Jun 2022 05:17 PM (IST)

    Rajya Sabha Election 2022 : ભાજપનું પ્રતિનિધિમંડળ મુખ્ય ચૂંટણી કમિશનરને મળશે

    મતદાન પૂર્ણ થયા પછી, કેન્દ્રીય પ્રધાનો મુખ્તાર અબ્બાસ નકવી, ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ અને જિતેન્દ્ર સિંહ સહિત ભાજપનું પ્રતિનિધિમંડળ સાંજે 5:30 વાગ્યે મુખ્ય ચૂંટણી કમિશનરને મળશે.

  • 10 Jun 2022 04:53 PM (IST)

    Haryana rajya sabha election: હરિયાણામાં ગણતરીમાં વિલંબ થઈ શકે છે

    સાંજે 5 વાગ્યે મતગણતરી શરૂ થવાની હતી, પરંતુ ભાજપ અને કાર્તિકેય શર્માએ કોંગ્રેસના બે વોટને ગેરલાયક ઠેરવવાની ફરિયાદને કારણે હવે મત ગણતરીમાં વિલંબ થઈ શકે છે.

  • 10 Jun 2022 04:11 PM (IST)

    Maharashtra Rajya Sabha Election નવાબ મલિકને ના મળી હાઈકોર્ટમાંથી રાહત

    બોમ્બે હાઈકોર્ટમાંથી પણ નવાબ મલિકને નથી મળી રાહત, હવે તેઓ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન નહી કરી શકે. મતદાન નહી કરી શકવાને કારણે શિવસેનાની મુશ્કેલી વધી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

  • 10 Jun 2022 04:08 PM (IST)

    Maharashtra Rajya Sabha Election મહારાષ્ટ્રમાં ત્રણ મત સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો

    મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ, ત્રણ મત સામે વાંધો ઉઠાવ્યો છે. ભાજપે આ વાંધો ચૂંટણી અધિકારી સમક્ષ ઉઠાવ્યો છે.

  • 10 Jun 2022 04:04 PM (IST)

    Maharashtra Rajya Sabha Election બપોરના 3.30 સુધીમાં 285 ધારાસભ્યોએ કર્યુ મતદાન

    મહારાષ્ટ્રમા બપોરના 3.30 કલાક સુધીમાં 285 ધારાસભ્યોએ મતદાન કર્યુ હતું.

  • 10 Jun 2022 03:11 PM (IST)

    Maharashtra Rajya Sabha Election ભાજપ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છેઃ યશોમતી ઠાકુર

    રાજ્યસભાની ચૂંટણીમાં તેના મતની માન્યતા અંગેના ભાજપના દાવા અંગે કોંગ્રેસના નેતા યશોમતી ઠાકુરે કહ્યું કે તમામે તમામ ચાર MVA ઉમેદવારો ચૂંટાશે. ભાજપ આ વાત જાણે છે અને તેથી ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે.

  • 10 Jun 2022 03:07 PM (IST)

    Rajsthan Rajya Sabha Election રાજસ્થાનમાં તમામ 200 ધારાસભ્યોએ કર્યુ મતદાન

    રાજસ્થાનમાં રાજ્યસભાની ચૂંટણીમાં તમામે તમામ 200 ધારાસભ્યોએ પોતાનો મત આપ્યો છે. રાજ્યમાં બપોરે 2 વાગ્યા સુધીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. રાજસ્થાન રાજ્યની 4 બેઠકો માટે 5 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં સુભાષ ચંદ્રા અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. સાંજે 5 કલાકે મતગણતરી હાથ ધરાશે.

  • 10 Jun 2022 02:57 PM (IST)

    Haryana Rajya Sabha Election: અપક્ષ ધારાસભ્યે વોટ આપવાનો કર્યો ઇનકાર

    હરિયાણામાં અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુએ મતોનું સમીકરણ બગાડ્યું છે. તેણે કહ્યું છે કે, હું કાર્તિકેય શર્મા કે અન્ય કોઈ ઉમેદવારને મત આપવાનો નથી. હું ગેરહાજર રહીશ. તેણે આરોપ લગાવ્યો કે વોટિંગ પહેલા તેને ઘણી ઓફર મળી, પરંતુ મને કોઈ ખરીદી શક્યું નહીં.

  • 10 Jun 2022 02:16 PM (IST)

    Karnataka Rajya Sabha Election : કોંગ્રેસ ભાજપની 'બી' ટીમઃ કુમારસ્વામી

    રાજ્યસભા ચૂંટણી પર જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું, 'મેં કહ્યું હતું કે શ્રીનિવાસ ગૌડા કોંગ્રેસને મત આપશે. એસઆર શ્રીનિવાસે પણ જેડીએસને વોટ આપ્યો ન હતો. કોંગ્રેસે આજે તેનો અસલી ચહેરો દેખાડી દીધો છે. કોંગ્રેસ ભાજપની 'બી' ટીમ છે. દેશમાં ભાજપની પ્રગતિ માટે તે મુખ્ય ગુનેગાર છે.

  • 10 Jun 2022 02:15 PM (IST)

    Maharashtra Rajya Sabha Election મહારાષ્ટ્રમાં 260 ધારાસભ્યોએ મતદાન કર્યું

    મહારાષ્ટ્રમાં બપોરે 1 વાગ્યા સુધી 260 ધારાસભ્યોએ મતદાન કર્યું છે.

  • 10 Jun 2022 01:13 PM (IST)

    Maharashtra Rajya Sabha Election : મહારાષ્ટ્રમાં 180 ધારાસભ્યોએ મતદાન કર્યું

    મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી માટે પડેલા મતોમાં અત્યાર સુધીમાં 180 ધારાસભ્યોએ મતદાન કર્યું છે.

  • 10 Jun 2022 01:12 PM (IST)

    Rajsthan Rajya Sabha Election : BJP MLA શોભારાણીનો મત નકારાયો, કોંગ્રેસના ઉમેદવારને આપ્યો હતો મત

    રાજસ્થાનમાં ભાજપના ધારાસભ્ય શોભરાણી કુશવાહાનો વોટ નામંજૂર કરવામાં આવ્યો છે. કુશવાહા ધોલપુર વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય છે. તેમણે આજે ક્રોસ વોટિંગ કરીને કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ તિવારીને પોતાનો મત આપ્યો હતો.

  • 10 Jun 2022 12:36 PM (IST)

    Haryana Rajya Sabha Election: તમામે તમામ 6 અપક્ષ ધારાસભ્યોએ ભાજપને મત આપ્યો: અપક્ષ ધારાસભ્ય ગોલન

    હરિયાણાના અપક્ષ ધારાસભ્ય રણધીર ગોલને કહ્યું કે કુલદીપ બિશ્નોઈ કોંગ્રેસથી નારાજ છે, તેઓ તેને વોટ નહીં આપે. કોંગ્રેસના અન્ય ધારાસભ્ય પણ પાર્ટીને વોટ આપવાના નથી પરંતુ હું નામ નહીં લઉં. તમામ 6 અપક્ષ ધારાસભ્યોએ ભાજપને મત આપ્યો હતો.

  • 10 Jun 2022 12:31 PM (IST)

    Maharashtra Rajya Sabha Election : નવાબ મલિક રાજ્યસભામાં મતદાનને લઈને હાઈકોર્ટ પહોંચ્યા 

    મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે 2022માં રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવાની પરવાનગી માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. આ પહેલા ગુરુવારે વિશેષ PMLA કોર્ટે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ અને નવાબ મલિકની અરજીઓ ફગાવી દીધી હતી.

  • 10 Jun 2022 11:43 AM (IST)

    Karnataka Rajya Sabha Election : કોંગ્રેસ-ભાજપ પર કુમારસ્વામીએ લગાવ્યા આરોપ

    જનતા દળ સેક્યુલર નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે સી ટી રવિ ( C T RAVI) ભાજપના મહાસચિવ છે, તો તેઓ કોંગ્રેસ કાર્યાલયમાં કેવી રીતે પ્રવેશ્યા ? આ દર્શાવે છે કે સી ટી રવિ ભાજપના ઉમેદવારને જીતાડવામાં મદદ કરવા સિદ્ધારમૈયાને મળવા ગયા હતા.

  • 10 Jun 2022 11:32 AM (IST)

    Haryana Rajya Sabha Election : કોંગ્રેસના ધારાસભ્ય તેમના ઉમેદવારને મત નહી આપેઃ અપક્ષ ધારાસભ્યનો દાવો

    હરિયાણાના અપક્ષ ધારાસભ્ય રણધીર ગોલને મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે, કુલદીપ બિશ્નોઈ કોંગ્રેસથી નારાજ છે, તેઓ તેમને વોટ આપવાના નથી. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પણ પાર્ટીને મત આપવાના નથી પરંતુ હું નામ નહીં લઉં. તમામ 6 અપક્ષ ધારાસભ્યોએ ભાજપને મત આપ્યો છે.

  • 10 Jun 2022 11:29 AM (IST)

    Haryana Rajya Sabha Election : હરિયાણા કોંગ્રેસના ધારાસભ્યો હુડ્ડાના નિવાસસ્થાને પહોંચ્યા

    હરિયાણા કોંગ્રેસના ધારાસભ્યો પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડાના ઘરે પહોંચ્યા છે. કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર એસ હુડ્ડાએ દાવો કર્યો હતો કે આ રાજ્યસભા ચૂંટણીમાં અજય માકન જીતશે. કુલદીપ બિશ્નોઈ કોંગ્રેસના ધારાસભ્ય છે, હું માનું છું કે તેણે કોંગ્રેસને મત આપ્યો છે.

  • 10 Jun 2022 11:25 AM (IST)

    Haryana Rajya Sabha Election : હરિયાણાના મુખ્યપ્રધાને કર્યુ મતદાન

    હરિયાણાના મુખ્યપ્રધાન ખટ્ટરે, રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કર્યુ.

  • 10 Jun 2022 10:59 AM (IST)

    Rajya Sabha Election 2022 : મહારાષ્ટ્રમાં મતદાન શરુ થયાના દોઢ કલાકમાં 50 ટકા મતદાન પૂર્ણ

    રાજ્યસભાની છ બેઠક માટે મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ દોઢ કલાકના સમયગાળામાં પચાસ ટકા મતદાન પૂર્ણ થયુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

  • 10 Jun 2022 10:54 AM (IST)

    Rajya Sabha Election 2022 : કુમારસ્વામી પણ વિધાનસભા પહોંચ્યા

    Karnataka Rajya Sabha Election 2022 કર્ણાટકના પૂર્વ સીએમ અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામી પણ વિધાનસભા પહોંચ્યા છે અને તેઓ પણ પોતાનો મત આપશે.

  • 10 Jun 2022 10:41 AM (IST)

    Rajya Sabha Election 2022 : રાજસ્થાનમાં કઇ પાર્ટીમાંથી કોણ છે દાવેદાર ?

    Rajsthan રાજસ્થાનમાં સત્તાધારી કોંગ્રેસે ત્રણ બેઠક માટે મુકુલ વાસનિક, પ્રમોદ તિવારી અને રણદીપ સુરજેવાલાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પૂર્વ મંત્રી ઘનશ્યામ તિવારીને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવ્યા છે. મીડિયા બિઝનેસમેન અને અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રાને ભાજપ સમર્થન આપી રહી છે.

    Rajya Sabha Election 2022 Rajasthan, Maharashtra, Karnataka, Haryana

    Rajya Sabha Election 2022 Rajasthan, Maharashtra, Karnataka, Haryana

  • 10 Jun 2022 10:30 AM (IST)

    Rajya Sabha Election 2022 : AIMIM મહારાષ્ટ્રના પ્રમુખ ઈમ્તિયાઝ જલીલે કહ્યુ અમે શરતી મતદાન કર્યુ છે

    અમારી પાર્ટીએ મહા વિકાસ આઘાડીને મદદ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ અમારી કેટલીક શરતો હતી અને તે એ છે કે અમારા ધારાસભ્યોના મતવિસ્તારનો વિકાસ થવો જોઈએઃ ઈમ્તિયાઝ જલીલ, AIMIM મહારાષ્ટ્રના પ્રમુખ

  • 10 Jun 2022 10:17 AM (IST)

    Rajya Sabha Election 2022 : કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ કર્યુ મતદાન

    Bengaluru : કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ રાજ્યસભાની ચૂંટણી માટે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન કર્યું.

  • 10 Jun 2022 10:13 AM (IST)

    Rajya Sabha Election 2022 : કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો જીતશેઃ રાજેન્દ્ર ગુડા

    બસપાના પૂર્વ ધારાસભ્ય અને બાદમાં કોંગ્રેસમાં સામેલ થયેલા રાજેન્દ્ર ગુડાએ કહ્યું કે અમારા 13 અપક્ષ ધારાસભ્યો કોંગ્રેસ સાથે છે. અમારી પાસે 126 મત છે અને કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો જીતશે.

  • 10 Jun 2022 10:11 AM (IST)

    Rajya Sabha Election 2022 : કોંગ્રેસ નેતા દિવ્યા મહિપાલ મદેરણાએ નેશનલ ડેમોક્રેટિક પાર્ટીને કહ્યુ, અંતરાત્માની વાત સાંભળી મતદાન કરે

    કોંગ્રેસ નેતા દિવ્યા મહિપાલ મદેરણાએ રાજ્યસભાની ચૂંટણી વચ્ચે કહ્યું- હું નેશનલ ડેમોક્રેટિક પાર્ટીને અપીલ કરું છું કે તેઓ તેમના અંતરાત્માની વાત સાંભળે અને ખેડૂતના પુત્ર રણદીપ સુરજેવાલાને સમર્થન આપે.

    Congress leader Divya Mahipal Maderna

    Congress leader Divya Mahipal Maderna

  • 10 Jun 2022 10:04 AM (IST)

    Rajya Sabha Election 2022 : મહારાષ્ટ્રમાં MVAના તમામ ઉમેદવારો જીતશેઃ મંત્રી અસલમ

    મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે કહ્યું કે મહા વિકાસ અઘાડી (MVA)ને મહારાષ્ટ્રમાં પૂરતી સંખ્યા અને તાકાત મળી છે. તમામ MVA ઉમેદવારો જીતવાના છે. AIMIM અને SP હંમેશા અમારી સાથે છે. આજે બધું સ્પષ્ટ છે.

  • 10 Jun 2022 10:01 AM (IST)

    Rajya Sabha Election 2022 : કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ મુંબઈ વિધાનસભા પહોંચ્યા

    મહારાષ્ટ્ર રાજ્યસભાની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ મુંબઈ વિધાનસભા પહોંચ્યા છે.

  • 10 Jun 2022 09:58 AM (IST)

    Rajya Sabha Election 2022 : મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે છઠ્ઠી બેઠક માટે જંગ

    મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છ બેઠક માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યસભાની છ પૈકી પાંચ ઉમેદવારોની જીત નિશ્ચિત મનાય છે. પણ છઠ્ઠા ઉમેદવાર માટે ભાજપ અને શિવસેના વચ્ચે ટક્કર છે.

  • 10 Jun 2022 09:56 AM (IST)

    Rajya Sabha Election 2022 : અપક્ષોએ કોંગ્રેસની વધારી ચિંતા

    રાજસ્થાન અને હરિયાણામાં ભાજપ સમર્થિત અપક્ષોએ કોંગ્રેસની ચિંતા વધારી છે. કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ભય સતાવી રહ્યો છે.

  • 10 Jun 2022 09:51 AM (IST)

    Rajya Sabha Election 2022 : દેવેન્દ્ર ફડણવીસ વિધાનસભા પહોંચ્યા

    Maharashtra મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ રાજ્યસભાની ચૂંટણી માટે વિધાનસભા પહોંચ્યા છે.

  • 10 Jun 2022 09:49 AM (IST)

    Rajya Sabha Election 2022 : રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કર્યુ મતદાન

    Rajasthan રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાનો મત આપ્યો.

  • 10 Jun 2022 09:44 AM (IST)

    Rajya Sabha Election 2022 : હરિયાણા વિધાનસભામાં ધારાસભ્યોનુ મતદાન શરુ

    Haryana ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, હરિયાણા વિધાનસભામાં પણ મતદાન થઈ રહ્યું છે.

    Chandigarh | Voting for Rajya Sabha elections gets underway in Haryana Vidhan Sabha pic.twitter.com/JmwDhatigO

    — ANI (@ANI) June 10, 2022

  • 10 Jun 2022 09:39 AM (IST)

    Rajya Sabha Election 2022 : મહારાષ્ટ્રમાં ધારાસભ્યો વિધાનસભા પહોચ્યા

    Maharashtra મહારાષ્ટ્રમાં તમામ ધારાસભ્યો વિધાનસભામાં પહોંચી ગયા છે.

  • 10 Jun 2022 09:32 AM (IST)

    Rajya Sabha Election 2022 : 'ભાજપના ઉમેદવાર જીતશે'

    Maharashtra રાજ્યસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિપક્ષના નેતા પ્રવિણ દરેકરે કહ્યુ કે ભાજપના ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણીમાં જીતશે.

  • 10 Jun 2022 09:30 AM (IST)

    Rajya Sabha Election 2022 : MVAના ચારેય ઉમેદવારો જીતશેઃ થોરાટ

    Maharashtra કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે મહા વિકાસ અઘાડી (MVA)ના ચારેય ઉમેદવારો પ્રથમ પસંદગીના મતમાં જીતશે.

  • 10 Jun 2022 09:22 AM (IST)

    Rajya Sabha Election 2022 : સિદ્ધારમૈયાએ ધારાસભ્યોને લખ્યો ખુલ્લો પત્ર

    Karnataka : કર્ણાટકમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીના એક દિવસ પહેલા કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા સિદ્ધારમૈયાએ ગુરુવારે JD(S)ના ધારાસભ્યોને એક ખુલ્લો પત્ર લખીને તેમની પાર્ટીના બીજા ઉમેદવાર મન્સૂર અલી ખાનની તરફેણમાં મત આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે ખાનની જીત "સેક્યુલર વિચારધારા" માટે વિજય હશે જે બંને પક્ષો અનુસરે છે.

  • 10 Jun 2022 09:12 AM (IST)

    Rajya Sabha Election 2022 : શું કોંગ્રેસે રાજ્યસભાનું ગણિત ઉકેલ્યુ ?

    કોંગ્રેસે રાજ્યસભાનું ગણિત ઉકેલી નાખ્યું છે. અનિલ દેશમુખ અને નવાબ મલિકે મતદાન ન કર્યા બાદ પણ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની જીત નિશ્ચિત થઈ ગઈ છે.

    વાંચો સંપૂર્ણ સમાચાર 

  • 10 Jun 2022 09:08 AM (IST)

    Rajya Sabha Election 2022 : મહારાષ્ટ્રમાં AIMIMના 2 ધારાસભ્યો કોંગ્રેસને મત આપશે

    Maharashtra:  એઆઈએમઆઈએમના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ઈમ્તિયાઝ જલીલે કહ્યું કે અમારી પાર્ટી એઆઈએમઆઈએમએ ભાજપને હરાવવા માટે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીમાં મહા વિકાસ અઘાડી (એમવીએ)ને મત આપવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં અમારા 2 AIMIM ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન પ્રતાપગઢીને મત આપવાનું કહેવામાં આવ્યું છે.

  • 10 Jun 2022 09:06 AM (IST)

    Rajya Sabha Election 2022 : INLD ધારાસભ્ય અભય ચૌટાલા કાર્તિકેય શર્માને મત આપશે

    INLD ધારાસભ્ય અભય ચૌટાલાએ કહ્યું છે કે તેઓ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ કે જેજેપીને નહીં પરંતુ કોંગ્રેસના પૂર્વ નેતા વિનોદ શર્માના પુત્ર કાર્તિકેય શર્માને મત આપશે.

  • 10 Jun 2022 08:49 AM (IST)

    Rajya Sabha Election 2022 : શું સુભાષચંદ્ર આજે રાજસ્થાનમાં જીતશે ?

    કોંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાનમાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા મીડિયા દિગ્ગજ સુભાષ ચંદ્રાએ કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી દીધી છે. રાજ્યમાંથી બે બેઠક સરળતાથી જીતવાની ક્ષમતા ધરાવતી કોંગ્રેસ માટે અહીં ત્રીજી બેઠક મેળવવી મુશ્કેલ બની શકે છે.

  • 10 Jun 2022 08:44 AM (IST)

    Rajya Sabha Election 2022 : રાજ્યસભાની ચૂંટણીમાં કઈ બેઠકોનો મામલો અટવાયો છે !

    રાજ્યસભાની ચૂંટણી આજે સાંજે પૂરી થશે. રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત 15 રાજ્યોની કુલ 57 બેઠકો પર મતદાન થવાનું હતું. પરંતુ આમાં 41 સભ્યો બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે 4 રાજ્યોની 16 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે.

    જાણો કયા રાજ્યમાં 16 બેઠકોમા કેવી રહેશે રસાકસી ?

  • 10 Jun 2022 08:32 AM (IST)

    Rajya Sabha Election 2022 : કોંગ્રેસના ધારાસભ્ય દિલ્લીથી ચંદીગઢ જવા રવાના થયા

    Haryana : રાજ્યસભાની ચૂંટણી માટે હરિયાણા કોંગ્રેસના ધારાસભ્યો દિલ્લીથી ચંદીગઢ જવા રવાના થઈ ગયા છે. હરિયાણા વિધાનસભામાં આજે રાજ્યસભાના બે સભ્યોની ચૂંટણી માટે મતદાન કરશે. તેઓ ગઈકાલે છત્તીસગઢના રાયપુરથી દિલ્લી પહોંચ્યા હતા, જ્યાં તેઓ એક રિસોર્ટમાં રોકાયા હતા.

  • 10 Jun 2022 08:28 AM (IST)

    Rajya Sabha Election 2022 : અમને મોટી જીત મળશેઃ દીપેન્દ્ર સિંહ હુડ્ડા

    Haryana: કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યુ કે, 'અમને વિશ્વાસ છે કે અમારા ઉમેદવાર અજય માકન, અમારા ( કોંગ્રેસના)  ધારાસભ્યોના મત કરતાં પણ વધુ મત મેળવીને જીતશે. તેમણે એવો ઈશારો કર્યો હતો કે, અજય માકનને કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષના ધારાસભ્યો મત આપશે.

Published On - Jun 10,2022 8:23 AM

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">